વૈદ મળ્યા – મધુમતી મહેતા

સ્વર: મધુમતી મહેતા

એક દિવસ હું ઝાંઝર પહેરી દર્શન કરવા હાલી,
રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી.

બોલ્યા- દીકરી, દીસે તારો રઝળપાટનો કોઠો,
વિચારવાયુ વકર્યો એનો ચડ્યો કાગળે ગોટો;
લાગણીઓને મધુપ્રમેહ છે – કહ્યું લોહીને ચાખી,
રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી.

વૈદ કહે કે નાડી તારી ચાલે મંડૂક ચાલ,
નીકળ્યા ચીલા ચાતરવા, પણ નથી ચાલમાં તાલ;
કેડી, કારણ, હાંફ, ગજુ – લે એક નજરથી માપી,
રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી.

મસ્તકમાં વળ જાજા માથે તર્કતણી કરચલીઓ,
તારી અંદર બબ્બે તું છો, કરમી ને કદખળીયો;
ઝઘડાં મૂળથી કાઢે એવા ઓસડિયા દે વાટી,
રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી.

-મધુમતી મહેતા

5 replies on “વૈદ મળ્યા – મધુમતી મહેતા”

 1. Harsukh H. Doshi says:

  respected Jayshreeben, August 9/10 2010.

  I think you have returned from Chicago. Will you please open the sound box of this creation ?
  Error in opening is appearing.

  Harsukh H. Doshi.

 2. Nalin Shah says:

  I find the same problem. No sound.

 3. hemlata Dave says:

  સામ્ભલવાની તક્લીફ્. સરસ કવિતા. મધુબેન ધન્યવાદ.

 4. krishna says:

  વાહ મસ્ત છે..

 5. Ranjitved says:

  STILL WE ARE UN ABLE TO LISTEN EVEN TODAY…!! HOW SAD ?PL DO SOMETHING…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *