નદીની રેતમાં રમતું નગર મળે ન મળે – આદિલ મન્સૂરી

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય.

આકાશેથી અમદાવાદ ( ફોટોગ્રાફી – પરેન અધ્યારુ )

.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

————————————

જ્યારે અનિવાર્ય સંજોગોમાં એમણે પોતાનું વતન અમદાવાદ છોડવું પડેલું ત્યારે એ સાબરમતીની હવાને શ્વાસોમાં ભરતાં ભરતાં એમના હૃદયમાંથી ઉઠેલી એક તીવ્ર ચીસ, એટલે આ ’મળે ન મળે’ ગઝલ!! જે આજે તો એમનાં નામનો પર્યાયસમી બની ગઇ છે. જ્યારે આ ગઝલને કોઇ પણ વાંચે છે ત્યારે એમની વેદના આ ગઝલમાં અચૂક અનુભવાય છે. બર્મિંગહામનાં એક મુશાયરામાં જ્યારે એમણે ‘મળે ન મળે’ ગઝલ રજૂ કરેલી ત્યારે કાર્યક્રમને અંતે એક બહેને આવીને એમને કહેલું, ‘આદિલભાઇ, આ કાવ્ય સાંભળીને હું રડી પડી.’ ત્યારે અત્યંત સાહજિકતાથી એમણે કહેલું કે ‘બહેન, મેં એ રડતા રડતા જ લખેલું!’

( આભાર : ઊર્મિસાગર )

આજે કવિશ્રી આદિલ મંસૂરીના જન્મદિવસે આપણા બધા તરફથી એમને હાર્દિક શુભેચ્છાઓ.

62 replies on “નદીની રેતમાં રમતું નગર મળે ન મળે – આદિલ મન્સૂરી”

  1. The touching musical composition and excellent rendering by Purushottam have contributed immensely to making the exquisite ghazal pulsatingly painful,touching the veru quick of the heart. That too should be acknowledged by versatile connoisseurs.

  2. …બહુજ સરસ રચના…. અમેરિકામા ભારત યાદ આવિ ગયુ…

  3. ૧૯૮૧ ના may માસ મા મદ્રાસ કાયમ માતે choodyu tyare ane aje paan aa geet heart maa vasse che ane mane maru saher choodwa no vasvaso che

  4. વાહ પુરષોત્તમ ભાઈ !
    મેં આ ગઝલ મારી ફિલ્મ ”કંકુ પુરું માં અંબા ના ચોક માં” ના ક્લઈમેક્ષ માં ઉપયોગ કરી છે. ગાયક – પાર્થિવ ગોહિલ, સંગીતકાર – ઇકબાલ દરબાર.
    સ્વ. આદિલભાઈ એ એકપણ પૈસો લીધા વગર આ ગઝલ વાપરવાની રજા આપી. પણ ફિલ્મ રીલીઝ થાય એ પહેલા એ જ નવા નગર જવા ઉપડી ગયા. એમને શ્રદ્ધાંજલિ.

  5. hello jayshreeben,
    i m maulik panchal and i have written a guj poem. i dnt knw wheather its good or nt if u allow me 2 send it to you. yhen please reply me…

  6. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
    પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

    પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
    આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
    સાહેબ માદરે વતન નિ યાદ આવિ ગઇ,,,,,,

  7. આપણા સૌ ગુજરાતીઓ નુ હ્રિદય ધબક્તુ કરિ દે તે આ કાવ્ય મા છે………….

    આખે આખુ કાવ્ય જ સુન્દર છે………………

    લખી લો હાથ મા ………..ફરી થિ આ પળ મલે ના ………….

    નજર ને નીચી કરી …….સલામ્………

  8. વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
    ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

    I am writing in English because i do not know gujarati typing…and i cannot express the feelings in english………… as the spirit of the poem is toching every spandan(?) of my nerves . in the voice of purshottambhai it vibrates on my smritipat(?)……..

  9. Yadon Ki Barat Nikle Hai Dil Ke Dware. My first visitto India was for marriage, 1973. After marriage I left India scond time, flight was cancelled and went to see movie, Yadon Ki Barat. This gazal brings all memories good and bad. I continually feel that most of us are leaving two lives one is here and constntly our heart and mind is back with our matrubhumi. One of the gentleman from Africa mention that we should go back to India. If I recall ther is a movie, Sunil Dutt and Smita Patil, both of them are doctors. They were in U.S. and he leaves the country by sying Bulawa AAya Hai. She stays here.Why can’t we do that? What is holding us here? Our greed, our love to our children, and/or we are spoiled here with so called luxury/comfort. I hope, I have not offended to any one, if I did please accept my sincere apology, It is not my intention.

  10. Many time we feel that we should go back and server to our motherland. All those we are out of india , they are missing india very much. At last ame amdavadi , ame amdavadi -tks

  11. આદિલની ગઝલોનો આનંદઃ ૭

    વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ,
    અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

    આદિલજીના “મળે ન મળે” પુસ્તકમાંની ગઝલ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ નો આ છેલ્લો શેર એમના જીવનનો શિરમોર શેર છે.

    આદિલજી સાથેના મારા પરિચયની શરૂઆત આ શેરથી થએલી અને ધીમે ધીમે હું એમની સાથે આત્મિયતા અનુભવવા માંડેલો. એ અનુભવ મને જીવનભર યાદ રહેશે.

    નિમિત્ત બન્યા મારા મિત્ર ઈશ્વરભાઈ પટેલ અને અશરફ ડબાવાલા. શિકાગોમાં અમારા ઘર પાસે રહેતા ઈશ્વરભાઈએ એમના પુત્રના છૂટાછેડા અને એને લીધે ત્રાસ પામતાં નિર્દોષ પૌત્ર પૌત્રી વિષે અમદાવાદથી રજનીકુમાર પંડ્યાને અમેરિકા બોલાવી “પુષ્પદાહ” નામની નવલકથા લખાવી હતી. ઈશ્વરભાઈને મેં પ્રેરણા આપેલી અને મદદ પણ કરેલી. “પુષ્પદાહ” નું એપ્રિલ ૧૯૯૬માં ન્યૂયોર્કના ગુજરાતી સમાજના કાર્યક્રમમાં વિમોચન થવાનું હતું. ઈશ્વરભાઈ સાથે હું ન્યૂયોર્ક ગયો અને એ, રજનીકુમાર અને હું એમના સગાને ત્યાં ન્યૂ જર્સીમાં રહ્યા.

    ગુજરાતી સમાજના કાર્યક્રમમાં મુશાયરો પણ હતો. “પુષ્પદાહ” ના વિમોચન વખતે હું બોલેલો એટલે મુશાયરા વખતે મને મંચ પર બેસવાનું મળ્યું. આ લખું છું ત્યારે મે ૩, ૧૯૯૬ના “ન્યૂઝ ઈન્ડિયા ટાઈમ્સ” માં પ્રગટ થએલી મુશાયરાની તસ્વીર મારા ટેબલ પર છે. એમાં જમણી બાજુ પહેલા છે આદિલજી, અને પછી છે શકુર સરવૈયા, ઈન્દ્ર ગુહ્યા, ચન્દ્રકાન્ત શાહ, અને ગિરીશ પરીખ. (સાથે મારાં કેટલાંક કાવ્યો હું લઈ ગએલો પણ મને એ વખતે કોઈ ઓળખતું નહોતું એટલે કાવ્યપઠનની તક મળેલી નહીં. એ તકો પછી મને અશરફે શિકાગો લેન્ડમાં યોજેલા મુશાયરાઓમાં મળેલી — આદિલજી એમાંના ઘણા ખરા મુશાયરાઓમાં મુખ્ય શાયર હતા એ મારાં સદભાગ્ય.)

    આદિલજીનાં પ્રથમ દર્શન થયાં મને એ ન્યૂ યોર્કના મુશાયરમાં. એમની ગઝલોનું પઠન રાત્રે મોડે થવાનું હતું. ન્યૂ જર્સીના અમારા યજમાનને ત્યાં બહુ મોડા ન પહોંચાય એટલે અમે વહેલા નીકળી ગયા અને આદિલજીને સાંભળવાનો લહાવો મને ન મળ્યો!

    પણ નીકળતી વખતે મારી નજર એક મોટા અક્ષરોમાં લખાએલી સાઈન પર પડી. આદિલજીને મે ૧૮, ૧૯૯૬ના રોજ ૬૦ વર્ષ પૂરાં થતાં હતાં, અને એમના થનારા સન્માન સમારંભની એ જાહેરાત હતી. આદિલજીનું મેં પહેલાં નામ સાંભળેલું પણ એમની ગઝલોનો ખાસ પરિચય નહોતો. એ જાહેરાતમાં નીચેનો શેર મારા હૈયાને સ્પર્શી ગયોઃ

    વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ,
    અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
    (વધુ આ શ્રેણીના ભાગ ૮-અ માં)

    એક ખાસ સૂચનાઃ બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં. મારાં અગાઉનાં લખાણોની લીંક મેળવવા girish116@yahoo.com સરનામે ઈ-મેઈલ મોકલો. સબ્જેક્ટ લાઈનમાં લખોઃ “આદિલની ગઝલોનો આનંદ”ની લીંક.

    (આ શ્રેણી તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું.
    ઈ-મેઈલઃ girish116@yahoo.com. અલબત્ત બ્લોગો/વેબ સાઈટો પર પણ લખી શકો છો, અને મને એની કોપી જરૂર મોકલશો.)

    –ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, નવેમ્બર ૨૧, ૨૦૦૯
    The original words of Girish in this post: Copyright (c) 2009 by Girish Parikh.

  12. yadone bhari lai a bathma… wah.. bahuj dil ne chot aapti yado ne kadi bhulavi shaketi nathi… koi surajne pucho.. ke kem kirano thi dur thata nathi..
    koi pani ne pucho ke pidha pachi ashntosh raheto nathi..dil ne dil thi jodi dil ni yad kem bhusati nathi…wah.. wah… kya bat hai.. vedana dil thi lage…

  13. yesterday we had P.U. live at hemu gadhvi hall,rajkot. progrme was as usual fantastic. acompnied by Hansa Dave n Himani Vyas. dis song was sung by P.U. and it shook our souls.. Programe was held in memory of Lt. Shri.Bhadrayu Dholakia (Bhadumama) n also publishd book written by him..

  14. મેં અમદાવાદ છોડતી વખતે જે વેદના અનુભવી તેવી વેદના ક્યારેય પણ અનુભવી નથી. આટલું દર્દ તો કોઇ દિવસ અનુભવ્યુ.

    વતન છોડવાની વ્યથા એ વતનને છોડ્યા પછી જ સમજાય છે.

    The pain you feel when you leave your home, your loved ones….you don’t realize until you experience it…

  15. એક વખત આદિલ મન્સુરી સાહેબે ઊર્દુના મશહુર શાયર ફિરાક ગોરખપુરી સાહેબને પુછ્યું કે,
    “ફિરાક સાહેબ ગઝલ એટલે શું?
    ફિરાક સાહેબે જવાબ આપ્યો કે “જંગલમાં હરણની પાછળ શિકારી પડ્યો હોય અને હરણ એવી જગાએ પહોંચે કે જ્યાંથી આગળ જવાનો રસ્તો ન હોય અને શિકારી પણ ત્યાં આવી ચડે ત્યારે હરણનાં મોઢાંમાંથી જે અંતિમ ચીસ નીકળે તે ચીસ એટલે ગઝલ.
    પોતાની હાજરજવાબી માટે જાણીતા આદિલસાહેબે તરત જ પુછ્યું કે, “ફિરાક સાહેબ શું તમારી ચીસ નિકળી છે ?
    ફિરાક સાહેબે જવાબ આપ્યો કે ” ના મારી ચીસ નિકળવાની બાકી છે.
    મારે કહેવું એ છે કે ભલે ફિરાકસાહેબની ચીસ નીકળવાની બાકી હોય પરંતુ “મળે ન મળે” ગઝલમાં આદિલસાહેબની ચીસ નીકળી ગયી છે.

    પરંતુ હવે તો આદિલ સાહેબની ફકત યાદો રહી ગઇ છે.

    તારા અવાજનું હવે અજવાળું ક્યાં રહ્યું
    ઘુમી રહ્યો છે ખંડિયેરમાં પડઘાનો અંધકાર.

  16. આદિલ મન્સુરી સાહૅબ જ આ માતૃભુમી પ્રેમ દરશન કરાવી શકે. અમર રહો…….

  17. કદાચ આ ગઝલ વન્દે માતરમ કરતા વઘારે દેશપ્રેંમ વયકત કરે છઍ..

  18. …. આ મીઠી નજર મળે ન મળે.

    ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
    પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

    રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
    પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

    વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
    ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે…

    The pain you feel when you leave your home, your loved ones….you don’t realize until you experience it…

  19. today when ive become a part of the Tibetan freedom struggle, i meet numerous people who have just returned from their motherland which unfortunately is fighting a struggle for existence.
    there are numerous songs which ive come across, depicting the plight of displaced people.
    But this song is what i relate to when i talk wid these people who have crossed over the great himalyas to lead a life in exile.
    when at a protest or a candle light on the streets of hyderabad,i come across their bleonging and hope of going back to their motherland which is also accompanied by the despair of living their motherland. i remember a tibetan friend telling me “i knew i would never be able to make it back to the land i belong to” when i try to imagine their plight, i remember this song.
    i think this song has a greater meaning then simply being a part of the Mushayras and Baithaks in those lawns and Air conditioned Auditorium.
    Great Work, No doubt.

  20. exslent gazal i live in u.k but my in hart ahmedabad. this gazal my feeling. i miss my city very much.thanks aadil sahaab made a wonder ful gazal.

  21. ખરેખર એક અમર રચના..

    જ્યારે જ્યારે પણ અમદાવાદ છોડીને જવાનું થાય છે ત્યારે આ ગઝલ યાદ આવી જાય છે..

    વતન છોડવાની વ્યથા એ વતનને છોડ્યા પછી જ સમજાય છે.

  22. lakhayu pn saras ane gavayu pn saras …..A,BAD MATE KHAREKHAR SACHU J LKHYU CHH6.karan ke have to A’bad ni SURAT j badalai gai chhe

  23. Hey again,

    this in nikit here again. Can you guys also make this song working please….

    i am dying to hear it after almost 2-3 months.

    Thanku
    Nikit

  24. આફ્રિન્!
    what a song….
    full of minute immotions…
    god bless aadil saheb and purushottambhai.they should live for one thousand years.

  25. બહુજ સરસ – મુંબઈમાં શાળાના પાઠ્યપુસ્તકમાં આ ગઝલ ભણ્યો હોવાનું યાદ છે – વર્ષો પછી પાછું વાંચીને અને ખાસતો સાંભળીને ખૂબ આનંદ થયો.

  26. ભરિ લો સ્વસ મા ઍનિ સુગન્ધ નો દરિયો … School Ma bhanta Tyare Aaa Kavya “Sylabus” ma Aavtu ane Aaje Jyare Vatan Chodyu Tyare Aaa Kavya Ketli Vedna thi Lakhayo Hase Aeno Khyal Aave che.Mansuri Saheb Ne Mari Salam….. vaah Shu Sabdo Che …. Vatan Ni Dhul thi Mathu Bhari Le Aadil , Fari Aaa Dhul Umrabhar Male Na Male

  27. વતન છોડવાની વાત આવે એટલે અમેરિકામાં રહીને મુંબઈ કેવું અને કેટલું યાદ આવે છે એ શબ્દો માં વર્ણવવું અતિ મુશ્કેલ છે.
    આંખ અને અંતરને ભિંજવતું ગીત……….

  28. કોઈની જુદાઈ ત્યારે અનુભવાય જ્યારે એની સાથે આપણે તદ્રુપ થઈ ગયા હોઈએ, જોશથી ચોંટી ગયા હોઈએ, ‘કોઈ’ એ ‘કોઈ’ ના રહેતાં આપણી જાત જ બની ગયું હોય, હેં કે નહીં? દરિયાને પૂછો કે એને શું થતું હશે જ્યારે એનું મોજું દૂર જતું રહેતું હશે? દરિયાને તો એમ જ હોય કે હું અને મોજું બસ એકબીજામાં ખોવાયેલાં જ રહીએ. પવન માટે વિંધાયેલી વાંસળીને પૂછો કે એને શું થતું હશે જ્યારે એની અંદર ઓતપ્રોત રહેલો પવન દૂર જતો રહેતો હશે? પર્વતને પૂછો કે એને શું થતું હશે જ્યારે પવનથી ઘસાઈ ઘસાઈને એની માટી દૂર જતી રહેતી હશે? વાદળને પાણીનાં ટીપાં દૂર જવાથી થતું દુખ પણ એવું જ હશે ને? અને આ ધરતી પણ જુઓને- ધરતીના ખોળે હસતી-રમતી, ખેલતી-કૂદતી નદી જ્યારે એનાથી દૂર જતી હશે ત્યારે એકલીઅટૂલી ધરતીનું દુખ? આ બધાં પ્રક્રુતિનાં તત્વો એકબીજામાં તદ્રુપ થયેલાં, પણ એ તદ્રુપતા જ જુદાઈની જન્મદાત્રી બને છે!!

    પ્રકુતિના આ નિયમથી માનવ પણ કેમ ભલા બાકાત રહી જાય? નવ-નવ મહીના જેને પોતાનામાં જ સમાવેલું છે એ નવજાત બાળકને માતા સાથે જોડતો ‘ઓર’ જ્યારે કપાતો હશે ત્યારે માતાની સ્થિતિ કેવી? કે પછી દસ-દસ વર્ષ પોતાના આશ્રમમાં રાખેલ શિષ્યને વિદાય આપતા ગુરુજીનું દુખ કેવું? અને વળી પોતાની સાથે ગાંઠથી જાણે બાંધી રાખ્યો હોય એવા કાળજાના કટકા જેવી કન્યાને વળાવતા માબાપને કેટલું દુખ થતું હશે? આવું જ દુખ જ્યારે વતનને છોડવાનું આવે ત્યારે થતું હોય છે. ધરતી પરનું કોઈ સ્થાન વતન ત્યારે બને છે જ્યારે આપણો ત્યાં “જન્મ” થાય છે, આપણને એ જગ્યા “ધારણ” કરે છે, આપણને જે સહન કરે છે, આપણે જેનો “ખોળો ખૂંદીએ” છીએ, આપણે તેમાં આપણાં મૂળિયાં નાંખી એને ચૂસીને પુષ્ટ થઈએ છીએ, આપણી ઓળખ એ “આપણે’ ના રહેતાં એ જગ્યા બની રહે છે, આપણે એના વિના જાણે પ્રાણ વિનાના, અસ્તિત્વ વિનાના, ઓળખાણ વિનાના, અભિવ્યક્તિ વિનાના બની રહીએ છીએ….એવી જગ્યા એ આપણું વતન! અને એવું આપણું વતન આપણાથી કેમ કરીને છુટે?? આવા વતનને આપણે મા કહીએ છીએ, દિલદારા કહીએ છીએ. અને વતન સાથેના સંબંધ જેવો જ સંબંધ લઈને આપણા જીવનમાં ક્યારેક કોઈ વ્યક્તિ આવે! એવી વ્યક્તિ કે જેના થકી આપણો નવો જન્મ થાય છે, આપણને જીવનના એકેએક શબ્દોનો અર્થ મળે છે, આપણે આપણાં મૂળિયાં એનામાં નાંખીને પુષ્ટ થઈએ છીએ, સંગનો ઉમંગ જેના થકી મળે છે અને આપણું જીવન ઊર્ધ્વગામી બને છે…આવી વ્યક્તિથી દૂર જવાનું અથવા તો વ્યક્તિનું આપણાથી દૂર જવાનું દુખ પણ કેટલું અસહ્ય?

    માનવજીવનમાં આવા “ફીટોફીટ” જોડાણ થતાં હોય છે. આ જગત એકલાનું છે જ નહી, બેકલાનું જ છે. તો ભગવાન! તમે આવાં એકબીજાની ઓળખ, અહેસાસ, અસ્તિત્વ, અભિવ્યક્તિ, અંશ બની ગયેલાંને દૂર કેમ કરો છો? તમારે દૂર કરવા જ હોય તો પેલા પ્રક્રુતિનાં તત્વોને કરોને, માણસોને તો આમાંથી બાકાત રાખો! ભગવાન! આ દૂરીનું દુખ દારુણ હોય છે. ત્યારે ભગવાન કહે કે એ જ તો આ બ્રહ્માંડનો નિયમ છે. આપણી બુદ્ધિ પણ ભગવાનના પ્રતિસાદમાં સાથ પૂરાવતા કહે છે કે દુષ્યન્ત અને શકુન્તલા પણ એકબીજામાં અત્યન્ત લીન થયેલાં છે, પણ કાળ એમને પણ જૂદાં કરે છે. અને જ્યારે દુષ્યન્ત એક સમ્રાટ બની લોકકલ્યાણ કરે છે અને શકુન્તલા પણ ભરતને જન્મ આપી સંસ્કારી અને પરાક્રમી બનાવે છે પછી જ કાળ બંનેને ભેગાં કરે છે- અર્થાત સંબંધની પરિપક્વતા ત્યારે જ શક્ય બને છે જ્યારે ૧. બંને એકબીજામાં તદ્રુપ થઈ જાય અને ૨. બંને થકી આ સૃષ્ટિનું કલ્યાણ થાય!!…..

    પરંતુ દૂર થવાની વેળાએ આ તત્વજ્ઞાન આપણને ગળે નથી ઉતરતું, આપણું મનડું આ philosophy નથી સ્વીકારતું. આપણને તો બસ આ ગીત વારંવાર સાંભળવાનું જ મન થઈ જાય છે, અને ઈચ્છીએ છીએ કે વતનથી દૂર થવાની ઘટના ક્યારેય ના થાય!!

  29. છેલ્લા કેટલાક દિવસોમાં ટહુકાએ આહા કેટલાં સુંદર ગીતો આપ્યાં આપણને- નદીની રેતમાં…મળે ના મળે, સાંવરિયો, ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં, દેવના દીધેલ, જનનીની જોડ, કેમ રે વિસારી…માનવજીવનની સંવેદનાઓને વ્યક્ત કરતાં આ ગીત આજે ટહુકાના શણગાર બન્યાં છે, અને આપણને એની સૂરાવલિમાં રસતરબોળ કરી રહ્યાં છે!!

    અને આ ગીત “મળે ન મળે” તો કેવું ભાવમય છે! સંગીત વિના પણ શબ્દો અને અવાજમાં તાકાત છે એવું આ ગીત!

  30. કવિશ્રી આદિલ મંસૂરીના જન્મદિવસે એમને હાર્દિક શુભેચ્છાઓ.
    હું પણ જ્યારે જ્યારે આ ગઝલ વાંચું છું ત્યારે વતન છોડ્યાની વેદના અનુભવું છું.
    કવિશ્રીએ તેમની એક ગઝલમાં કહેલું-
    ” કોઇના નામનું રટણ ચાલે, જ્યાં સુધી શ્વાસની ધમણ ચાલે. ” કદાચ તેમના વતનના નામના રટણની જ વાત હશે.
    આભાર

  31. આદિલ મન્સુરીની આ રચના મારા મતે તેમની શ્રેષ્ઠત્તમ રચના છે. પણ, પુરુષોત્તમભાઇ કરતાં, મનહર ઉધાસના સ્વરમાં આ ગઝલ શ્રોતા પર વધારે અસર છોડે છે, એવું મને લાગે છે…..

  32. કદાચ અમદાવાદ છોડવાની વેળાએ મન્સુરિ સાહેબની વ્યથાઓ વ્યક્ત થઈ છે.

  33. વાહ.
    વાંચીને લાગણીથી ભીના ભીના થઈ ગયા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *