પ્રિય મિત્રો
San Francisco, California, USA વિસ્તાર માં અમે પુ. મનુભાઈ પંચોળી ” દર્શક ” ની જન્મ શતાબ્દી શનિવાર October 11 ના ઉજવવાના છીએ. તે કાર્યક્રમ ની સંપૂર્ણ વિગતો આપ ને Tahuko.Com પર મળશે .
આ કાર્યક્રમના એક મુખ્ય અંગ રૂપે અમે આજ થી મનુભાઈ ના જન્મશાતાબ્દીના દિવસ સુધી એટલેકે 15 October 2014 સુધી, એક મહિના માટે તેમના અને તેમને લગતા પુસ્તકો લેખો વાચવાનો યજ્ઞ શરુ કરીએ છીએ.
ગુજરાતના એક સંસ્કૃતિ પુરુષ, જેમના જીવનભરના કામ અને સાહિત્ય સર્જનદ્વારા દર એક ગુજરાતી નું સંસ્કાર સિંચન ચિરંતન કરશે તેમને જન્મશતાબ્દી પ્રસંગે અંજલિ અને સહિયારા ત્તર્પણ રૂપે આ યજ્ઞ યોજ્યો છે.
જેમ સાહિત્ય, સંગીત, શાંતી અને સમભાવ ને કોઈ સરહદ નથી તેમ આ યજ્ઞ ને પણ કોઈ સરહદ નથી. આપ જ્યાં હો,, જેટલુ અને જે ગમે તે વાંચવા માંગતા હો, તે આપ મેળે નક્કી કરી વાચી ને અમારા આ યજ્ઞ મા જોડાવવા ભાવભીનું આમંત્રણ છે.
આપ ને સહાયરૂપ થવા અમે Tahuko.com પર વાંચવા ની સામગ્રી પણ મુકીશું, જો આપને વાંચવા માટે કોઈ ખાસ પુસ્તક કે લેખ જોઈતો હોય તો અમને સંપર્ક કરશો તો અમે તે તમને પહોચાડવા બનતા પ્રયત્ન કરશું
આપ ને યોગ્ય લાગે તો આપે વાંચેલા ની વિગતો અમારા log માં પોતા મેળે ભરી શકશો .
તમારા વાંચનની વિગતો ભરવામાટે અહીં ક્લિક કરો ઃ
https://docs.google.com/spreadsheets/d/1mCKNtWGlztoAseAMplrS4XHFEGYKnwqfROLoa4VeyFg/edit?usp=sharing
અને આ રહી થોડી વાચન સામગ્રી ઃ
ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી – – મનુભાઇ પંચોળી ‘દર્શક’
“શિક્ષણનું ખરું કામ – મનુભાઇ પંચોળી- ‘દર્શક’”
દર્શક – ગુજરાતી પ્રતિભા પરિચય
વિશ્વશાંતિની ગુરુકિલ્લી /મનુભાઇ પંચોળી(દર્શક)
ઝેન્થિપી – ’દર્શક’ની નજરે (સોક્રેટિસ)
આ મહેતા ફરી સાચો પડ્યો તો?
મારી વાચનકથા – મનુભાઈ પંચોળી ‘દર્શક’
આપના પ્રતિભાવ, માર્ગદર્શન અને સૂચનો પણ જરૂર મોકલશો