હું હજી ય શોધું છું જિંદગીનું સરનામું,
કોઈ આપજો મુજને રોશનીનું સરનામું.
એટલે રહું છું ચૂપ સદાયે મહેફિલ માં,
કોણ પૂછવાનું છે આ દુ:ખીનું સરનામું.
જ્યાં ગયો ત્યાં અથડાઈ સ્વાર્થની જ સો ભીંતો,
ગુમ થઈ ગયેલું છે માનવીનું સરનામું.
આપને મળ્યો ત્યારે છેવટે મળ્યું મુજને,
હુંફની હથેળીમાં દોસ્તીનું સરનામું.
ઠેશ વાગશે જયારે દુ:ખ અવરનું જોઈને,
તે ક્ષણેજ મળવાનું બંદગીનું સરનામું.
મજા નુ હિન્દિ ગિત ચ્હે…..”રાસ્તે કા પત્થર કિસ્મત ને મુજે બના દિયા, જો રાસ્તે સે ગુજરા એક થોકર લગા ગયા……….” બસ કઈક આવુ જ ચ્હે જિન્દગિ નુ. બધા થેબુ મારતા જાય ચ્હે.
સરસ શબ્દો ચ્હે મનહરભાઈ ચોક્સિ ના.
શૈલેશ જાનિ
સુંદર ગઝલ…. ધીમે પગલે ઘરમાં ઘૂસતા તડકાની જેમ ગમી જાય એવી…
જિદગિ તુ તો છે એક ગણિત એક પગલુ ખોઠુ
ને ખોઠો જ આખો દાખલો.
નવો આગંતુક છુ તમારિ શ્બ્દો નિ દુનિઆ મા.હવે વિરમુ છુ.
નિરવ પડયા વડોદરા.
વાહ્………
નવા જ રદ્દીફ કાફિયા સાથે સાદ્યંત સુંદર ગઝલ…..
હું હજી ય શોધું છું જિંદગીનું સરનામું…..
ને શોધતાં શોધતાં આખી જીંદગી વીતી જાય છે.
સુંદર રચના !
http://www.aasvad.wordpress.com
સુંદર રચના
ઠેશ વાગશે જયારે દુ:ખ અવરનું જોઈને,
તે ક્ષણેજ મળવાનું બંદગીનું સરનામું.
વાહ્