એક ધમાકો,
એક નહી, પણ સત્તર-સત્તર
ધોળા ધબ્બ ગુબ્બાર..
અને સેંકડો ચીત્કાર..
પછી મોડી રાતે અફવાઓનું
ગરમાગરમ બજાર..
પછી
લોહીથી ખર્ડાયેલુ
સવારનું અખબાર..
કોની વાત પર
કોને રહ્યો
કેવડો એતબાર..?
મનીયો-મોહમ્મદ-મૅક-ને મનજીત
સૌના હૈયે ઘાવ..
કોણ હવે કોને કહેઃ
“તું ના આસું વહાવ…!”
ઝાકળ જેમ ઝગમગતી
કેટ-કેટલી યાદ…
કોણ હવે કોને કરે
કેવડીક ફરીયાદ..??
જત જણાવાનું તમને
કે બસ
જીવતું છે અમદાવાદ….!!!
– કમલ શાહ (અમદાવાદ)
બહુ સરસ આભાર્
હૃદયસ્પર્શી પ્રાસંગિક રચના…અમદાવાદીઓની ખરી વ્યથાને વાચા આપવા બદલ ધન્યવાદ, excellent K.K.
You should keep Writing more and more.
“ઝાકળ જેમ ઝગમગતી
કેટ-કેટલી યાદ…”- આમજ લખતા રહેજો…
શૈલેશ-હિના.
IT’S VERY HEART TOUCHING .
IT’S VERY NICE.
સલામ અમદાવાદ..
ગર્વ થાય તેવુ શહેર.. ગર્વ કરિ શકાય તેવા અમદાવાદિ..
મનીયો-મોહમ્મદ-મૅક-ને મનજીત
સૌના હૈયે ઘાવ..
કોણ હવે કોને કહેઃ
“તું ના આસું વહાવ…
્these lines are really heart touching
excellent job K.K.
કોઇ સાજ-શણગાર વીનાની ભાષા.. ઝાંઝર પહેરાવ્યા વીનાના શબ્દો.. અને તોય એનો પગરવ કેવો સ-ચોટ સંભળાય છે…!! કવીતાનાં અંતમાં થોડો નીરશાનો સૂર ડોકીયું કરી જાય છે..”બસ જીવેછે અમ્દાવાદ” ને બદલે “પણ હા, હજુ જીવતું છે અમદાવાદ”
એમ ના કહી શકાય…??
હા ભૂમિબહેન; હું પણ તમારી સાથે સહમત છું
કવિતાનો નિરાશા ના સૂરને ખુમારીનો બનાવવા આપે સુચવ્યું તેમ –
”બસ જીવેછે અમ્દાવાદ” ને બદલે
“પણ હા, હજુ જીવતું છે અમદાવાદ” અથવા
“હા હજુ જીવશે જ અમદાવાદ” કે તેવું પણ કાંઇક યોગ્ય ઉમેરો કે ફેરેફાર કરી શકાય.
જો કે આ તો અ-કવિ (means NON-Poet)નાં શબ્દો છે – જાઝું નહિં વિચારવાનું – એકન્દરે સરસ રચના છે. – અભિનંદન –
પુષ્પકાન્ત તલાટી નાં જય જલારામ.
એમ ના કહી શકાય…??
Excellent. Your poem talks about not only the problems faced by all Ahmedabadis but at the end says that Ahmedabad still lives. Long live such spirit and long live such people.
કમલ આમ તો પહેલેથી કિવતાનો રિસયો. િમત્રોને અવાર-નવાર, એને ગમતી કિવતાઓનો એવો રસાસ્વાદ કરાવે કે જે તે કિવાઓ તમને આત્મસાત થઈ જાય. અમદાવાદના આતંકના આઘાતે એની અંદરના કિવને ઝકઝોરીને સફાળૉ જગાડી િદધો… ‘જત જણાવાનું તમને કે…’ નખ-શીખ હૃદય સ્પર્શી કિવતા…
Thanks a lot for giving us such a wonderful poetry Kamal. You should keep giving us more and more like this.
Janak Shah
કમલ ભાઈ અદભુત અને હ્રદયદ્રાવક રચના..
શનિવારે અમદાવાદ મા થયેલ બોમ્બ બ્લાસ્ટ ના વિષયમા …
સ્વરચિત રચના….
” રક્ત રન્જિત રસ્તા , રાખ મા થી પેદા થતા ધુમાડા,
માનવતા પોતાનુ સ્થાન ખોઈ રહી છે ;
ક્યાક વિવાદ , ક્યાક વિષાદ ,
આ આજે વરસાદ નથી પડી રહ્યો દોસ્ત ;
આ ખુવારી પર કુદરત પણ રોઈ રહી છે … ”
++++++++++++++++++++++++++
કટિગ ચ્હા અને છાપા ના સથવારે
મારુ અમદાવાદ પાછુ સાજુ થઈ રહ્યુ છૅ
સલામ અમદાવાદ …….
– તપન ભટ્ટ્
અમદાવાદને જલ્દી કળ વળી જાય એને નેતાઓ અમદાવાદનું ખમીર કહે છે… જિંદગી આગળ ન વધે તો શું કરે? ખાલી ઠાલા વખાણથી અમદાવાદીઓને કંઈ ફરક પડવાનો નથી… અમે તો આમ જ જીવી જવાના… અમદાવાદીઓની ખરી વ્યથાને વાચા આપવા બદલ ધન્યવાદ કમલભાઈ
Salute to the spirit of AHMEDABAD.
કવીવર રાજેન્દ્ર શુક્લની સુંદર પત્ર-ગઝલ “જત જણાવાનું તને”
માં સહેજ ફેર કરી “જત જણાવાનું તમને” લખ્યું છે…
આટલો ખુલાસો મહેન્દ્રભાઈ તમારા માટે….!! ઘણાને ખ્યાલ આવી જ ગયો હશે…
What a natural reaction to the Unfortunate event…!
Candid snapshot of Ahmedabad in a language of the HEART…. Simply Superb.
જ્ણાવવાનુ એ ખરો શબ્દ નહિ કે જ્ણાવાનુ
શ્રી મહેન્દ્રભાઈ; આપી લખ્યું છે કે – “જ્ણાવવાનુ એ ખરો શબ્દ – નહિ કે જ્ણાવાનુ ” તો તે બાબતમાં મારો અભિપ્રાય એવો છે કે આપણી બોલવાની તેમજ લખવાની ભાષા અલગ હોય છે.આપણે જેવું બોલીએ તેવું જો લખવામાં આવે તો ઘણૂં જ વિચિત્ર લાગે. આ બાબતનો અખત્રો કરવો હોય તો કોઈની વાતચીત રેકોર્ડ કરી પછી તેમને સાંભળી ને તે પ્રમાણે લખી તે વાંચશો એટલે સમજાશે અને મજા પણ આવશે.
In short there is vast difference between SPOKEN LANGUAGE and WRITTEN LANGUAGE. – Further the POET (કવિ) has got certain freedom while writting KAVITA. In many poem you will find this –
આ તો અમસ્તું જ જેવું લગ્યું તેવું લખ્યું – અન્ય પણ પોતાનો અભિપ્રાય આપે તેવી આશા સાથે
પુષ્પકાન્ત તલાટી નાં જયશ્રી ક્રુષ્ણ.
મનીયો-મોહમ્મદ-મૅક-ને મનજીત..
unity in Diversity..! Etle j to…
બસ
જીવતું છે અમદાવાદ….!!!
“pratyavayo na Vidhyate !” સદા જiગૃત જનતાને સલામ
સૌના હૈયે ઘાવ..
કોણ હવે કોને કહેઃ
“તું ના આસું વહાવ…!”
હૃદય સ્પર્શી રચના !
અદ્ભુત કિવ્તા – kya baat hai. makes the corner of eyes moist with tears. Please keep writing. I am sure you are a true Ahmedabaadi Kavi.
ભલભલાનું કાળજુ કંપાવે તેવી ઘટનામા
બસ
જીવતું છે અમદાવાદ….!!!
આવી પરિસ્થિતી સામે ઝઝુમવા સદા જગૃત જનતાને સલામ્
સાદગી સભર ભાષાનું સુંદર દ્રશ્ટાંત.. દીલની વાત કેટલી સરળતાથી વહી આવી છે…! શું કહું..? મજા પડી એમ પણ તો નથી કહી શકતી… સલામ અમદાવાદ……! આમજ લખતા રહેજો…
હૃદયસ્પર્શી પ્રાસંગિક રચના… અછાંદસ હોવા છતાં મોટાભાગની કડીઓમાં ‘અનાયાસે’ છંદ જળવાયો છે…
Long live the spirit of Ahmedabad !!