જળ પ્રપાત હે વહો નિરંતર – ભાગ્યેશ જહા

સ્વર : સોલી કાપડિયા

.

જળ પ્રપાત હે વહો નિરંતર, અનંત યુગોથી અનંત રાગથી,
ગીત ઊઠે તુજ મહા નિરંતર, જળ પ્રપાત હે વહો નિરંતર.

મહાર્ણ્વોનું મૌન ઓગળે, વાદળ વરાળ આગ ઓગળે;
સતત સતત આ ધૈર્ય ભાવનું કેવું વિસ્મિત જંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર.

અનરાધાર તું, ધોધમાર તું, સરળ સહજ પણ ધરાધાર તું;
તવ ચરણોમાં શોભે કેવું મેઘધનુનું તંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર.

– ભાગ્યેશ જહા

આભાર – ઊર્મિ

9 replies on “જળ પ્રપાત હે વહો નિરંતર – ભાગ્યેશ જહા”

 1. સોલી કાપડીયાના સ્વરમાં સાંભળેલુ આ ગીત ફરી સાંભળીને મજા આવી ગઇ.

 2. વાહ… સુંદર કવિતા… અદભુત સ્વરાંકન અને ચિત્તહારક ગાયકી….

 3. kirit bhatt says:

  વાહ, મજા આવી ગઈ.શબ્દો સ્વર અને સંગીત ત્રણેય સરસ.

 4. જયેન્દ્ર ઠાકર says:

  સુન્દર કવન અને ગવન! દીલ ભીન્જાવી ગયુ. અને હા પેલુ પિક્ચર, તેના પર ક્લીક કરોતો વરસાદથી ભીન્જાય જશો!

 5. ભાગ્યેભૈ .
  તમારિ રચનામા કૈક વિશેશ્ હોય ચ્હે .
  કાણ્તિભઅઇ કેનેદાથિ યાદ .

  +૧ ૪૧૬ ૨૯૦ ૬૩૭૨

 6. વાહ… સુંદર કાવ્ય! આજકાલ આવા કાવ્યો ઝાઝા લખાતા નથી.
  સોલીભાઈ અને વૃંદ દ્વારા સરસ ન્યાય આપાયો છે.

 7. Siddhartha Dave says:

  અનરાધાર તું, ધોધમાર તું, સરળ સહજ પણ ધરાધાર તું;
  તવ ચરણોમાં શોભે કેવું મેઘધનુનું તંતર !

  અદ્ભુત અનુભુતિ ….અહિ અમેરિકા મા નિર્જ્હર વર્શાદ નિ યાદ કરાવતિ સરસ કવિતા……….
  આભાર જ્હા સહેબ્
  Siddhartha Dave

 8. Nirlep Bhatt says:

  song on unique theme; fall can have many dimensions of meaning.

 9. Anant Vyas says:

  Beautiful poetry,compo.,ssinging,chorus,arrangement…..Kyaa baat hai!Congrat to Bhagyeshbhai,Soli,composor,Chorus voices,arranger…..1dumHatke!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *