તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી ! – ઝવેરચંદ મેઘાણી

ગઇ જુન ૧૩ ના દિવસે અમારા ડગલાના ઉપક્રમે જે ‘સ્વર્ણગાથા ગુજરાતની‘ કાર્યક્રમ રજૂ થયેલો, એમાં રજૂ થયેલ આ ગીત આપ સૌ માટે… સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ સાથે….

આ ગીત ઘણી રીતે ઘણું જ ખાસ છે… અહીં રજૂ કરનાર હેતલ-સુમોહા માટે તો આ ગીત ખાસ છે જ.. પણ એમની પાસેથી પહેલીવાર આ ડગલો કાર્યક્રમના એક ‘practice session’ માં સાંભળ્યું, ત્યારથી એ મને પણ એટલું જ વ્હાલું છે. કોણ જાણે શું કારણ હશે, પણ જેટલીવાર એમની પાસેથી આ ગીત સાંભળ્યું, રૂબરૂમાં કે રેકોર્ડિંગ – એટલીવાર આંખો ભીની થાય…

હેતલ-સુમોહાએ આ ગીત – એમના સી.એન.વિદ્યાલયને અર્પણ કર્યું છે – જે ગીત પહેલાની શ્રુતિની પ્રસ્તાવનામાં આપ સાંભળશો જ..!!

આપણને ૬૩ વર્ષ પહેલા મળેલી સ્વતંત્રતા કેટલી મોંઘેરી છે – એ ઝવેરચંદ મેઘાણી – આપણા રાષ્ટ્રીય શાયર ના શબ્દોમાં સાંભળીએ..! અને સાથે – કવિ શ્રી હરીન્દ્ર દવેના શબ્દોમાં આસ્વાદ..!

સ્વરાંકન : ભાઇલાલભાઇ શાહ
સ્વર : સુમોહા પટેલ, હેતલ બ્રહ્મભટ્ટ

YouTube Preview Image

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !
મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !

પૂછી જોજો કોઈ ગુલામને,
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગળ જે દિને ;

એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ શી અહો સુખની ઘડી,
એની આંખ લાલમલાવ છાતીમાં છોળો છલકાઈ પડી.

એને ભાન મુક્તિતણું થયું,
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું,
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું,

એના મસ્તકે નમવાનું ભૂલી આભ શું માંડી આંખડી,
એની ઊર્મિ રાંક મટી રૂડા જગબાગમાં રમવા ચડી.

પડું કેદખાનાંને ઓરડે,
લટકુંયે ફાંસીને દોરડે,
લાખો ગોળી તોપતણી ગડે;

તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !

મારા દેશના સહુ શોષિતો,
દુનિયાના પિડીતો તાપિતો
ખૂણે ખૂણે ગાય તારા ગુણો

એના ભૂખ્યા પેટ છતાં એને, કેવી મોંઘી તુ કેવી મીઠી
એના બેડી બંધન તુટશે, એવી આશે ખલ્ક બધી ખડી !

– ઝવેરચંદ મેઘાણી

**************************

સાથે સુમોહા-હેતલના શબ્દોમાં થોડી વાતો… વાંચતી વખતે જાણે આપણેય સી.એન.વિદ્યાલય પહોંચી જઇએ..!

This song has a very distinct memory of my childhood. Usually this song used to be sung almost every week at least once in our C.N. prarthnamandir during the months of August and January as a tribute to our svatantrata senanis…
If I close my eyes and sing the song I will go back to my prarthnamandir with a statue of Gandhiji in the center back of the stage and our small team of sangit udyog students would be sitting in the front facing the audience as if Bapu is standing right in the back of us and we are singing this song.
Usually the month of august is a month of rain and as we sang this song it would be raining. The notes of the composition are so touchy that many times we saw tears filled eyes of many students in the audience. Sometimes even we would be in the middle of singing the song and would see Jhinadada coming towards the prarthnamandir….immediately all the children would raise and wave their right hand in respect of his arrival. As far as I know Jhinadada ‘Snehrashmi’ he mentioned that he could hear all the songs sung in the prarthnamandir and whenever he listened to these songs for eg. taara naam ma….. and ame namie tane chirsathi…… from his home that used to be very close to the prarthnamandir he couldn’t stop himself to come and be the part of the prarthna.
We were 10,11 years old at this time. It was in 1985 and we didn’t know what it means. But the composition ,lyrics,environment of the prarthnamandir and Jhinadada himself made such a deep impact on our little minds and hearts that even today I feel so rich being part of this whole experience.
– Sumoha.

I have memories of this song from when I was about 6 year old, hearing my elder sister Priti singing this song, she also studied in CN.
I remember in my 5th grade when our Music teacher started teaching this song in our Sangeet Udhyog class, I jumped in my seat surpised as I almost knew the song! – It has been a favourite ever since.

Both Sumoha and I come from a ‘ Loyal-To-CN-families’ having many family members/cousins who studied in CN. & I think we all are extremely lucky to be nurtured by such a balanced & coulorful environment which was filled with lightness of freedom but at the same time grounded with very high level of discipline .

Little more background –
Around 1970s onwards many schools in Gujarat started English medium schools & due to that many Guajarati medium schools like Navchetan etc eventually closed down.
During those tough time the founders of CN very firmly held their grounds & continued their emphasis on Gujarati language medium for all students K to 12. They have continued introducing students of tender age of 8-10 years of age with very best and classic pieces of gujarati literature & music as part of curriculum, providing highly regarded poets/writers as teachers like Shri SnehRashmi(Jhina dada), Madhav Ramanuj and Yoseph Mecwan & many others.
– Hetal

**************************

માતૃભૂમિનો પ્રેમ

સ્વતંત્રતા એ શબ્દનો અર્થ જાણવા માટે ક્યારેય શબ્દકોષ ન ઉથલાવતા. એ શબ્દનો સાચો અર્થ અનુભવકોષમાં પડ્યો છે : એ શબ્દ પણ નથી, એક લાગણી છે, જે અનુભવી શકે એ અનુભવી શકે; ન અનુભવી શકે એના માટે એ બારાખડીમાં આવતા કેટલાક સંકેતોથી વિશેષ કશું જ નથી.

સ્વતંત્રતા એટલે શું ?

તમે માનું નામ લ્યો અને હ્રદયમાં જે લાગણીનો ઝરો છલકાઈ ઊઠે, એ જ વત્સલતા સ્વતંત્રતા નામમાં પણ રહી છે. બીજા બધા સંજીવની મંત્રો વિશે તો આપણે વાર્તા-પુરાણોમાં વાંચ્યું છે, પણ સ્વતંત્રતા એ તો સિધ્ધ સંજીવની મંત્ર છે. નિર્જીવના હ્રદયમાં જીવન પ્રેરે એવો મહાન મંત્ર.

અદાલતમાં લાંબી કારવાઇ ચાલ્યા પછી એક આરોપીને ‘નિર્દોષ’ જાહેર કરવામાં આવ્યો, ત્યારે એણે કહ્યું : ‘અત્યાર સુધી આ ત્રણ અક્ષરના શબ્દનો કેટલો મોટો મહિમા છે એની મને કલ્પના પણ નહોતી.’ કોઇ પ્રજા જ્યારે ગુલામીની ધૂંસરીમાંથી મુક્ત થાય ત્યારે જ એને સ્વતંત્રતા એ શબ્દનો સાચો અર્થ સમજાય છે.

પરાધીનતાના દીર્ઘ કાળ પછી પહેલી જ વાર જ્યારે માણસ પોતે સ્વતંત્ર છે એવો અનુભવ કરે એ ક્ષણનો જ મહિમા છે – અને ભારતમાં આ ક્ષણ પંદરમી ઓગસ્ટ ૧૯૪૯ના રોજ નહીં, એ પહેલાં કેટલાયે દાયકાઓ અગાઉ આવી હતી. પરાધીનતા એ બહારની કોઈ પરિસ્થિતિ નહીં, પણ આંતરિક મન:સ્થિતિ છે; અને આ સ્વતંત્રતાનો અમલ માનવીના મનમાં ઘૂંટાય પછી એને કોઈ બંધન બાંધી શકતા નથી.

આપણે સ્વતંત્ર નહોતા ત્યારે કવિએ અનુભવેલી સ્વતંત્રતાની ખુમારીનું આ કાવ્ય છે. આપણે આઝાદી દિન ઉજવીએ છીએ, પણ આજના આ ઉત્સવને શક્ય બનાવવા માટે પોતાની સમસ્ત આવતી કાલ જે માણસોએ હોમી દીધી, એમને કેમ વીસરી શકીએ?

કેટકેટલા યુવાનોએ સામેથી છૂટતી ગોળીઓની બોછાર સામે હસતા મુખે ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના નારાઓ બુલંદ કર્યા હતા, એ વાત હજી ગઈ કાલના ઈતિહાસની છે. સ્વતંત્રતા શબ્દનું જાદુ આ યુવાનો પર જે હતું એ આજે છે ખરું? એ જમાનામાં ગુલામીના અન્ન ખાવા કરતાં આઝાદીના તરણાં પર જીવવાની ખુમારી ધરાવતા લોકો આપણી વચ્ચે હતા. આજે આઝાદ થયાને આટલો સમય વીત્યો છે ત્યારે મેઘાણીની આ કવિતા આપણને ફરી એક વાર એ વાતાવરણમાં મૂકી દે છે અને આપણા એક કવિના શબ્દો વેધક તીરની માફક આંખો અને હ્રદયમાં વાગે છે.

દેશ તો આઝાદ થતા થૈ ગયો –
તેં શું કર્યું?

આ સંઘર્ષમય યુગમાં આ પ્રશ્નનો ઉત્તર ભલે સૌ કોઇ પોતપોતાની રીતે આપે છતાં એ પ્રશ્ન અત્યારે તો નિરૂત્તર જ લાગે છે.

ક્યાં છે એ ખુમારી જ્યારે હસતાં હસતાં જુવાનો ફાંસીને વરમાળા સમજીને પહેરી લેતા હતા !

માતૃભૂમિ માટેનો પ્રેમ – આ કૈ શીખવવાની વસ્તુ નથી. બાળકને કોઇ શીખવી નથી શકતું કે માને કેમ પ્રેમ કરાય! પણ જે બાળક માતાને પ્રેમ કરે છે એ સારી પેઠે જાણે છે કે માનો હાથ જો મસ્તકે હશે તો ગમે તેવી આપત્તીનો એ સામનો કરી શકશે..! ગમે તેવા ભય વચ્ચે પણ માતાનું નામ હોઠે આવી જશે, તો મૃત્યુ સાથે પણ એ પોતાનો પંજો મિલાવી શકશે.

માતાનો પ્રેમ મળવો એ જન્મસિધ્ધ હકીકત છે; માતાને પ્રેમ કરવો એ કર્મસિધ્ધ અધિકાર છે.
– હરીન્દ્ર દવે
(આભાર : માનસરોવરના હંસ)

17 replies on “તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી ! – ઝવેરચંદ મેઘાણી”

  1. સાદ્યંત સુંદર રચના…
    સહુ મિત્રોને સ્વાતંત્ર્ય દિન મુબારક !!

  2. Govind Maru says:

    ખુબ જ સુંદર રચના..
    ૬૪માં સ્વાતંત્ર્ય દીવસના હાર્દીક અભીનંદન…

  3. નમસ્કર,
    આપ શ્રિ ને વિનન્તિ કે મને ગોવિન્દ દર્જિ નિ રચન અને સોનલ રવલ ન કન્થે ગવયેલ “દોર તવિજ ઘદિ આપો ભુવજિ મુને નજરુ લગિ ચે અરે કોક્ને”
    મર એમૈલ પેર મોકલવ વિનનિ, મરે સમ્ભર્વુ ચે. મતે.
    આભર્.

  4. નમસ્કર
    ખુબજ સુન્દેર રચન ચે.
    સુમોહબેન અને હેતલ્બેન બન્ને એ ખુબજ સુન્દેર ગાયુ ચે.
    ૬૪મા સ્વત્રન્ત્ર દિને સર્વે મિત્રો ને ખુબ ખુબ અભિનનદન્ાવિ અનેક રચ્ના ઓ મોકલ્ત રહેશો.
    ધન્યવદ્

  5. Sarla Santwani says:

    સહુ મિત્રોને સ્વતંત્રતા દિનની હાર્દિક શુભકામનાઓ.

  6. Devang Shah from Africa says:

    I never forget the old days of c.n. vidyalay. This school has given lot of prominent personality. If you are firm, determine , language is not barrier to reach your destination.

  7. Kamlesh says:

    ખુબજ કર્ણપ્રિય, અને આંખો મા ભીનાશ લાવી દે તેવી રચના

  8. Nisarg Shah says:

    Awesome song..
    I remember it..
    I loved to here & sing this song..

  9. Nisarg Shah says:

    Awesome song..
    I remember it..
    I loved to here & sing this song..
    I have also studied in C.N. Vidhyalaya..
    I remember those days..
    Mrs. Arti Munshi taught me this song..
    It refreshes my school memory..
    Happy Independance Day to all..
    Jai Hind….

  10. sudhir pathak says:

    beautiful song! happy independence day!

  11. સ્વતંત્રતાની મહત્તા ગાતું આ ગીત વાંચી અને સાંભળી ન્યાલ થઈ ગયો.ઝવેર્ચંદ મેઘાણીને બા અદબ સલામ્.

  12. chandrika says:

    પ્રિય જયશ્રી અને અમિત ,
    સાદ્યંત સુંદર રચના…
    સહુ મિત્રોને સ્વાતંત્ર્ય દિન મુબારક !!
    ખુબજ કર્ણપ્રિય, અને આંખો મા ભીનાશ લાવી દે તેવી રચના
    સ્વતંત્રતાની મહત્તા ગાતું આ ગીત વાંચી ને ખુબજ મઝા આવી ગઈ.ઝવેર્ચંદ મેઘાણીને બા અદબ સલામ્
    ફક્ત એકજ વાત ખુંચી જ્યારે ૧૧ જ કોમ્મેન્ટ્સ જોઈ ત્યારે કે લોકો ગીત વાંચે છે પણ તેઓ જાણે છે કે અહિં આ પોસ્ટ મુકવા માટૅ તમે તમારા સમય નો કેટલો ભોગ આપતા હશો?આ તો ગુજરાતી સાહિત્ય રસિકોની નિહ્સ્વાર્થ સેવા છે નહિ તો દુનિયાને ખુણે ખુણે રહેતા લોકો માટે આ ગીતો સાંભળવા કે વાંચવા લગભગ અશક્ય છે.આશા રાખું છું કે તમે કોઈ તમને બિરદાવે કે નહિ તમે આ કામ વધુ ને વધુ ઉત્સાહપુર્વક કરતા રહેશો.
    ચન્દ્રિકા

  13. tushar shukla says:

    C.N. had a great tredion of Samooh Prarthanaa..likke many good schools.I would like to express my respect to all those Music Teachers who did a commanding..but, a silent job of composing such songs…Bhailaalbhai was one of them.

  14. Geeta Vakil says:

    દેશ્ભક્તિનું આટલુબધું સુંદર ગીત મૂકવા બદલ જયશ્રીબેનનો આભાર અને અભીનંદન!
    ગીતની પંક્તિ પંક્તિમાં દેશપ્રેમ છલકાય છે એ માટે મેઘાણી સાહેબને સલામ!ખૂબ જ સુંદર રચના!

  15. Dipak says:

    ખુબજ સરસ.જો શક્ય હોય તો માન્.ઝવેરચન્દ મેઘાનીનુ લખેલુ મલતા મળિ ગુજરાત મોરિ મોરિ. આભાર.

  16. sandip luhar says:

    ખરેખર આ કાવ્‍ય પૃથ્‍વી પર રચાયું હોય, એવું લાગતું જ નથી. જેટલી વાર વાંચુ છું, તેટલી વાર ઉર્મિઓ ઉભરાયા કરે છે. અને કયારેક અનુભવાય છે કે, આઝાદ થયા પછી આપણે કેટલા સ્‍વાર્થી થઇ ગયા છીએ.

    આના સંદર્ભમાં કહીશ કે આ દેશ બનવા સમયની મુશ્‍કેલીઓને સમજવા માટે અને તેની કિંમત કરવા માટે તો કહીએ, કરીએ અને વાંચીએ તેટલુ ઓછું છે, પણ તેમ છતાં આવો પણ કોઇ (સુવર્ણ કહી શકાય તેવો) સમય આપણા દેશના ભાગ્‍યમાં આવ્‍યો હતો તે જાણવા માટે સરદાર વલ્‍લભભાઇ પટેલનો પત્રવ્‍યવહાર નામના બે ભાગના પુસ્‍તક છે, મારૂ વાંચન ચાલું છે, એક એક પત્ર વાંચતા ખ્‍યાલ આવે છે કે, મારા જન્‍મ પછીનું ભારત અને પોતાના જન્‍મ વખતનું ભારત બન્‍ને વચ્‍ચે કેટલો ગાળો હતો, એ સમયની દ્રષ્‍િટએ આપણે તો ખરેખર સ્‍વર્ગીય સમયમાં જન્‍મ લીધો છે. પરંતુ તેમ છતાં, આપણે આપણા દેશને આપણી અંગત સુખાકારી પુરતો સિમિત બનાવી દીધો છે. દેશ પ્રત્‍યેની આપણી જવાબદારી આપણે ભુલી ગયા છીએ. અને મે જે કંઇ પણ ઇતિહાસ વાંચ્‍યો છે તે એવું દર્શાવે છે કે, પોતાનો ઇતિહાસ ભુલેલી પ્રજાનો અંજામ ઘણો જ કરૂણ હોય છે. ઇશ્‍વર આપણને માગદર્શન આપે તેવી સૌ ગુજરાતીઓને ભારતીય તરીકે શુભેચ્‍છા….

  17. Asha Mehat says:

    we sang this song as a group at All India Redio Ahemdavad Akashvani between 1979 to 1980 very nice song.we also did play with it too.Hope if they have recording at the radio station.
    singer name
    Manjariben
    Hemaben
    Padmaben
    My self Asha Mehta and two three more do not remember Names.
    was very well done That time If you find it please send it to me.
    Thanks,
    Asha Mehta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *