ગળતું જામ છે – મરીઝ

ઘણા વખત પહેલા બેગમ અખ્તરના અવાજમાં સાંભળેલી આ ગઝલ – આજે આ ગઝલના સ્વરકાર – પુરુષોત્તમ ઉપાધ્યાયના અવાજમાં :

.

લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોર કુમાર, મુકેશ, મોહમ્મદ રફી…. વગેરે હિન્દી સંગીત જગતના દિગ્ગજોથી લઇને, શાન, સાધના સરગમ, જગજીત સીંગ, રૂપકુમાર રાઠોડ જેવા આજના જાણીતા બીન-ગુજરાતી કલાકારોના ગુજરાતી ગીતો આપણે સાંભળ્યા છે, પણ તમને ખબર છે કે ‘મલ્લિકા-એ-ગઝલ’ તરીકે ઓળખાતા ‘બેગમ અખ્તર’ના અવાજમાં પણ ગુજરાતી ગીતો છે ? સાંભળો ‘મરીઝ’ સાહેબની આ ખૂબ જ જાણીતી ગઝલ…

સ્વર : બેગમ અખ્તર

.

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,
આપ પણ એવું કહો છો કે મને આરામ છે !

કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુખતું હશે !
આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

——————-

ખાસ આભાર મહેન્દ્રકાકાનો, જેમણે આ ગઝલને LPમાંથી mp3માં ફેરવવામાટે ખાસ સોફ્ટવેર ખરીદયું, અને ટહુકોની વર્ષગાંઠ પર આપણા બધાને આ અણમોલ મોતી જેવી ગઝલ ભેટ આપી.

57 replies on “ગળતું જામ છે – મરીઝ”

  1. આપ સૌનો ખુબ ખુબ આભાર. આમજ આપનો વારસો સાચવેીએ.

  2. જાણીતા ગઝલકાર મરીઝની ગઝલ અને એને સ્વરમાં ઢાળનાર બેગમ અખ્તર અને પુરુષોત્તમ ઉપાધ્યાય પછી

    શું બાકી રહે !

    મઝા આવી ગઈ . આભાર ટહુકો બ્લોગ અને એની સાથે જોડાયેલ સૌનો .

  3. વડોદરા ના ગૌરવ શ્રી વિક્રમ પાટીલ ના તબલા સંભાળવાની મજ્જા આવી ગઈ.. પી.યુ.ભાઈ વાળા વર્ઝન માં

  4. જયશ્રી નો આભાર માનીએ અને આવી નિર્રર્થક ચર્ચા થી દૂર રહેવાની કોષીશ કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *