રામમઢી રે મારી રામમઢી – ઉમાશંકર જોશી

આજે ૨૧ જુલાઈ એટલે ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી છે. એ અવસરે એમની આ યાદગાર રચના…..

આલ્બમ : હસ્તાક્ષર
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : રવિન્દ્ર સાઠે

This text will be replaced

રામમઢી રે મારી રામમઢી,
ગંગા ને કાંઠે રામમઢી;
રામમઢી રે મારી રામમઢી,
જમુના ને કાંઠે રામમઢી.

કોઈ સંતન આવે મંગલ ગાવે,
અલખ ધૂનરસ રંગ લગાવે;
આવે કોઈ અવધૂત ચઢી,
રામમઢી રે મારી રામમઢી….

રસભર હૈયાની ડોલે નૈયા,
પીયુ પીયુ બોલે પ્રાણ પપૈયા;
ચેતનની વરસંત ઝડી,
રામમઢી રે મારી રામમઢી….

– ઉમાશંકર જોશી

10 replies on “રામમઢી રે મારી રામમઢી – ઉમાશંકર જોશી”

 1. કવિશ્રીની જન્મ શતાબ્દી પ્રસંગે આનંદ… આનંદ… આનંદ…

 2. Nalin Shah says:

  Like it. Very nice. Have heard quite a bit recently.

 3. Maheshchandra Naik says:

  કવિશ્રીની જન્મશતાબ્દી પ્રસન્ગે કવિશ્રીને સ્મૃતીવંદના, આપનો આભાર…

 4. હુસૈન says:

  કવિશ્રીની જન્મ શતાબ્દી પ્રસંગ બધાયને અભિનંદન!

 5. Ullas Oza says:

  ગુજરાતી ભાષાના પ્રખર લેખક, કવિ, વાર્તાકાર, વિવેચક ઍવા શ્રી ઉમાશંકરભાઈને કોટિ કોટિ વંદન.
  યોગિની & ઉલ્લાસ ઓઝા

 6. shivanimayank says:

  કવિશ્રી એ આપેલા વારસા થી આપણે સમૃધા થયા. સૌન્દર્ય બોધ ની અનુભૂતિ થઇ …… આપણે એમના ઋણી છીએ…

 7. BUTABHAI PATEL says:

  સરસ………

 8. યજ્ઞાંગ પંડયા says:

  એક દમ સરસ

 9. kiran.pathak. says:

  સુન્દર રચન ચ્હે.

 10. kiran.pathak. says:

  ખુબ જ ગમ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *