મારુ બચપણ ખોવાયું (પાંચીકા રમતી’તી..) – મુકેશ જોષી

જુન ૨૦૦૭થી ટહુકો પર ઝરણા વ્યાસના અવાજ ટહુકતું આ ગીત – આજે સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર – સ્વરાંકન સાથે ફરી એક વાર…!!

______________________
Posted on June 15 :

આ ગીત માટે મનિષભાઇનો ખાસ આભાર માનવો જ પડે. એમણે રેડિયો પરથી રેકોર્ડ થયેલું અડધું ગીત મોકલ્યું, અને એ એટલું ગમ્યું કે આખું ગીત શોધવું જ પડ્યું. ફક્ત શબ્દો સાથે પહેલા રજુ થયેલ ગીત, આજે સ્વર સંગીત સાથે ફરીથી એકવાર. ગીતમાં રહેલ કરુણભાવ ગાયિકાએ આબાદ રીતે ઉજાગર કર્યો છે.
નાની ઉંમરે પરણેલી છોકરીની વ્યથા આ ગીતમાં કવિએ ખુબ ભાવાત્મક રીતે રજુ કરી છે… ‘લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી કુંપણ તોડાઇ એક તાજી’… બસ આટલા જ શબ્દો આ ગીત વિશે ઘણું ઘણું કહી જાય છે…

સ્વર : ઝરણા વ્યાસ
સંગીત : દક્ષેશ ધ્રુવ
rajput_bride_PI08_l

.

પાંચીકા રમતી’તી, દોરડાઓ કુદતી’તી
ઝુલતી’તી આંબાની ડાળે
ગામને પાદરે જાન એક આવી
ને મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને
લખતી’તી દાદાને ચીઠ્ઠી
લખવાનું લિખિતંગ બાકી હતું ને
મારે અંગે ચોળાઇ ગઇ પીઠી

આંગણામા ઓકળિયું પાડતા બે હાથ…..
લાલ છાપાઓ ભીંત ઉપર પાડે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

પાનેતર પહેરીને પંખી ઉદાસ,
છતાં મલકાતા મામા ને કાકી
બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનુ,
મને કહેવાનું હતુ બાકી,

પાણીડા ભરતી એ ગામની નદી,
જઇ બાપુના ચશ્મા પલાળે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

ઢોલ અને શરણાઇ શેરીમાં વાગીયા
અને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી
કુંપણ તોડાઇ એક તાજી

ગોરમાને પાંચ પાંચ વર્ષોથી પૂજ્યા
ને ગોરમા જ નાવને ડુબાડે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

75 replies on “મારુ બચપણ ખોવાયું (પાંચીકા રમતી’તી..) – મુકેશ જોષી”

  1. સુન્દર અને ભાવ વાહી રચના…લિખિતંગ લખાય તે પહેલા તો જાન નુ આગમન્…હ્જુ તો પાંચીકા વિણાતા હતા અને..વિદાય્..!

  2. ગુજરાતી ભાષા સાથે ફ્રરી પાછી દોસ્તી કરાવવા બદલ ધન્યવાદ !

  3. Dear Jayshreeben
    This song is very beautiful and very well sund by Parshottambhai as well as Zarana Vyas
    Can you tell me if CD is available by both singers and yes where can I get from
    The Words of the songs are so beutidul and very much toucing heart
    “SOSARVOO HEART MATHI PASAR THAI JAI CHEE
    Myself belongs to Nusical Famnily My elder brother was AJIT SHETH
    In Family Ajitbhai becamer Singer and Mucisian and my elder sister Sona Sheth NEE SANDHYA is alsop good Fenior Citixen singer
    Faily members including eldest brother gad a voice of MUKESH but all other members including myself couldf never go in to singinmg but myself appreciate all type of Music and love lot of the same from all over the World

    Mahendra Sheth

  4. ઝાકમઝૉળ..PU અને તે પણ Live Recording…ઝાકમઝૉળ.અને ઝાકમઝૉળ.

  5. પાનેતર પેહરીને પંખી ઉદાસ…કેટલુ કરુણ ને સુન્દર ગીત…રડવું આવી ગયું …હવે બે બે દિકરીઓને પરણાવીશ કઈ રીતે…?? વ્યથા અને ખુશી સાથે મળે તોય મા-બાપની લાડલી સાથે તે ત્રણેય રડે રડે ને રડે જ ..!!વિદાય હંમેશા વસમી જ હોય..!!

  6. પાનેતર પહેરીને પંખી ઉદાસ,
    છતાં મલકાતા મામા ને કાકી
    બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનુ,
    મને કહેવાનું હતુ બાકી,

    ..આ ભાવ.આ ગિત..આખો ભિનિ થૈ ગૈઇ.

  7. This is a unparallel tragedy of Homosapean.Shed the tears,no remedy,unless the wisdom prevails.

  8. પાણીડા ભરતી એ ગામની નદી,
    જઇ બાપુના ચશ્મા પલાળે
    હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે સરસ

  9. very touchy sond..ITs been 2 yrs I got marride and out of India..havent been met my parents since that time…

    I can feel the every single word of this song and every times the tears come out from eys when I listen this song..

  10. સુન્દેર ગેી વોન્દેર્ફુલ લિસ્તિન્ગ્.

  11. kharekhar zarna vyas e aa geet ne sundar nyaay aapyo chhe.ek dikri ni vyatha ne kavi shree mukesh joshi e shabo no shrungaar karavyo chhe.pls aa geet download kari shakaay avu kai karo ne.by the way aa geet badal aapno aabhar.pls hari tame to saav j angat sambhalavi shaksho?thnx.

  12. જયશ્રિબેન પાન્ચિકા રમ્તિ તિ આ ગિત મોક્લવા બદલ આપ્નો આભાર્.હજિ ૧ િત હરિ તમે તો સાવ જ અન્ગત્.મુકેશ જોશિ કવિ ચ્હે.

  13. i like the gujrati song and old bhajans of lord krisna sung by surdas meera narsimha all viraha geet
    but when i listen zarana i shocked very much immotion and sweet voice
    maru bachapan khovayu

    thanks and god bless you to reach another goal which is in your mind

    kaushal vora

  14. what a beauty, in lyrics and how nicely delivered by zarnaji. it is more impressive, because gujarati is not her language and she sings so fluently. God Bless both .. the lyricist and the singer.

  15. Where can I get this song in Zarana Vyas’ voice in uits entirety ?
    My first time introduction to Tahuko.com
    I have spent more than half of my line in USA and it is almost impossible to come across this kind talent.
    Can someone please inform me WHERE i CAN GET THIS SONG ? pLEASE.
    I cam across this song by accident and within last 3 days I have listened to this song not less than 200 times an still not get enough.

  16. સરસ રચના ….દિકરિનિ વ્ય્થા ને હ્ર્દય દ્રાવ્ક રિતે પ્રસ્તુત કરિ …

  17. વાહ વાહ,
    શબ્દો નથી મળતા………….
    પણ શું વર્ણન છે, , , ,
    કોઈ ની વ્યથા, અને ખુશી નો સમન્વય,,,,,,,,

    વાહ વાહ વાહ

  18. આ ગેીત ખ્રેખ્ર ખુબ જ સારેી રેીતે લખ્યુ ચ્હે જે સમ્ભ્ર્તા જ દરેક ક્નયા ને પોતનેી વેીદાય નો સમય યાદ આવ્સે.અને તેનેી આન્ખ મ આન્સુ આવ્સે.
    હુ આ ગેીત પુરુ સમ્ભ્ર્વ મન્ગુ ચ્હુ.

  19. મને તો અટ્લા બધા લોકો ના પ્ર્તિભાવ્ વચિને ખુસિ થાય છે.પ્રયત્ન નનો કે મોટો નથિ હોતો, પ્રયત્ન ન કરિ યે તો પસ્ત્વો થય્. આ નના સરખા પ્રયત્ન ને અપણૅ આગડ વધરિયે અને ગુજરાતિ સાહિત્ય ને લોક પ્રિય બનાવિયે

  20. Dear Jayshree & Amit,

    First, my best wishes for your New Mission ,
    I believes, that the person like you who loves music & poetry so much, will be definately an inspiration sourse & force for your known & unknown your “TAHUKO” ‘s visiters.

    Now let me tell about Mukesh Joshi’s song.
    It is being sung by lots of new artis now a days, but the best i have enjoyed with full of it’s imotions, is by the Great Purshottam Upadhyaya.
    If you have just put on this web site.

    Thanks

  21. whatever songs i tried to played, they all givin errors.. not opening file..say
    મારુ બચપણ ખોવાયું – મુકેશ જોષી

  22. i feel proud at looking this great work.
    No no one can say gujarati songs are not much of interest. I can say we have wonderful songs and wonderful singers.
    I am a great lover of Gujarati songs and i am unable to remain update by day to day upcoming album,
    can anyone help me?

  23. I think this song is also sung by our beloved Purushottambhai. Will pl. try to get it and place here.
    Very Very appealing song!!

  24. ONE OF THE BEST CONCEPT….BUT IS THIS A REAL IN THESE INTERNATE DAYS???? I FEEL GOOD AFTER READING THIS THOUGHTS…BUT I THINK 99 PERCENTAGE OF CURRENT GENERATION NEVER UNDERSTAND THESE KIND OF IMOTIONS….JUST FOR COMENTS …TAKE THIS EASY

  25. મુકેશ જોષીનું એક ગીતઃ

    સખી, મને ભારે વરસાદનું સુખ
    હું ને આકાશ બેઉ ખૂબસૂરત લાગીએ
    કે આભ મને પહેરાવે ઝાપટાનું રૂપ.

    આ ગીત મળે તો આપશો,

    આભાર

  26. સુંદર ગીત!
    નાની ઉંમરે પરણેલી કન્યાની વ્યથા આ ગીતમાં મુકેશ જોષીએ ખુબ ભાવાત્મક રીતે રજુ કરી છે અને ગીતમાં રહેલ કરુણભાવ ઝરણા વ્યાસે આબાદ રીતે ઉભરાવ્યો છે.
    પાનેતર પહેરીને પંખીને ઉડવાનું મન થતું નથી કારણ કે તેને ખબર છે કે પિયરની વસંતમાં વીતાવેલું બચપણ ફરી ક્યારે ય પાછું મળવાનું નથી.
    અભિનંદન!
    આભાર

  27. thank u so much jaysree ben today i enjoyed like any thing ,mane maru balpan ane juvani banne yad avi gai,gujarati bhasha ma je mithsh ane lagni no dariyo chee e bijikoi bhasha ma nathi

    thank u so much,
    please savariyo re maro savariyo muko ne 

    https://tahuko.com/?p=334

  28. સુંદર ગીત…. મુકેશ જોશીને સુરેશ દલાલ મઘઈ પાનના મઘમઘતા બીડા સાથે અમસ્તા નથી સરખાવતા….

  29. ખુબ સરસ.
    પાનેતર પહેરીને પંખી ઉદાસ
    છતાં મલકાતા મામા ને કાકી !!!

  30. અઝીઝ કાદરી નું એ મુક્તક, જયશ્રી.
    ઓ સમય! તારી કાળમુખી ગતિ
    કામ એવું પણ એક કરી ગઈ છે
    જેથી મારા જીવન ઉપવનની
    એક ખીલતી કળી મરી ગઈ છે.

    જય

  31. સુંદર ગીત !
    બે પરિસ્થિતિઓ વચ્ચેના વિરોધાભાસો બહુ સરસ અને અસરકારક રીતે દર્શાવ્યા છે.એમાંયે બંને પરિસ્થિતિ વચ્ચેનો સમયગાળો બતાવવામાટેની ટૅકનીક ધ્યાન ખેંચે છે :લિખિતંગ હજી લખાય લખાય ત્યાં તો પીઠી ચોળાઈ ગઈ એમ કહીને પિયેરઘરનો સમય કેટલો જલદી ખતમ થઈ જતો હોય છે,છોકરીઓને, એ વાત સમયના પરિમાણને વિશેષ રીતે મૂકીને દર્શાવાઈ છે.
    વાહ્ !

  32. નાનકડી કુંવારી કન્યાની વ્યથા
    સુંદર કાવ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *