ઝરમર વરસે સાવન – વિહાર મજમુદાર

શબ્દ અને સંગીત : વિહાર મજમુદાર
સ્વર : ગાર્ગી વોરા

This text will be replaced

એકલદોકલ આવન જાવન, ઝરમર વરસે સાવન
ઉપવન ન્હાતું, ઝરણું ગાતું, તોય કોરું આ મન

પાંપણ ને નેવેથી ટપકે સ્મરણો કેવાં કેવાં !
ઉજાગરા સૌ ટોળે મળીયા, વિરહ હજી શું સહેવા
મુરઝાઈ ઈચ્છાની વચ્ચે, ઝૂરતી આ ઉર માલણ……. એકલદોકલ…

ગગન ઝરૂખે ઘન ગાજે આ કાજળ શા અંધારે
મધુમાલતી મ્હેકી રહી, પણ તમે આવશો ક્યારે?
ભણકારા, ભણકારાનું બસ, આ તે કેવું ભારણ….. એકલદોકલ…..

18 replies on “ઝરમર વરસે સાવન – વિહાર મજમુદાર”

 1. Niral says:

  વિહારભાઈ,
  સરસ શબ્દ રચના અને સંગીત છે. ગાર્ગીબેને ગાયું છે પણ સુંદર અવાજમાં.

  “મધુમાલતી મ્હેકી રહી, પણ તમે આવશો ક્યારે?
  ભણકારા, ભણકારાનું બસ, આ તે કેવું ભારણ”

  મઝા આવી ગઈ.

  ગૉળ ચખાડ્યો છે તો હવે બીજો વધારે મળે એ માટે બીજી વધારે કૃતિઓની આશા રાખું છું.

  નિરલ
  ટેમ્પા, ફ્લોરીડા.

 2. ખુબ સરસ રચના.
  આ બહુજ ગમ્યું.

  પાંપણ ને નેવેથી ટપકે સ્મરણો કેવાં કેવાં !
  ઉજાગરા સૌ ટોળે મળીયા, વિરહ હજી શું સહેવા
  મુરઝાઈ ઈચ્છાની વચ્ચે, ઝૂરતી આ ઉર માલણ……. એકલદોકલ
  અફલાતુન ગાયકી..

  આફ્રિન કહ્યા વગર રહી શકાતું નથી.

 3. Deepak says:

  સરસ મજાનુ ગિત સરસ music…awaj nee madhurta..Gamyu..

 4. keval patel says:

  very nice this is a tech my hard

 5. Ullas Oza says:

  સુંદર ગીત. સ્વરાંકન અને ગાયકી કર્ણપ્રિય.

 6. prshah. says:

  સરસ્,ભાવ વાહિ રચના!!!!!!!!!!!!!!!!!!ાઅદ્ ભુત અભિનન્દન્.

 7. dipti says:

  મધુર કંઠ અને સુંદર શબ્દોનુ ગઠબંધન.વાહ્! શુ કહેવુ?

  પાંપણ ને નેવેથી ટપકે સ્મરણો કેવાં કેવાં !

  ઉપવન ન્હાતું, ઝરણું ગાતું, તોય કોરું આ મન…….

 8. Mehmood says:

  ગગન ઝરૂખે ઘન ગાજે આ કાજળ શા અંધારે
  મધુમાલતી મ્હેકી રહી, પણ તમે આવશો ક્યારે?
  ભણકારા, ભણકારાનું બસ, આ તે કેવું ભારણ….. એકલદોકલ……..આવી ઋતુમાં સતત કોઇના ભણકારા વાગે છે..કાશ…

 9. Ravindra Sankalia. says:

  બહુજ સરસ કવિતા.ગાર્ગીબહેનનો સુમધુર કંઠ અને વિહારભાઈનુ લાજવાબ સંગીત.મઝા આવી.

 10. Haresh Pandya says:

  wah….

 11. thakorbhai patel kabilpor navasari says:

  કોઇ જ નહી તેમ છતા કોઇકની આવન જાવન કેવી મીઠીમધુર દર્દ દેનારી હોય છે..વાહ

 12. સુંદર રચના… પણ એથીય વધુ સુંદર તો મનહર ગાયકી છે… વાહ, મજા આવી ગઈ… ત્રણ દિવસથી દિવસમાં એક-બે વાર અચૂક સાંભળું છું.. આજે પ્રતિભાવ આપવા જેટલો હોંશમાં આવ્યો…

  ગાર્ગીને તક આપવામાં ગુજરાત અને ગુજરાતીઓ પાછળ રહી જશે તો એમાં નુક્શાન ગુજરાત અને ગુજરાતીઓનું જ છે…

 13. Maheshchandra Naik says:

  સરસ એકલદોકલ વાતો, ગાયકી અફલાતુન અને સંગીતમય વરસાદી વાતાવરણ કરી દેવા માટે તમારો આભાર..

 14. shivangi says:

  dear jai shree madam
  pls give us melodeous song sakhi maro sahyabo suto plz plz plz its the song of amarji bhai bhatt.

 15. jayesh says:

  ખૂબ જ મજા પડી ગૈ…
  સન્ગીત રચના અદભૂત !!!!

 16. ullas kapadia says:

  અદ્બુભુત અવાજ ગાર્ગિબેન ….ખુબ સુન્દેર રચ્ના વિહારભાઈ ..આભાર જય્શ્રેીબેન્..

 17. vijal says:

  ખુબ જ સરસ ગીત અમને સંભળાવવા બદ્દલ આભર્……

 18. Geeta Vakil says:

  ખૂબખૂબજ સુમધુર ગીત અને ગાયકી!! ગાર્ગી, વિહારભાઈને જેટલાં અભીનંદન આપીએ એટલા ઑછા પડે! અદભૂત કલ્પના!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *