આપણી જ વાર્તા – ગૌરવ ધ્રુ

આજનું આ ગીત ખાસ મારા ‘રાજા’ અમિત અને અમારી પરીની કહાણી માટે… (આમ તો અમે વર્ષમાં ચાર જાતની Anniversary ઉજવીએ છે, પણ આજે આ ગીત… બસ એમ જ.. પ્રેમમાં ક્યાં કારણ જોઇએ? 🙂 )

સ્વર : આશિત – હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

.

આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી

પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી,
એ નગરીના રહેવાસી આપણે
ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા
કે સૂકવવા જઇ બેઠા તાપણે
સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ
ગાંડાતૂર થઇ કીધી ઉજાણી

આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી

હોળી હલ્લેસા ને પાણીનું રણ
અને ડમરી સમ ____ એના લ્હેરે
લથબથતા ભીંજાતા નખશીખ ____
હવે શમણેરી વેશ જુઓ પ્હેરે
હાંફતા હરણ સમા કિનારે પહોચ્યા
ત્યાં આવ્યું તું અંકમાં સમાણી

આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી

– ગૌરવ ધ્રુ

17 replies on “આપણી જ વાર્તા – ગૌરવ ધ્રુ”

 1. રાજારાણીની બહુજ સરસ વાત. મજાનુ ગીત છે.

 2. Sarla Santwani says:

  ખૂબ જ મજેદાર અને રમતીયાળ ગીત.

 3. pooja desai nanavaty says:

  Pranam Gaurav bhai,

  Very nice lyrics….very happy to see your name after a long time..you must be there but i visited TAHUKO after a long long time…..jay hatkesh

 4. chandrika says:

  પ્રિય અમિત અને જયશ્રી,
  રહો આનંદ માં મારા વહાલા રાજા અને રાણી.
  ખુબ જ મઝાનું ગીત.વિશાલે પણ સાંભળ્યું તેને પણ ગમ્યું.
  મમ્મી

 5. Ullas Oza says:

  પ્રેમમા ભીંજતા ‘રાજા’ ને ‘રાણી’ ની સુંદર કહાની !

 6. Neela says:

  ખૂબ જ સરસ,મજાનુ ગીત.

 7. Swar says:

  ઘણા વખત પછી આ મજાનુ ગીત સામ્ભળ્યૂ…. ધન્યવાદ..

 8. Mehmood says:

  આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
  ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી..
  શૅખાદમ આબુવાલાના શબ્દોમા.. મારા જિવનની પરિકથામાથી પરિ ઊડી ગઈ અને કથા રહી ગઈ…

 9. Mehmood says:

  કહેતા ફરોના બધાને કહાણી
  કહેશે કદી’કો શબદની ઉજાણી

  અને એ કહાણી મહીં એકજ વિષય
  હતો એક રાજા અને એક રાણી

 10. hina maniar says:

  Amazing!! like u r front of mirror!!
  looking at your eyes with flashback of own life!!!

  Thanks for such a nice wordings…..

 11. Maheshchandra Naik says:

  આપણે જ રાજા અને આપણે જ રાણી, સરસ વાત કરી છે અને સરસ રમતિયાળ રીતે ગવાયેલુ ગીત આભાર, અભિનદન સૌને……

 12. Pravin V. Patel [Norristown, PA. USA ] says:

  શબ્દ અનેસંગીતનું સુમધુર મીલન. આપની હરિયાળી સદાય મહેંકતી રહે. હાર્દિક પ્રભુ પ્રાર્થના.

 13. Kalpana says:

  “હોડી હલેસા ને પાણીનુ રણ” હોવુઁ ઘટે, બરાબર? મારી ભૂલ હોય તો સુધારશો.
  સુઁદર હળવુઁ હળવુઁ ગીત. આપણે આમ જ જીવતા હોઈએ તો જીવન સઁગીત બને.
  આભાર જયશ્રી.
  કલ્પના લન્ડનથી

 14. papa says:

  ખુબજ સરસ
  આમજ સદા ટહુકતા રહો એવાઆસિરવાદ

 15. Ami says:

  Khub saras geet che…ek special request- please balako mate thoda jodakana pan add karo.. english school ma bhanta balako ne pan thoda jodakana saras gokhavi shakshu .. possible hoi to please add karjo..

 16. Ninad Mehta, Vadodara says:

  Marvelous composition…. The words and the composition are as if “made for each other”, and The voice of Ashit bhai and Hema ben is also “Made for Each other” Undoubtedly one of the best composition by ashit bhai in this mood. Keep giving such numbers. All our best wishes are with you.

 17. parul says:

  ખુબ્જ સુન્દ્ર્ર ગિત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *