સૌથી પહેલા તો… સૌને મારા તરફથી Happy Valentines Day.. !! 🙂
આજના આ ગીત વિશે કંઇ કહું તો.. મારા મત મુજબ, એકદમ સરળ, છતાંય એટલા જ સુંદર અને મધુર શબ્દોવાળા આ ગીતનું એક મોટુ જમા પાસુ છે એનું સંગીત અને ગાયકી. ગાયિકાના અવાજમાં એક વિરહમાં ઝૂરતી સ્ત્રીની ઉત્કંઠા છલકાય છે.. તો ગીતની અધવચ્ચે આવતા ‘ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ…’ એ શબ્દો લાગણીની ઉત્કટતા દર્શાવે છે.
સંગીત : મેહુલ સુરતી
સ્વર : નુતન અને મેહુલ સુરતી
Back Vocal : આનંદ ખંભાતી ( back vocal નું ગુજરાતી ? )
.
પ્રિયતમ… મારા પ્રિયતમ…
પ્રિયતમ… મારા પ્રિયતમ…
તુ ક્યાં છે કહે, તને મારા સમ…
હૈયાથી હોઠોના રસ્તા પર
અટકીને ઊભી છે આ સફર
ચાલે નહીં, આગળ કદમ
તુ ક્યાં છે કહે, તને મારા સમ…
ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ
મુરલીમાં લલચાણી રે
આભમાં ઝીણી વીજળી ઝબૂકે
મનમાં તારી યાદ રે
ભીના ભીના શમણાઓ જાગે
હોઠે તારું વાદ્ય રે
ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ
મારી આજ તું, મારી કાલ તુ
મારો પ્રેમ તુ, મારું વ્હાલ તુ
જેનો ટેકો લઇને હું બેઠી છું
એ જરા ઝુકેલી દિવાલ તુ
તુ અંત છે, તુ છે પ્રથમ
તુ ક્યાં છે કહે, તને મારા સમ…
પ્રિયતમ… મારા પ્રિયતમ…
આ ગીત, અને બીજા થોડા ગીત તમે મેહુલભાઇની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. ( અને થોડા દિવસ રાહ જોશો તો એક એક કરીને બધા ગીત ટહુકા પર આવે છે )