પન્નીને પહતાય તો કે’ટો ની…. – ડો. રઇશ મનીયાર

ચલો… રવિવાર સુધરી જાય એવું કંઇક કરીયે આજે…

એટલે કે.. ટહુકો પર બીજુ તો શું કરવાનું હોય, એક મસ્તીભર્યું ગીત સાંભળીયે. 🙂

કવિ શ્રી રઇશ મનીયારની આ હઝલ ( હાસ્ય ગઝલ ) ઘણી જ જાણીતી છે. અને આપણા મેહુલભાઇએ એને ખૂબ જ સરસ સંગીત આપ્યું છે.. ગમે એવા મૂડમાં હો, ચહેરા પર સ્મિત આવી જાય !!

આમ તો રઇશભાઇ હમણા અમેરિકામાં જ છે, અને East Coastમાં એમના ઘણા પ્રોગ્રામ પણ થાય છે, પણ અમે કેલિફોર્નિયાવાળા રહી ગયા… 🙁

ચલો.. રૂબરૂમાં નહીં તો આવી રીતે જ.. એમની રચના માણીને મઝા કરીયે..

સંગીત : મેહુલ સુરતી
સ્વર : સત્યેન જગીવાલા

after-marriage.jpg

.

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

( આભાર : લયસ્તરો )

ફરમાઇશ કરનાર મિત્ર : હાર્દિક શાહ.

60 replies on “પન્નીને પહતાય તો કે’ટો ની…. – ડો. રઇશ મનીયાર”

 1. Hemant Padhiar says:

  ગીત જેટલુ ઝોરદાર છે, એટલુ જ ઝોરદાર composition અને singing છે.

 2. harad vyas says:

  આ તો માર્ હુરત

 3. pravin halani says:

  મોજ આવિ ગઈ

 4. Tushar Bhatt says:

  ફોટોની પસન્દગી બહુજ રમુજી છે. જેમ જેમ જોઉ તેમ સિહની દયા આવે.

 5. તમારિ કવિતા,ગઝલ્ ,હાસ્ય્લેખો સુન્દર હોય ૬.

 6. Rajendra Trivedi,M.D. says:

  ભાઈસુરેશ ને ગમ્યુ ને હાસ્યદરબાર પર મુકી દીધુ !!

 7. gita c kansara says:

  મદમસ્ત સુરતેી લય્મા ગેીત મજા આવેી ગઈ.
  સ્વર સન્ગેીત ઉત્ત્મ્.

 8. Jagdeep H Buch says:

  ખુબ જ સુન્દ ર ગેીત .સુરતિ ભાશા સામ્ભદવાનેી મજા આવિ ગયિ.

 9. manish says:

  સરસ સોન્ગ ચે હુ અને મારિ ફમિલિ સાથે સાભદિએ ચે

 10. Viral says:

  બહુ મસ્ત ૬

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *