મુંબઈની કમાણી – અવિનાશ વ્યાસ

બાળપણથી આજ સુધી અગણિત વાર આ ગીત સાંભળ્યું છે – અને તો યે એના તરફનું આકર્ષણ જરા ઓછું નથી થયું..! નાના હતા ત્યારે હું અને ભાઇ – બન્નેને આ ગીત સાથે સાંભળવાની ખૂબ મઝા આવતી. લોકો આ ગીત સાંભળીને ભલે મુંબઇ ફરતા હોય, હું આ ગીત સાંભળું એટલે અતુલની સુવિધા કોલોનીના ઘરે પહોંચી જઉં..!

અને આટલા વર્ષોંમાં આમ ભલે મુંબઇની શકલ-સૂરત ઘણી બદલાઇ હોય – પણ તો યે આ ગીત તો એટલું જ લાગુ પડે છે..!! બસ પેલા બસ્સો-પાંચસો ને બદલે હવે કદાચ ‘બે-પાંચ હજાર’ લખવું પડે..! 🙂

અને આ વર્ષ તો ઉમાશંકર જોષી અને અવિનાશ વ્યાસનું જન્મશતાબ્દીવર્ષ છે..! તો આ ગીત સાથે ફરી એકવાર અવિનાશ વ્યાસને યાદ કરી લઇએ..! એમણે આપેલા ગીતો આવનારી અનેક પેઢીઓને ગુજરાતી સંગીત તરફ આકર્ષતા રહેશે.!

સ્વર – કિશોર કુમાર
ગીત અને સંગીત – અવિનાશ વ્યાસ
ચિત્રપટ – સંતુ રંગીલી (૧૯૭૬)

લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
જેવું ના સૂકાયે મુંબઈના દરિયાનું પાણી
એવી ના સૂકાયે કોઈ દી મુંબઈની જવાની
અરે મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

આ ચોપાટી…. દેખાણી? હા
આ તાજમહેલ હોટલ…. દેખાણી? હા હા
અને મુંબઈની શેઠાણી…દેખાણી? દેખાણી…

પાન પીળું પણ પાવડર ચોળી રાખે ઉંમર છાની
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

એક નંબરના ઓછા ને બે નંબરના ઝાઝાં
ખિસ્સાં ખાલી ભપકા ભારી જાણે આલમભરના રાજા
અહીં કોમ-કોમનું થાય કચુંબર જુદી જુદી વાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

અહીં બાર ફુટની ઓરડીવાળા મોટા મોટા માળા
અહીં શેઠ કરતાં થઈ સવાયા ફરે શેઠના સાળા
આ ટોળાંમાં કંઈ સમજ પડે નહિ કોણ પુરુષ કોણ બાળા
અહીં જુવાનના વાળ ધોળા ને ઘરડાંના વાળ કાળા

સાંજ પડે સૌ ભેળપૂરીની કરતાં રોજ ઉજાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

અહીં મહાલક્ષ્મીની રેસ….
-ભગાવ બડેમિયાં
ને મહાલક્ષ્મી છે માતા
-હે મા તારી જય હો !!!

અહીં મહાલક્ષ્મીની રેસ ને મહાલક્ષ્મી છે માતા
અહીં લાખો લોકો હારે ને લાખો લોક કમાતા
એક મિનિટમાં બસ્સો-પાંચસો થઈ જાતા ધૂળધાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

અહીં રવિવાર છે રંગીલો એને સૌ કહેતા સન્ડે
અહીં રસ્તા વચ્ચે ચાલે એને પોલીસ મારે ડંડે
કોઈ સજ્જન છે કરમરકર ને કોઈ સજ્જન લોખંડે
નાના-મોટા સૌએ દોડે પોત પોતાને ધંધે

અહીં રહેવું હોય તો ઈકડમ-તિકડમ ભાષા લેવી જાણી
એ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

લોકો સૌ કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી

(આભાર : માવજીભાઈ.કોમ)

13 replies on “મુંબઈની કમાણી – અવિનાશ વ્યાસ”

 1. Harsukh H. Doshi says:

  Maza aavi gai, aakhu geet mukva mate aabhar.
  Enjyed as you posted full song heard with pleasure.
  Harsukh H. Doshi.

 2. RASESH Parikh says:

  Maza aavi gai, aakhu geet mukva mate aabhar.too good keep it up excellent

 3. બહુ સરસ…ગમ્યુ

 4. Ullas Oza says:

  અવિનાશભાઈના ગીતો દરેક વાતને વાસ્તવિક રીતે રજુ કરતા અને દિલને સ્પર્શી જતા.
  આથી તેમના ગીતો ફરી ફરી સાંભળવાની મઝા આવે છે.
  ગુજરાતી ભાષાને ગાતી કરવામા તેમનો ઉત્કૃષ્ટ ફાળો છે.
  તેમને કોટિ કોટિ વંદન.

 5. આવા એક બીજા ગીતની યાદ આવી ગઈ.
  “અમે મુબઈના રહેવાસી” –
  ફીલ્મ મંગળફેરા

 6. bharat kacha says:

  ખરેખર બહુ જુનુ ગિત …..બચપન યાદ આવિ ગયુ….

 7. Rajesh Vyas says:

  જયશ્રીબેન
  પ્રાચીન અને ખુબ મધુર ગીત મુક્યું છે.. આભાર ..
  રાજેશ વ્યાસ
  ચેન્નાઈ

 8. aziz says:

  એન્જોયુ જરતિ સોન્ગ્સ્. I find this song too fast to enjoy-makes no sense.
  When was this song roduced?, most likely recently-so no good.

 9. yogesh says:

  I like it and very much enjoyed.

 10. pinky. says:

  બહઉ મઝાઆવિ
  જિગ્નેશ શાહ

 11. Tejal.g says:

  nice………..

 12. Avani Doshi says:

  Thankyou for charan kanya after so many years i have heard this songs and it is superb.

 13. harshad says:

  love this song aaje first time complite song shabhdva mliyuu old movies na song no big fan chu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *