શ્રાવણનાં મેળામાં – ધનજીભાઈ પટેલ

હિંદુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનું અપાર મહત્વ છે. આ વર્ષે ૧૦ ઓગસ્ટથી શ્રાવણ માસ શરૂ થયો. નીશા ઉપાધ્યાય નો મધુર કંઠ અને સોલી કપાડિયાનું સંગીત……

(શ્રાવણનાં મેળામાં……Photo : India Culture Blog)

સંગીત : સોલી કપાડિયા
સ્વર : નિશા (ઉપાધ્યાય) કપાડિયા

.

શ્રાવણનાં મેળામાં નજર્યુંનાં સરવરીયે વરસીને મન ભીનું કીધું,
એક એક ફોરામાં પ્રીતનો અમલ હતો, ચેન ખોયું ને ઘેન લીધું.

વ્હાલપ વાગે મારા હૈયામાં એવી કે હૈયામાં સોંસરી વિંધાણી,
મેડીથી ઘેર જવું લાગતુ’તુ આકરું, સૈયરથી ખોટું રિસાણી;
ડગમગતા પગલે ઘેર પહોંચી છું જેમ તેમ, એવું તે દુ:ખ એણે દીધું.

ઓરડાનું બારણું આડું કરીને જરી ઢોલીયાને કાયા તે સોંપી,
ફૂલની સુવાસ જેવા મઘમઘતા સોણલાએ લાડ કરી લાગણીને પોંખી;
મલકી કે પલકી ના પાંપણ સૈ રાતભર, રાતુ પ્રભાત ઉગ્યું સીધું.

-ધનજીભાઈ પટેલ

(આભાર – ગાગરમાં સાગર)

8 replies on “શ્રાવણનાં મેળામાં – ધનજીભાઈ પટેલ”

 1. Kamlesh says:

  મલકી કે પલકી ના પાંપણ સૈ રાતભર, રાતુ પ્રભાત ઉગ્યું સીધું.

  વાહ.શ્રાવણી બીજે……..અદભુત..વાહ કાપડિયા..

 2. એક એક ફોરામાં પ્રીતનો અમલ હતો, ચેન ખોયું ને ઘેન લીધું

 3. Jayshree Merchant says:

  શૂંગારના ખૂબ જ કળાત્મકતાથી લખાયેલું અને એટલી જ્ ઉત્કૃષ્ટતાથી ગવાયેલું આ ગીત છે. વાહ!

 4. pravin buddh says:

  શબ્દો ના સર્જનહાર ને ધન્યવાદ

 5. Nalin Shah says:

  Like it. Very nice.

 6. શ્રી. ધનજીભાઇને ધન્યવાદ !
  નિશાબહેનને પણ સાભાર ધન્યવાદ !
  જયશ્રીબહેનાને વહાલ ને યાદ !

 7. Chandrika Patel says:

  ટહુકો ટીમ,
  શ્રાવણ માસ ને યાદ કરી મુકેલું ગીત ખુબ જ મધુર છે. શ્રી ધનજીભાઈ ‘આનંદ’ ઉપનામે ગીતો લખે છે.

 8. Ravindra Sankalia. says:

  ખુબજ મધમીઠૌ અવાજ.સોલી ક્પાડીઆનુ અપ્રતીમ સંગીત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *