સંવાદ રાખું છું – ગૌરાંગ ઠાકર

dew

અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું,
બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું.

તને આપી જવી છે એટલે હું યાદ રાખું છું,
નહીંતર હર ખુશીમાં જાત મારી બાદ રાખું છું.

સરળતાથી મને વાંચી શકે તું એટલા માટે,
હું મારી વારતાનો અશ્રુમાં અનુવાદ રાખું છું.

જો ભીના થઇ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

સ્મરણ પંખી બની મુજ ટોડલે ટહુક્યા કરે તેંથી,
તને સંબંધના પિંજરથી હું આઝાદ રાખું છું.

13 replies on “સંવાદ રાખું છું – ગૌરાંગ ઠાકર”

 1. sujata says:

  kaya sagar mathi ava moti sodhi lavya? gazal bahu roopadi chhey maja aavi gai…….

 2. જો ભીના થઇ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
  હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું.

  -સુંદર શેર…. મજાની ગઝલ… ગુજરાતી ગઝલની સાંકડી ગલીમાંથી બહુ ઝડપથી આગળ આવી રહેલું એક નામ એટલે ગૌરાંગ ઠાકર… એમના પ્રથમ ગઝલસંગ્રહ-મારા હિસ્સાનો સૂરજ-માંથી ચૂંટેલા મોતીઓ માણવા હોય તો –

  http://layastaro.com/?p=830

  – અને એમના હસ્તાક્ષરમાં લખેલી આવીજ એક જાનદાર ગઝલ માણવી હોય તો એ અહીં ઉપલબ્ધ છે:

  http://layastaro.com/?p=867

 3. Jayshree says:

  આભાર વિવેકભાઇ..

  સુજાતા, તમે પૂછેલા પ્રશ્નનો જવાબ પણ વિવેકભાઇએ આપી જ દીધો… એ સાગરનું નામ છે – મારા હિસ્સાનો સૂરજ.

 4. ashalata says:

  હુ મારા ખિ સ્સામા સતત વરસાદ રાખૂ છ્ !
  ખૂબ જ સરસ

 5. Radhika says:

  અરે યાર એક એક શેર ને કા વખાણો !!!
  આખે આખી ગઝલ જ મન મા વસી ગઈ

 6. ગૌરાઁગને અભિનંદન,

 7. harshad jangla says:

  અશ્રુમાં અનુવાદ……
  સુંદર

 8. harry says:

  અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું,
  બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું.

  સુદર ગઝલ્…

 9. sujata says:

  Jayshree,sagar ni sodh poori thai abhar Vivekbhai no pan tahuko to mahasagar thai chukyo chhey jetli vaar marjeeva thai ne dubkee lagaviye moti hath ma aave j chhey…….

 10. DIVYA says:

  ” તમે સૌ કોઇ ના હિસ્સે સૂરજ મૂક્યો ,
  હવે જાણ્યું ,તમે મશહૂર શાથી છો ?!”
  કવિ, હવે બીજો કાવ્ય-સંગ્રહ ક્યારે ?
  વિવેકભાઈ ને જયશ્રીબેન ને પણ ધન્યવાદ…

 11. Kirit Brahmbhatt says:

  ગૌરાગ ભાઇ ને કહિને કોઇ સ્વરન્કન કરવો ને !!!!!!!!

 12. Neha A. Doshi says:

  માનનીય શ્રી ગૌરાંગભાઇ ,

  નીચે જણાવેલી પંક્તિ ની પુરી કવિતા મને મેલ કરવા વિનંતી…….

  પાંદડુ તાળી પવન ને આપે છે,
  ઝાડ પર જાણે કે રાસ ચાલે છે.
  સ્નેહ ઑછો નથી કોઈનો પણ,
  ઍક જાણ કેમ ખાસ લાગે છે….?

  નેહા દોશી.

 13. Pradip bhatt says:

  wah..tame gazwama varsad rakho cho..toh,hu pan haath ma kana[hole]wali chatri rakhu chuu..
  just superb..Gaurangbhai..salute to uuuu!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *