પૂછો તો ખરા…. – અવિનાશ વ્યાસ

આજે ઘણાં દિવસો પછી આ ગીત ફરી ફરીને સાંભળ્યું. ખરેખર ગાયકોએ એવા ભાવથી આ ગીતને સ્વર આપ્યો છે કે જરા વાર માટે જો બાકીની દુનિયાથી અલિપ્ત થઇને ફક્ત આ ગીતમાં ધ્યાન પરોવો તો આંખમાં ભલે આંસુ આવે કે ન આવે, પણ હ્રદયમાંથી એક આહ જરૂર નીકળે..

2 વર્ષ પહેલા જ્યારે આ ગીત ટહુકો પર મુક્યું હતું – એ ઓનલાઇન રેડિયો પરથી record કરેલું ‘poor quality’નું ગીત હતું. ગીત સાંભળતા જ ગમી ગયેલું, એટલે એને ટહુકો પર મુકવાની લાલચ નો’તી રોકી શકી ત્યારે. અને આજે મને ‘better quality’ ની music file મળી – તો એને પણ તમને સંભળાવવી જ પડે, બરાબર ને ?

ફિલ્મ : પારકી થાપણ

સ્વરકાર : ગૌરાંગ વ્યાસ

love-hurts.jpg

સ્વર : આશા ભોઁસલે – બદ્રિ પવાર

.

ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા

પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા

દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા

મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા

47 replies on “પૂછો તો ખરા…. – અવિનાશ વ્યાસ”

  1. આ રચના અમૃત ઘાયલની છે કે અવિનાશ વ્યાસની ?

  2. ખૂબ જ સુંદર ગીત છે જેટલી વાર સાભળીયે તટલુ ઓછું
    મારુ મનગમતૂ ગીત છે
    આશાજી અને બદ્રીપવાર જી એ સુ મધુર સ્વર આપ્યો છે
    અને અવિનાશ જી ના સંગીત ની મધુર સૈલી ભાવ વિભોર કરી દે છે

    પ્રેમ નો અંજામ પણ આવો હશે નહોતી ખબર
    દીલ દીધુ તે દીલદાર પણ છોડી જશે નોતી ખબર

  3. આજ ફરી હાથમાં હાથ લઈ છાના
    માના ફરી લઈયે… … … ચાલને ફરી
    થોડો પ્રેમ કરી લઈયે …

  4. દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
    આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
    ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા

    • દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
      આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
      ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા

  5. બહુજ ગમતું ગીત સાંભળવા મળ્યું. હવે એક ગઝલ ભૂલવા મને કહો છો સ્મરણો ભૂલાય ક્યાંથી સાંભળવા મળે એટલે મજા આવી જાય.

  6. વાહ ગુજરાતી હોવા નો ગર્વ થા ઍવુ ગીત ચે

  7. દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
    આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
    ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા

  8. દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
    સુંદર ગીત ને ગાયકી !

  9. ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા……ખુબ જ સરસ્

  10. જયશ્રિ બેન ખુબ જ સઅરુ ગિત આપવા બદલ આભાર……

  11. આતલા સુન્દેર સબ્દો ને આત્લુ સુન્દર કમ્પોસિતિઓન દિલ પોકારિ ઉથે ચે વાહ્

  12. દિલ ને શિતલ્તા થિ ભિનાશ તરફ લઈ જ્નારુ કરુન ગિત આભાર્

  13. આંખોને સજળ અને મનને તરબતર કરી નાંખ્યુ…

    પારકીથાપણ જેવા ગુજરાતિ movie પણ હવે બનતા હશે કે કેમ?

  14. પૂછો તો ખરા ઘાયલને શું થાય છે…ઘણા સમય પછી આ ગિત સાંભળ્યું..Ever Green Gujarati song.

  15. ખરેખર બહુ સરસ ગીત.ગાયકોએ એમા જાણે જીવ રેડી દીધો છે……..
    સાંભળ્યા જ કરીએ વારંવાર….
    આભાર જયશ્રીબેન…
    સીમા

  16. Can you please find song ” Parnyane pacchise varsh thaya have shu thai. Long time ago I had read in Gujarati news paper. It was long and comic. Last words were like ” Chaal, Have apne banee thakya, Ek cup chaa banav. Apne banne urdhi urdhi piye. ” I will realy appriciate if you can find for me.

    Manny Manny thanks.

  17. આભર જયશ્રિબેન,
    અદ ભુત્… વરસો પછિ ગિત સામ્ભળિયુ..શુ વાત કરુ…મન તરબતર્ થઈ ગયુ… વન્દન અવિનશ દાદા…..

  18. ક્ઈ પન કહો મને આ ગેીત બહુ ગમે,આન્ખો ભિનાઇ જાય ક્યા મદ્સે આ ગેીત મને મેહ્ર્ર્ર્ર્બાનિ કરિ કોઈ પોસ્ટ કરો આભાર

  19. માફ કરજો જયશ્રેી બેન મને આ ગેીત હતુ તો પણ ખબર ન હતી જયારે હુ ઔસટ્રેલિયા મા હતો ત્યારે આ ગેીત સાભરી ને હુ રડી પડ્તો હતો છ્તાય આ ગીત સાભરવા નુ બહુ જ મન થતુ હતુ ખબર નહિ પણ આ ગીત મા કઇક એવુ રહશય છુપાયેલુ છે કે જે આપણ ને તેને સાભરવા આક્ર્ષે છે તમારો આભાર બેન જય શ્રેી ક્રિશ્ના જય શ્રેી અબે મા.

  20. ભુલ કરે છે આ દિલ અને ભોગવવુ આપણે પડે છે.

    Really nice one…

  21. ખરેખર ખુબ સરસ્ ખરે ખર પુછો તો ખરા

    જશ્રિ બેન – અપનો અભર –

  22. મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
    આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
    એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા
    ખૂબ સરસ ગીત
    મધુર ગાયકી …
    સુર પણ સુધર્યા

  23. બહ જ સરસ શબ્દો સાથે આ ગેીત ને ગાવા મા આવ્યુ ચ્હે અને ગુજરાતિ ગેીતો નુ આ એક ચિર્સ્મર્ન્ય ગેીત ચ્હે.

  24. ધાયલ તો ગુજરતી ગઝલ ની હ્સ્તી છે. તેમ્ના માનમા ૧ month દરોજ ૧ ગઝલ આપો.

  25. માફ કરશો,
    ગીત હતુ તો પણ ગીત માટૅ ફરમાઇશ મુકી તે બદલ,
    ગીત બદલ ખુબજ આભાર,

  26. ઘાયલકી ગત ઘાયલ જાણે…ઔર ન જાણે કોઇ !
    હે રી ..મૈ તો પ્રેમ દિવાની મેરા દરદન જાણે કોઇ !
    (મારું અતિ-પ્રિય ગીત ,જે ગાતાં આંસુ સરે !).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *