એમ પૂછીને થાય નહીં પ્રેમ -તુષાર શુક્લ

દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ, પૂછીને થાય નહીં પ્રેમ..!!

કેસેટ પર લખેલા આટલા શબ્દો વાંચ્યા પછી કોઇક જ એવું હશે કે જેણે એ કેસેટ પાછી શેલ્ફ પર મુકી દીધી હોય..

અને હવે તો કવિ સાથે વાત કરવાનો લ્હાવો પણ તમે લઇ શકો છો – બસ એક ક્લિક પર : morpichh@yahoo.co.in

‘તુષાર શુક્લ’ની આ કલેકશન જો હાથમાં આવે તો છોડતા નહીં, હોં ને.. :)

1) પૂછીને થાય નહીં પ્રેમ (નવભારત)
2) મારો વરસાદ (નવભારત)
3) આ ઉદાસી સાંજની (નવભારત)
4) અક્ષ -a compilation of self composed garba(નવભારત)
5)તારી હથેળીને (વિશાલ પબ્લિકેશન, મુંબઇ)
6)evening-coffee table book(35mm-sanjay vaidya)

સ્વર: શ્યામલ મુનશી
સંગીત: શ્યામલ – સૌમિલ

(’હસ્તાક્ષર’ આલ્બમમાંથી સાભાર…)448262173_102aa8901d_m

.

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

86 replies on “એમ પૂછીને થાય નહીં પ્રેમ -તુષાર શુક્લ”

  1. ઘણા સમયથી આ ગીતને શોધી રહયો હતો .આજે આ ગીત મને મળી ગયુ.
    આભાર.
    મને અા ગીતનું Mp3 મળે તો વધારે સારૂ.

  2. ZAVERI OF MOTHER TOUNG………………………………………………………….DIL BAG BAG HO GAYA

  3. ખુબ જ સુન્દર રચના.હમના જ એક અલગજ પ્રકાર નો પ્રોગ્રામ માનયો. ખરેખર દિલથિ રચના કરિ.

  4. સુન્દર રચના
    કોઇ વહાલા ને ભેટ આપવી હોય તો આના થી સુન્દર કાઈ નહી…..

  5. Dear Trusharbhai oha I am so sorry ke aa geet aamoe laghbhagh 50 thi vadhu vakhat sambhalyu hashe j ane recommended to MANY..Comments j karvani Rahi gayi…….Extremely sorry..thnx aaj Amara Vahala Bahen sam Neeranjana Kaushike Razu karyu ane aamone STRIKE thayu…
    Aa j geet mane barobaar j yaad che Bansari Vora from Bombay mari ati LADKI DIKARI e gifted..at that time I listen this FIRST..on that Day Only minimum 5 times repeatedly…..That was about 3 years back when I newly joined FB…..
    till then I shared 4-5 times..jyare Sambhalo..Naveen ..
    Bhai Vivek taylor ji ni Comments mano MRUSHAL shabda No Samazanno….oha but MUST be UNIQUE MEANING..
    God Bless You..u r Whole TEAM….Sugam sangeet amar Raho…
    Jay shree Krishna..
    Sanatbhai Dave….(It’s 9.30AM 7.4.12.Sat..USA….)

  6. ઉપ્કાર આપ્નિ આ તહુકો નો કે જેને અમ જેવ યુવનો ને ગુજરાતિ સાન્સ્ક્રુતિ થો જોદ્દિ રાખ્યા પલિસ્સ એક ઘઝલ દુબતિ રાતે સુરેશ દલાલ નુ જો સામ્ભદવા મડિ જઐ તો ધન્ય થૈ જવઐ આ માતે હુ ચેલા ૨ મહિના થિ આપ્ને વિન્વુ છુ તો પ્લિસ આ અમરા યુવાનો નિ માન્ગ ને ધ્યાન મા લઐ જોવેને

  7. હુ એક ગુજરાતિ એવોર્ડમા ગયો હતો ત્યા આ ગિત સામ્ભ્લ્યુ હતુ .. ખુબ જ આભાર તહુકા નો જેમા આ શોધ પુર્ન થઈ..અને આ રચ્ના મા કવિ એ ખુબ જ સરસ મજાનુ કલ્પ્ના ચિત્ર રજુ કર્યુ છે અહિ એક કવિતા ન સ્વરુપ મા..

    facebook.com/ushant gosai
    Actor & Model
    Gujart
    India

  8. હું હમેશા ગુંચવાઈ જાઉં છું – પ્રેમ બોલાય કે પ્રૅમ (બૅંક ની જેમ્) ? કોઇ જણાવશો ?

  9. હુ શ્યામલ અને સૌમિલ મુન્શી ના કાર્યક્રમ “બે સ્કુલ હળવીફૂલ” જે સુરતમા હતો, એમા ગઈ હતી. એના ગીતો માણવાની ખૂબ મજા આવી હતી, પરન્તુ હવે એના ગીતો શોધ્યા મળતા નથી. તમે મદદ કરી શકો તો ખરેખર આભારી થઈશ. ટહુકોએ ગુજરાતી સન્ગીત માટેની અપેક્ષાઓ વધારી દીધી.

  10. ખુબ જ અદભુત અનુભુતિ કરાવવા બદલ………આભાર્ તુસાર ગુરુ… It is so wonderful to meet u smtime….awasm….
    I know it is impossible….

  11. હમણા વડૉદરાની ‘પોલો ક્લબ’ માં રુબરુ થવાના યોગ રચાયા,મનગમતા રચનાકારને જોઈ સાભળીને અમે મઘમઘતા’તા ત્યારે મિત્રો કહે ચાલો મળવુ હોય તો,મે કહ્યુ,રસ ના તો બસ ચટકા,કૈ કુન્ડા થોડા હોય! હસ્તાક્ષ્રર આલ્બમની આમારી ઓળખાણ આટલી ફ્ળી એમા જ મને તો અહોહો થઇ ગયુ’તુ.મનને મોહિ લે એવો શબ્દવૈભવ.

  12. Tushar and i was friend and both are nabour once upan a time when i was stay in Suryoday society at Nayak’s banglo at that time i was not think that i have to hear my friend’s songs ,today i proud that my friend is at this stage,to day i am at sydeny ,Aus.to my doughter’s house to spent my vaction time,but when i heard this songs on tahuko.com i remember my past days,which we had enjoy togather tusar if you have time then mail me we will meet and “thodi vat chit karisu” ok

  13. really nice song. in fact very nice. my sir niraj shah told to listen, he likes this too much. and now me too.

  14. હિતેશ ભૈ, તદ્દન ખરિ વાત્ત….મારિ પન્ દાબ્લિ તુતિ ગયઇ !!

  15. હુ કેટલાય સમય આ ગીત શોધી રહ્યો હ્તો ….ને એ મને આજે મડી ગયુ
    આભર ટહુકો.કોમ્.

    મને આ ગીત બહુજ પસન્દ છે.

    અતુલ યાદવ

  16. ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
    મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.

    હીમ્મત કરીને કહી દેવુ પડૅ

  17. મને તો તુષારભાઈ રોજ મળે છે,તોય મારાથી હસ્તાક્ષર માગી શકાતા નથી પણ એમને જોઉ ત્યારે આ રચના સામ્ભળી લઊ છુ

  18. live long tusharbhai…..awesome combo…shyamalbhai & saumilbhai u both r proud of C.N.VIDYAVIHAR…fantastic..!!

  19. બહુ સરસ સાચી વાત છે પુછીને થાય નહીં પ્રેમ તમારો અવાજ બહુ સરસ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *