સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય.
આકાશેથી અમદાવાદ ( ફોટોગ્રાફી – પરેન અધ્યારુ )
.
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
————————————
જ્યારે અનિવાર્ય સંજોગોમાં એમણે પોતાનું વતન અમદાવાદ છોડવું પડેલું ત્યારે એ સાબરમતીની હવાને શ્વાસોમાં ભરતાં ભરતાં એમના હૃદયમાંથી ઉઠેલી એક તીવ્ર ચીસ, એટલે આ ’મળે ન મળે’ ગઝલ!! જે આજે તો એમનાં નામનો પર્યાયસમી બની ગઇ છે. જ્યારે આ ગઝલને કોઇ પણ વાંચે છે ત્યારે એમની વેદના આ ગઝલમાં અચૂક અનુભવાય છે. બર્મિંગહામનાં એક મુશાયરામાં જ્યારે એમણે ‘મળે ન મળે’ ગઝલ રજૂ કરેલી ત્યારે કાર્યક્રમને અંતે એક બહેને આવીને એમને કહેલું, ‘આદિલભાઇ, આ કાવ્ય સાંભળીને હું રડી પડી.’ ત્યારે અત્યંત સાહજિકતાથી એમણે કહેલું કે ‘બહેન, મેં એ રડતા રડતા જ લખેલું!’
આજે કવિશ્રી આદિલ મંસૂરીના જન્મદિવસે આપણા બધા તરફથી એમને હાર્દિક શુભેચ્છાઓ.
My favourite ghazal….lovely trio..
અતિસુંદર ખુબ જ સરસ
ઓલ ટાઇમ ગ્રેટ પોઇમ
આ ગિત સામ્ભલિને અમદાવાદમા જનમિ ને ઉચ્હરેલા દરેકનિ આખમા પાનિ આવેજ.
વાહ , જન્મજાત્ અમદાવાદિ ને તેના શહેરિજનોને અમુલ્ય રચના આપવા બદલ ખુબજ, ધન્યવાદ્.
This is one of the gazals where every stanza maintains continuity with the one before and the core message. Time and time again I have read poetry and gazals where I have wondered what the hec the writer was thinking about. There are only a few that you read and say Wow. This is one of those I love.
This gazal by Aadil reminds me of my own town in Shan State, Burma called Loilem. Sleeping happily between mountains and pagodas which I left in 1962. Possibly some day I an write a small poem on Loilem and remember the beautiful lake, pines trees and a small culvert flowing through the town with meant growing on the banks.
સુંદર સ્વરાંકન.
આ ગઝલ જ રડાવવા લખાઈ છે ….
આદીલ સાહેબ અને પુરષોત્તમભાઈ ….
નો વર્ડ્સ
my alltime most favourite gazal
This is my alltime most favourite gazal. How fortunate we are all gujaratis to have had the priviledge to have such a poet amongst us!
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.