તમે મારાં દેવનાં દીધેલ છો

ટહુકોના એક મિત્રના શબ્દોમાં આ ગીતનો આસ્વાદ :

સ્ત્રીની સમર્પણ અને મમતાની લાગણી અભિવ્યક્ત કરતું આ સુંદર લોકગીત છે. કોડભરી કન્યા ગૌરીવ્રતમાં મહાદેવજી પાસે પોતાને મનગમતો વર માંગે છે અને મહાદેવજી પ્રસન્ન થાય છે ત્યારે એ અણમોલ રતન કન્યાને મળે છે. કન્યા એને ‘દેવના દીધેલ’ માની સમર્પિત થઇ જાય છે ત્યારે કન્યાને કોઇ મહેલ કે ઘરેણાં કે નાણાં નથી જોઇતા. કન્યા માટે તો એનો સાંવરિયો બથમાં એને લઇ લે તે જ ઘર, સાંવરિયાનું નામ એ જ એનું નાણું અને પોતાના હૈયાના દરબારમાં સાંવરિયાનું નામરટણ એ જ એનું ઘરેણું.

દેવના દીધેલ સમો પતિ મળ્યા પછી એને કોડ જાગે છે કે એના પતિ જેવો જ એક નાનકડો જીવ એની કૂખે અવતરે ! અને કન્યામાંથી માતા બનવા ઝંખતી સ્ત્રી પાર્વતીમાને રીઝવે છે ત્યારે ફરીથી એને દેવનો દીધેલ એવો પુત્ર મળે છે. આવા દેવના દીધેલ એવા બે બે રતન જેની પાસે હોય તે સ્ત્રી કોઇ એક ગ્રીષ્મની રાતે લીમડા નીચે ઢાળેલા ખાટલામાં એક દ્રશ્ય જુએ છે – એનો પુત્ર એના પતિની વિશાળ છાતી પર આડો પડ્યો છે અને પુત્રના વાંકડિયા વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં પતિ પુત્રને લવકુશની પરાક્રમી વાતો કહેતો હોય છે. ત્યારે સ્ત્રીને લાગે છે કે એની પાસે સર્વસ્વ છે.

– અને આવા ટાણે સર્જાય છે આ સુંદર લોકગીત. ગીતના શબ્દો સાંભળીશું ત્યારે સમજાશે કે મહાદેવજી પ્રથમ પ્રસન્ન થાય છે ત્યારે સ્ત્રી કહે છે ‘આવ્યા તમે અણમોલ’ – આ અભિવ્યક્તિ એના મનગમતા પતિ માટે હોઇ શકે. પછીથી સ્ત્રી કહે છે કે ‘પારવતી પ્રસન્ન થયા ત્યારે આપ્યો હૈયાનો હાર’ – આ અભિવ્યક્તિ એના લાડલા દીકરા માટે હોઇ શકે. એવો દીકરો કે જેને માતા હંમેશા હૈયે ચાંપીને રાખતી હોય એ હૈયાનો હાર ના કહેવાય તો બીજું શું ? એ સ્ત્રી માટે પતિ અને પુત્ર બંને દેવનાં દીધેલ છે, નગદ નાણું છે, ફૂલ વસાણું છે. આ ગીત ગાઇને સ્ત્રી પોતાના બંને દેવના દીધેલને વ્હાલથી સૂવાડે છે.

હંસા દવેએ ગાયેલા ગીતમાં શરૂઆતના બે અંતરા છે. લોકગીત હોઇ એમાં variations હોવાનો સંભવ છે. બાકીના શબ્દોમાં બાળકના લગ્ન, એની ફોઇ (ફૈ) નો પણ નિર્દેશ છે.
સ્વર : હંસા દવે

tame mara dev na

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,
પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે…..

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..

ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..
( આભાર : અમીઝરણું )

120 replies on “તમે મારાં દેવનાં દીધેલ છો”

  1. સરસ.આભાર જયશ્રીબેન, હસા દવે ના સ્વરમા ગવાયેલુ ઉચી મેડી તે મારા સન્ત ની રે ગીત સાભળવુ છે.

  2. હુ એક ગાયક છુ
    અને કેનેડા મા છુ
    તમારુ કામ જોરદાર છે
    અભિનદન અને ઓલ ધ બેસ્ટ

  3. i want the full version of tame mara dev na ………..song so pls if people can help me that wld be grt of them

  4. thanks a lot, at last from google web site i finaly got this songs for me,i heard this song at tahunko,and it make me cry and it reminds me,and pull me in my bachpan,i realy appriciate for tahunko and i realy wants to download this song any way,so can u send me any blog for this link?

  5. I have been serching for this song for ages and all of a sudden I landed hear. Jayshreeben every body is requesting you to at least let the full song be heard. I would really appreciate if you can reconsider this.

    One more request is that you hav ementioned that one can not download this songs and I appreciate it but then can you give the details of Cassets/CDs records so that one can serch and buy from the market?

    Like I said I have been serching for this song but also in teh voice of Kaumudini ben Munshi ( if I am not mistaken.)

    I see the mail from shri Harshbhai Jangala saying that he has teh casset in which Nirupamaben has sung this song and Harish Bhimani has given the comentry. I would appreciate if you can advis eteh tital of this casset so that I can buy it from the market.
    Best Regards

    Dhananjay Shah
    It is taking a lot of time to type in Gujarati and hence sending the mail in English.

  6. …very very interesting indeed.

    I am trying to create a compilation of old and traditional Gujarati halarda and other poems. I request for the help. Please do send them, if you have them…even the leads to locate them would be highly appreciated.

    Thanks / Regards

    H. S. Parekh, Pleasanton, CA

  7. હુ શિવ જિ નિ સ્તુતિ શોદુચુ gujrati “Shambhu charne padi,

  8. Thanks a Lot for posting this….was finding since long time….Udita was right….adthe thi song vagtu bandh thai jai che te vasamu laage che..

    Thank You So very Much.

    Anu Shah (Canada)

  9. ગીત તો સુંદર છે પણ અડધે થી અચાનક વાગતુ બંધ થઇ જાય એ બઉ વસમુ લાગ છે!! Give it a thought!

  10. jayshree ben, i m making short film on mother i need this song will u pls help me to get this song or tell me how i can download this song. i m from surat,gujarat(INdia).

  11. હુ આ ગિત સોધિ સોધિ ને થાકિ ગયો મહેરબાનિ કરિ ને ડાઉન્લૉડ
    થાઈ એવુ પન રાખો

  12. તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,

    કૉઈ પણ હીસાબૅ આ હાલરડૂ ડાઉન્લૉડ કરવુ છે.
    મારી પાસ આ હાલરડૂ આ નથી.
    લાસ્ટ બૅ વરસ થિ શૉધુ પણ મળતૂ નથી.
    પ્લીઝ હૅલ્પ મિ

  13. I was searching this song from a long time. Thanks for it. I would also like to save it in my mobiles Ring Tone, so when my mom call me i can listen to it. Can any one have MP3 format of this song ???

  14. Mare “Shivaji nu Halardu” nu lyrics jaoiye chhe. Hun hal ma South Korea rahu chhu. Mari pase Mumbai ma aa halarda nu lyrics hatu ane ghani var hu jatte gai ne aanand leto. Ghana divas thaya maru dil bahuj cha he chheke hun aa halardu gau…maru dil khubaj bhav thi aapne prathna kare chhe ke aap kripya kari aa halarda nu lyrics mane email thi moklavo ke pachhi yogya site batavo to aap no hu khubaj aabhari rahis.

    Jay Mataji.

    Bhautik V. Vaidya

    https://tahuko.com/?p=682

  15. THANK YOU FOR GIVING ME A CHANCE TO LISTEN SUCH A NICE SONG, BUT FRANKLY SPEAKING FIRST TIME I HEARD THIS THE OST SWEET SONG THANKYOU VER MUCH AGAIN.

  16. Its Mind Blowing …
    I was Searching This Song Since Long .. Even I Search this Song in Lots Of Stores But Couldn’t Get this .. I got this here .. Thank You Very Much ..

  17. this is really a nice one. I am looking for Shivaji nu Halardu lyrics.If you can post it that would be great.
    thanks a bunch

  18. I WOULD LIKE TO HEAR A SONG BY HANSA DAVE WHICH GOES.. ” DIKRI AAWJE – SMBHAL JE….”
    if possible please. many thanks.

  19. ખુબ જ લોક્પ્રીય પરંતુ મળવુ મુશ્કેલ એવુ ગીત આપવા બદલ ખુબ ખુબ આભાર… માતા ની જે લાગણી આ ગીત મા દર્શાવાયેલી છે એનું ખુબ સરસ વિવરણ આપે કર્યુ છે…

  20. આ સુન્દર હાલરદુ માતા પોતાના વાલા પુત્ર માતે ગાય ,આભાર

  21. અસુરેશ જાનીની કોમેન્ટ વગર કોમેન્ટની યાદી સૂની લાગે છે. પાછલી કેટલીક પોસ્ટથી ક્યાં છે સુરેશ જાની ?

    અતુલ નાયક

  22. મારી પાસેની કેસેટ માં નીરુપમા શેઠનું ગાયેલું આ ગીત છે.
    હરીષ ભીમાણી ની સુંદર વિવેચના છે.
    સુંદર ગીત

  23. Hi. I tried using xhtml in my comment above and it didn’t work. Is it limited to certain tags only? Thanks.

  24. Maharshi,
    check the speed of your internet… see if you can play online music from other websties like raaga.com, musicindiaonline, sheetal sangeet etc…

    if possible, dont open any other media player – like windowns media player or iTunes when you are playing tahuko…

    also… if possible, also dont run too many applications at the same time..

  25. hi i want to know that i cant listen the songs when i try. there s some problame on listening song continuesly pls give me the information how can i listen song?

  26. Thanks a 106. I was going to say how long it has been since I heard this song. Then, it would tell my age (LOL). My mother used to sing this.

  27. humm, main pan aa geet ” ssansh bhi kabhi bahu thi” maa j sabhdyu tu, pan aje akhu geet sabhadva madyu, thanx a million.. ane maru pelu geet sodhyu ke nahi ” chaal morli..”

  28. Very beautiful song it is!

    One correction: according to the song, it should be:
    મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,
    પારવતી પરસન થયાં ત્યારે આપ્યો હૈયાનો હાર!

  29. I USED TO LISTEN THIS ON ‘SAANS BHI KABHI BAHU THI’ TULSI USED TO SING FOR HIS SON.
    THEN I FOUND IT (JUST TWO LINES) IN ‘ARDHI SADI NI VANCHAN YATRA’ BY MAHENDRA MEGHANI.
    BUT TODAY I FOUND THE COMPLETE ONE!
    THANK YOU VERY MUCH JAYSHREE!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *