કરવતથી વહેરેલાં
ઝેરણથી ઝેરેલાં,
કાનસથી છોલેલાં,
તોયે અમે લાગણીના માણસ.
બોમબોમ બીડેલાં પંખાળાં સાંબેલા,
તોપ તોપ ઝીંકેલા, આગ આગ આંબેલા,
ધણધણ ધુમાડાના
બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં :
તોય અમે લાવણીના માણસ.
ખેતરના ડૂંડાંમાં
લાલ લાલ ગંજેરી,
શ્યામ શ્યામ સોનેરી,
ભડકે ભરખાયલ છે : દાણા દૂણાયલ છે :
ઊગવાના ઓરતામાં વણસેલા કણસેલાં –
તોય અમે વાવણીના માણસ.
ભૂખરાં ને જાંબુડિયાં… દૂધિયાં પિરોજાં,
દીઠાં ને અણદીઠાં દરિયાનાં મોજાં,
માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં :
કાંઠેથી મઝધારે
સરગમને સથવારે,
તોય અમે આવણીને જાવણીનાં માણસ.
ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.
કરવતથી….
દુધીયા એટલે સફેદ્ દુધ જેવો.
પિરોજી એટલે કાંતો સુમ્દર ગુલાબી અથવા
સુંદર જાંબલી.
મારી મમ્મી પિરોજી રંગનિ સાડી પહેરતી પણ્
તે રંગ ક્યો તે યાદ નથી.
How to play this song? I don’t find any symbols of play.
બહેન !તમારી બધી શોધોને દાદ આપવીજ પડે !
આ રચના ઘણી સરસ છે.સાભાર અભિનંદન !
દુધીયા= milky અને પિરોજાં= આ રંગ નુ નામ છે.
કમાલનું ગીત
દૂધીયાં પિરોજા એટલે શું?