જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર

ચાર વર્ષ પહેલાના Mother’s Day પર આપને સંભળાવેલું, અને ત્યારથી ટહુકો પર ગૂંજતું આ ગીત… આજે માધ્વી મહેતાના સ્વરમાં ફરી એકવાર…! આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે Mother’s Dayની રાહ ન જોવાની હોય – તો યે.. આજે એકવાર ફરી કહી દઉં.. – I love you, Mummy 🙂

આપ સૌને Happy Mother’s Day..!

સ્વર : માધ્વી મહેતા

******

Posted on: May 12, 2007

આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત transformation થતું હશે તો એ એ કે કન્યા જ્યારે મા બને છે. એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે…ફક્ત એના દેવના દીધેલને માટે. અને આ transformation એવું કે જીવનપર્યંત એ મા જ રહે છે. ૯ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલાય તબક્કાઓમાંથી પસાર થાય છે, ફક્ત એના બાળકના વિકાસ માટે! આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્ક્રુતિ જીવતી છે! અને એ માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે ભગવાન સુધ્ધાંને માતા કહીએ છીએ. અહીં અમેરિકામાં આજનો દિવસ મધર્સ ડે છે, જ્યારે ત્યાં ભારતમાં હર દિવસની સવાર બાળકો માતાને માત્રુદેવો ભવ કહીને રોજેરોજ માત્રુદિન ઊજવે છે….ત્યારે એ નિમિત્તે આજે આપણે આપણી માતાને કહીએ કે “જનનીની જોડ સખી નહી મળે રે લોલ”.

પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ મધુરુ ગીત શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એ કરેલી વાતો, એક-બે કાલ્પનિક પ્રસંગોની રજુઆત….. ખરેખર આંખો ભીની કરી જાય છે.

.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

(આભાર : ફોર એસ.વી. )
———————————

ફરમાઇશ કરનાર મિત્રો : ઊર્મિ , હિરલ, રમિત, આરિફ

118 replies on “જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર”

  1. શ્રિ બોટાદકર નિ આ ક્વિતા મારા શિક્શણ કાળ દરમ્યન મે વન્ચેલિ અન્ને મોઢે કરેલિ આવુજ એક બિજુ કવ્ય પણ યાદ આવેછે તેના સ્બ્દો આમ હ્તાઃ- હ્તો હુ સુતો પારણે પુતર નાનો,રઙુ તો છાનો કોણ રાખ્તુ,માહાહેત વાળિ દયાળુ માજ તુ.

  2. ટહુકો મારા કુટુંબના સભ્યોમાં સામેલ છે. ૫ણ એને નેટની બહાર કાઢી શકાતો નથી.

  3. Me and my wife were searching for the right tunes of this poem and we are so delighted to listen to this sung by Madhuriben.
    You have wonderful collection of Gujarati songs and poems.
    Wonderful job.
    Thanks.

  4. MAA ” EK EVI DHAAL JE TAMNE KADIY NA VARTAY KE MARI CHAATI UPER CHAI–PAN JAYERE TAME GUAMVO TYARE J TENA GUMAVAVA NO BEHAD AFSOS THAY–THETIJ KADI NA ANUBAVATI DHAAL JE SADA TAMNE RAKHE CHAI TENU APMAAN NA KARSHO–2..PATNI E PAYELO JAVANI NI NO NASHO CHALKAY NAHI ANE MAA NI MAMTA E PIVDAYELA DHAAVAN NI LAAJ JAAY NAHI TE KHAAS DHAYN RAKHVU–NIKUNJ KANASAR–WITH MOTHER–SINCE-20.YEARS.FIND MOTHER IN ALL MY MOTHER AGE WOMEN..

  5. jyare maa hajar hoy che koyno darr nathi lagto, pan aaje eni ger hajri ma andar ne andar khavato jaau chu.
    Maa nu sthaan koij na lay shake. kehvay che koi ne bhulavvu hoi to potane koi pan kaam ma vyast kari devu, pan mane to darek kaam maa mari maa ni jini jini tippani(suggestion) ane emno vhaalj dekhay che.

    Mane aa madhviben e gayelu geet waali cd jove che kyanthi mali shake te janavsh, ane mane ek geet “yaad aave mori maa yaad aave mori maa, janam daata janani mori yaad aave mori maa” maltuj nathi google par bahuj gotyu krupa kari e pan madad karsho.

    thank you very very very much to every one

  6. હુબજ સરસ મને ઇ ગેીત દોવ્ન્લોઅદ કર્વુ ચે હુ કેબવિ રિતે કરિ શકુ?

  7. ખુબ ભાવુક ગિત સાભદવા મલિયુ,આભાર તમારો……….

  8. જયશ્રીબેન્ લગભગ ૫૦ વરસ પચ્હી આ કવિતા , ઉર્મિગીત સામ્ભળિને રુઁવાડા ઉભા થૈ ગયાઁ..તમારો ઘણો આભાર્…

  9. હુ જ્યારે આ કાવ્ય સાંભળુ છુ ત્યારે મારુ રોમ રોમ પુલકિત થાય છે…
    માતૃદેવો ભવ ! ની ભાવના સદા રહો !

  10. ખુબ્સુરુત ગિત ચ્હે હર્દય્સ્પ્ર્સિ વેર્ય ફિને

  11. માધવીબેનના અવાજમાં સાંભળવાની બહુ જ મજા આવી. મારે માધવીબેનના અવાજની સીડી લેવી છે તો સીડીનું નામ આપવા નમ્ર વિનંતી.
    આભાર સહ.

  12. બહુ જ સરસ .mother’s day આવે વર્ષ મા એક વાર…

    પ્રેમ વરસે બાર માસ …

  13. Thank you, Jayshreeben,I heard this ‘Geet’ after so many years,and I went into my old school days when I was studing this as poem.Really there is no one to plase ‘MOTHER’.
    Bansilal Dhruva

  14. વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
    માડીનો મેઘ બારે માસ રે …
    જનનીની જોડ સખી, નહીં જડે રે લોલ…
    Mother’s Day વર્ષે એક વાર
    “બા” તો બારે માસ!

  15. ‘MAATRU-DIN’ AAPANE TO ….ROJ ROJ KETALIY VAKHAT…EHSAAS KARIE…
    UJAVNEENI TO TENAATHEE ALAG THAYELAANEJ VADHU HOY!…CHHATAANY….
    AVASAR TANKANE POST MEANINGFUL ‘CONTENTS’NE KAARANE GAME. AABHAAR.-La’Kant.

  16. after comming to USA, on 1st mother`sday, my daughter didnot wish me anything.when I asked her,why you don`t even wish me?
    she said `MA` for us EVERYDAY is a mother`s day!! not just one day in a year!and I loved her answer..in our culture there is nothing like `motherhood`.jayhreeben, thanks for giving this song.

  17. સૌની સાથે મારો સુર પુરાવુઁ છુઁ.
    માતૃદેવો ભવ !માને નમન !!
    માધ્વીબહેનનુઁ ગાન ગમ્યુઁ.આભાર !

  18. જનની જન્મભુમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસે….દુર મા ના હાથમાં હસતુ બાળક જોઈને યાદ ક્યારેક તરી સ્મ્રુતિપટ પર..યાદ તો હંમેશા “બા”ની જ રહેશે
    પંપાળતા હાથના સ્પર્શની ભ્રાંતિ રહેશે..દુનિયાદારીમાં વફાદારીને ઈજ્જત ક્યારેક મળે છે પણ “મા” ના ચરણોમાં તો અરે જન્ન્ત જ મળે છે..!!!

    ઉપર જિસકા અન્ત નહી ઉસે આસ્માં કહતે હૈ, જહાંમે જિસ્કા અન્ત નહી ઉસે મા કહતે હૈ…ચલો ચલે મા કાંટો સે દુર કહીં સપનોકે ગાંવમે, ફુલો કિ છાંવમે…

    ભુલોભલે બીજુબધુ મા-બાપ ને ભુલશો નહી…!!નમ્રવન્દન મમ્મી તથા બા ને…અને જગ્દંબા ને કોટિકોટિ પ્રણામ…!!!

  19. Beautiful composition of a well-known poem. Thank you. Today is Mothers Day 2011. A most befitting tribute to our most loved Mothers.

  20. આજ ના કલિયુગ મા મા..જનનિ નિ સુન્દેર રજુઆત્ આજ ગિત ને શબ્દ મા ફેર ફાર વગર નવિ જનરેશન ને રસ જાગે તે માતે શુ કર્વુ?

  21. મા…..આ શબ્દ જ્યારે નાનો છોકરો બોલે….મા ની નજર તેના પર પડે….અને પછી જે માં તેના બાળક ઉપર વહાલનો વરસાદ વરસાવે છે…તે બાળક કેટલો ભાગ્યશાળી હશે…..દુનિયાની કોઈ પણ મા આખરે મા જ છે……

  22. મૈ હજુ થોદ દિવ્સઓ પહેલ આ કવ્ય સમ્ભલ્યુ હતુ અને આજે પહેલી વાર સાંભળી આંખો ભીની થઈ ગઈ.

  23. “મા તે મા…બિજાબધા વગદાના વા…” શુન લખ્વુન એજ સમજાતુ નથિ..૧૯૩૨ મા મુમ્બૈ મા જન્મેલો..૧૯૩૫ મા મોર્બિ મા મા ગુજરિ ગૈ…ફરિ પાચ્હો..મુમ્બૈ મા…મારિ શુન દશા થૈ હશે?..ીક બહેને આગિત ગાયુન ચ્હી..કોન હશે? મારિ મોતિ બહેન નેજ્..યાદ હશે..જરુર્થિ..આપ્નિ પ્રસ્તવના..વાન્ચિ અને..બિજિ કોમેન્ત્સ વાન્ચિને…માત્ર..રુદન્ અશ્રુસહ્.ે જ્..વિચાર્.ક્યન હશે.શુન કર્તિ હશે?ભગવાને સ્વપ્નામાજ કેમ મોક્લેચ્હે..માને?

  24. wah….! very nice…. ek ek shabda ane swar sidhdhoj hriday ma utari jay chhe. very good thanks very much to all over our gujarati tahuko,, best compliments to tahuko team.. from MANOJ KHENI, surat.

  25. આ કવિતા માત પ્રત્યેના પુત્ર પ્રેમનુ નવનિત . માતાનો સાચો પ્રેમ જેને પ્રાપ્ત થયો હોય તેનિ આખો આ ગેીત સાભરતા જરુર્
    ભિનેી થાય્

  26. બહુજ સરસ મા થી બીજુ કોઈ સરસ આ જગત મા નથીજ

  27. I lost my mother when I was a teenager. This is heart warming song and seating thousands of miles away from “home”, listening this song I get teary eyes.

  28. ઇત્સ સિમ્પ્લ્ય ુપેર્બ !! મત એ તો કુદરત નિ આ ધર્તિ પર નિ સર્વ શ્રેસ્થ ક્રુતિ ચ્હ્

  29. મા યાદ આવે પછી કોઇ જ યાદ આવતુ નથી.મને મારી માની યાદ રડાવી ગઇ….

  30. Thanks, Tahuko for bringing tears.

    Thanks, Dr Jayant for prsenting scientific version of ” Jananino Jod Nahin Jade “, not even from father, who is equally responsible. I read this portion over to my children.

    Thanks.

  31. મેં મારા ગામ્ના કિવ ની આ ર્ચ્ના અનેક વ્ખ્ત સાંભ્ળી હોવાથી મ્ને આ ર્ચના સાથે લગાવ છે. મે પ્ણ નાન્પ્ણ્મા મારી માતા ગુમાવી છે એનું દુખ પ્ણ છે.જેની હુંફ મ્ળી ન્થી એનુ દખ હોય જ્….

  32. આ કાવ્ય બહુ વર્સો બાદ સાભળ્વા મલયુ. આનદ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *