જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ
એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ
આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ
શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ
એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ
કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણનો વસાહત થઇ ગઇ
એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ
SUPERB THOUGHT!
સ્મરણ ની વસાહત…
વાહ વાહ
એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ…
-બહોત ખૂબ…
ઉર્વીશ વસાવડાના શિરમોર શેરોનું સંકલન માણવું હોય તો લયસ્તરો પર એક લટાર મારવી રહી:
http://layastaro.com/?p=666
એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ
ખરેખર,
પોતાના માટે તો સહુ કરે,
બીજાના માટે કૈક કરો તો,
જીંદગી અવસર થઇ જશે.