તમે મારાં દેવનાં દીધેલ છો

ટહુકોના એક મિત્રના શબ્દોમાં આ ગીતનો આસ્વાદ :

સ્ત્રીની સમર્પણ અને મમતાની લાગણી અભિવ્યક્ત કરતું આ સુંદર લોકગીત છે. કોડભરી કન્યા ગૌરીવ્રતમાં મહાદેવજી પાસે પોતાને મનગમતો વર માંગે છે અને મહાદેવજી પ્રસન્ન થાય છે ત્યારે એ અણમોલ રતન કન્યાને મળે છે. કન્યા એને ‘દેવના દીધેલ’ માની સમર્પિત થઇ જાય છે ત્યારે કન્યાને કોઇ મહેલ કે ઘરેણાં કે નાણાં નથી જોઇતા. કન્યા માટે તો એનો સાંવરિયો બથમાં એને લઇ લે તે જ ઘર, સાંવરિયાનું નામ એ જ એનું નાણું અને પોતાના હૈયાના દરબારમાં સાંવરિયાનું નામરટણ એ જ એનું ઘરેણું.

દેવના દીધેલ સમો પતિ મળ્યા પછી એને કોડ જાગે છે કે એના પતિ જેવો જ એક નાનકડો જીવ એની કૂખે અવતરે ! અને કન્યામાંથી માતા બનવા ઝંખતી સ્ત્રી પાર્વતીમાને રીઝવે છે ત્યારે ફરીથી એને દેવનો દીધેલ એવો પુત્ર મળે છે. આવા દેવના દીધેલ એવા બે બે રતન જેની પાસે હોય તે સ્ત્રી કોઇ એક ગ્રીષ્મની રાતે લીમડા નીચે ઢાળેલા ખાટલામાં એક દ્રશ્ય જુએ છે – એનો પુત્ર એના પતિની વિશાળ છાતી પર આડો પડ્યો છે અને પુત્રના વાંકડિયા વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં પતિ પુત્રને લવકુશની પરાક્રમી વાતો કહેતો હોય છે. ત્યારે સ્ત્રીને લાગે છે કે એની પાસે સર્વસ્વ છે.

– અને આવા ટાણે સર્જાય છે આ સુંદર લોકગીત. ગીતના શબ્દો સાંભળીશું ત્યારે સમજાશે કે મહાદેવજી પ્રથમ પ્રસન્ન થાય છે ત્યારે સ્ત્રી કહે છે ‘આવ્યા તમે અણમોલ’ – આ અભિવ્યક્તિ એના મનગમતા પતિ માટે હોઇ શકે. પછીથી સ્ત્રી કહે છે કે ‘પારવતી પ્રસન્ન થયા ત્યારે આપ્યો હૈયાનો હાર’ – આ અભિવ્યક્તિ એના લાડલા દીકરા માટે હોઇ શકે. એવો દીકરો કે જેને માતા હંમેશા હૈયે ચાંપીને રાખતી હોય એ હૈયાનો હાર ના કહેવાય તો બીજું શું ? એ સ્ત્રી માટે પતિ અને પુત્ર બંને દેવનાં દીધેલ છે, નગદ નાણું છે, ફૂલ વસાણું છે. આ ગીત ગાઇને સ્ત્રી પોતાના બંને દેવના દીધેલને વ્હાલથી સૂવાડે છે.

હંસા દવેએ ગાયેલા ગીતમાં શરૂઆતના બે અંતરા છે. લોકગીત હોઇ એમાં variations હોવાનો સંભવ છે. બાકીના શબ્દોમાં બાળકના લગ્ન, એની ફોઇ (ફૈ) નો પણ નિર્દેશ છે.
સ્વર : હંસા દવે

tame mara dev na

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,
પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે…..

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..

ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..
( આભાર : અમીઝરણું )

120 replies on “તમે મારાં દેવનાં દીધેલ છો”

  1. મને પોધો પોધો પાર્અને મારા બાલુદા વનરાજ
    want lyrics for this – if anyone has it will
    be much appreciated.

  2. very nice halardu ,after many days now i found on it.I am so pleasurd,some years ago i heard on serial Kyonki Saas ………
    now i felt.it shows love between mon and son how far mom loves her son. but how can i download this HALARDU?
    GUIDENANCE ME..
    THANKS

  3. હાય,ચિરાગ તરફ થઇ આપ્ને નમ્સ્કાર મને આપ્નુ સોન્ગ તમે મરા દેવ ના દધેલ શ્હો
    એ મારુ મન્પ્શ્ન્દ સોન્ગ શે મારે એ કોઇ પ્ન હાલે દ્દાવુન્લોઅદ ક્ર્ર્વુ શે તો આપ્ને નમ્ર વઇન્તિ ;આપ્નો મિત્ર ચિરાગ્

  4. થેન્ક્સ Jayshree
    હુ ઘના દિવસ થિ આ હાલ્રરદુ શોધતો હતો.
    થેન્કસ ફરિવાર….

  5. i am looking for the shambu charne padi maangu gadi re gadi kasht kapo daya kari darshan shiv aapo lyrics… i mean i had the book of all the stutis and stuff from the mandir here in the US but i gave it away to someone and now im stuck… i cant read gujarati so i would prefer to have them in english… thanks to anyone that can help me… i mean growing up here in the US i have not forgotten to do my puja aarti every morning so i really need to english verison of shambu charne padi lyrics… thanks….

  6. Its really heart touching song. I need this song in mp3 format, would you please send me on my email id?

  7. iget my son just now .i realy proud of god .god give me a beautiful son.this halrdu my son mate j chhe. tevu lage chhe.

  8. Fantastic song but i m affried that i can not dowanload it plz infom me from where i can get this song?

  9. વર્શો પહેલા એક્વર સાંભળેલું – Thanks a lot for posting this. Please see the webpage never expires.

  10. આ અવાજ… અને એમા રહેલુ માતાનું વ્હાલ.
    ગજબ છે.
    વર્ષો પહેલાં સુરત માં સાંભળેલું,

  11. I became father of a Baby Boy on this 12th Dec, 2009 and I had heard this song in one of the Hindi Serial & I liked the son but when I heard this song today I simply loved it & I was deeply touched with the lovely lyrics used & the way the lady has Sung it, its lovely.
    I started crying as when the song was moving ahead I was imaging my Betu in my hands and its very touchy.

  12. thanx a lot ….
    but will U please mail this song im mp3 to my mail address

    i looking for this song from last 1 year !
    thanx

  13. Mane aa halardu bahu j game che. thank you mane sambhadwa malu. i am very happy. hu pan mara bhai ne aaj halardu gaai suvdavti hati. te yaad aaje aavi gai. thank you lot. ane mare dikro maro ladakvayo lyrics joiye che pls. find it google website.

  14. thanks a lot ands u will not believe it i m so thankfull too you for this as i m blessed witha baby boy just few days abcka nd i wanted this since sucha long time……just knew few lines and learnt the complete today………….

  15. i love this song! my maa used to sing when I was a kid.. I have been searching for this song for so long! Anyone has complete song? I would luuuuuuuuuuuuuuuv to have complete song in mp3 format… I will be soooooooooo thankful to you!

    Thanks
    Mihir

  16. પ્રતિ કાવ્ય

    પ્રતિ કાવ્ય

    તમે મારાં સાસુ ના દીધેલ છો, તમે મારાં પરણિ લીધેલ છો,
    આવ્યાં ત્યારે સખ્ણા થ્ ઇ ને રો’ !
    ફેરા ફરુ ઉતાવળી ને કરિ બેઠિ હુ ભુલ્ ;
    પારવતિ પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

    તમે મારું છાપેલ નાણું છો, તમે મારું ફૂલ ડૉલરિયુ નાણૂ છો,
    આવ્યાં ત્યારે અમર થઇને રો’ !
    ઍડીસન જાઉં ઉતાવ ળૉ ને લૈઆવુ સોનાની લગડી
    ઉાંમર લાયક્વતી થિયાં ત્યારે માએ મુકિ તગડી– તમે…..

    જોબ મા જાઉં ઉતાવળૉ ને લૈ આવુ પગાર્
    ઘર્ર્મા બેઠિ બ્રેડાતોડૅ એવિ મલિ નાર્– તમે…..

    લે ઇ ક પાસે બ્રિજટોન નામે ઍક ગલ્લિ
    ત્યારે એક લેલો ને ઍક્લ લલ્લિ – તમે…..

  17. મને મારા ભાણિયા માટે દેવર ના દિધેર છો, એ સોન્ગ ડાઉન્લોડ થતુ નથેી.

  18. મે આ લોરિ બધે શોધિ ચેવતે અહિય મદિ.હુ મરિ મા થિ કોસો દુર ચુ.આ સમ્ભ્દિ ને એના નજિક હોવ એવુ લગ્યુ.
    તમારો ખુબ ખુબ આભર્.

  19. Hello Jayshree,

    I want to listen song “મે તો મતકિ મા મુક્યુ અન્તાસ ઘેલિ ગોવરન ” I have searched and requested this song on Several website but didn’t get success. I hope i can here this song on this website. It is very goo song. so please arrange this song for me. I request to you please send this songs to my E-mail immediately.

    Thanks in Advance.

  20. Hi,
    can any one write the meanin gof the song.Actually i am not gujarathi.But i lovethis song.Your help will be appreciated.
    Thank You.

  21. બાપા સિતારામ

    મારુ નામ ધર્મેન્દ્રસિહ. મને આ ગિત બહુ પસન્દ આયુ અને જિને આ ગિત મુક્યુ બહુ સરસ કામ કર્યુ. મારા મમ્મિ દિસેમ્બેર ૨૦૦૭ દેવ્લોક પામ્યા ને મને આ ગિત સામ્ભલિને બહુ યાદ આવ્યા. હુ અત્યારે ઓસ્ત્રલિઆમા ચ્હુ ને મેનેજમેન્ત નો અભ્યાસ કરુ ચ્હુ.

    આપનો ખુબ ખુબ આભાર

  22. hi’
    thank you very much for this halrdu i am very happy. i want some more halrda so please hepl me.

    thanx
    ekta desai

  23. Hallo

    I like this songs, This song thuch to my hart, My wife, My daughter is also like to songs, I request to you please send this songs to my E-mail immediately.

    Thnaks

    PRANAV SHAH

  24. Not able to hear the complete song. Able to hear only first stanza. please make sure we are able to listen this beautiful halradu completely.
    Thanks

  25. i heard this poam from my grandma and nowadays i’m using same for my son “Aditey”. I had only remember first stransa ..thank you very much .. i’m missing my dadima so deeply… let me cry…

  26. hey i want the whole song…can sombody post it..so i can download it ..or atleast i can listen to it on this website.

  27. મને મુકેશ કુમર ન અવાજ મા ઓ નિલ ગગન મન પન્ખેરુ ગિત જોવે ચે મલિ શક શે?

  28. મ્ને આ લોક સાહઇત્ય ખુબ ગમયુ, હુ આ મારા ગુરુ ને અર્પઇ રહઇ ઊ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *