ક્યાંથી તરાવવા ? – વિવેક મનહર ટેલર

નવા વર્ષની શરૂઆતે સૌને સાલ મુબારક….. સ્વજનોનું વ્હાલ મુબારક…. અને ટહુકાના તાલ મુબારક…! 🙂
ચલો… માણીએ વિવેકની મઝાની ગઝલ…!!


(પાંદડે પાંદડે મોતી…                           …સપ્ટેમ્બર, ૨૦૦૭)

પાણી ભરેલા વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.

એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
ખુદમાં ડૂબી ગયેલને ક્યાંથી તરાવવા ?

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ?

પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા.

એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?

કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?

-વિવેક મનહર ટેલર
(૦૩-૦૮-૨૦૦૭)

છંદ-વિધાન: ગા | ગાલગાલ | ગાલલગા | ગાલગાલ | ગા

8 replies on “ક્યાંથી તરાવવા ? – વિવેક મનહર ટેલર”

 1. સુંદર ગઝલ. સહુ મિત્રોને નૂતન વર્ષાભિનંદન.

 2. dipti says:

  સરસ ગઝલ્.સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભ કામનાઓ અને નવા વરસના અભિન્નદન.

 3. Anila Amin says:

  મોટભાગના લોકોનુ જીવન નિરાશા અને હતાશાને સ્વીકારી લેતુહોયછે તેઓને

  સમગ્ર જીવન મ્રુગજળ જેવુ ભાસે છે. બખિયા ભરીનેય મનવી જીવીતો જણેછે પણ

  તેઓને ઉઠો, જાગો ધમધમાવીને દોડો એ સન્દેશો પહોચાડવો જરૂરી બની રહેછે.સરસ શબ્દો.

  નવા વર્શની શુભેચ્છા સહ અભિનન્દન.

 4. Ramesh Patel says:

  સરસ સંદેશ દેતી શ્રી વિવેકભાઈની ગઝલ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 5. Sudhir Patel says:

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 6. Himanshu says:

  એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
  ખુદમાં ડૂબી ગયેલને ક્યાંથી તરાવવા ?

  Captures the essence of the modern life very well. Well done Vivek!

 7. vineshchandra chhotai says:

  આ તો ખરિવ્વત સહુ ને ગમ્વૈ તો પચિ સૌ મલિ , કેમ , ન , તેનુ લભ લહે તો બહુ સરુ

 8. rakesh says:

  સાહેબ બહુ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *