જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી ! – દેવદાસ ‘અમીર’

દેવદાસ અમીરની આ મારી ઘણી જ ગમતી ગઝલ.. મત્લા થી મક્તા સુધી એક પણ શેર એવો ના મળે જેના પર ‘વાહ વાહ’ કરવાની ઇચ્છા ન થાય… દરેક શેર વાંચતા જ દિલને સ્પર્શી જાય એવો.. જોઇ લે, આ હાથમાં ગાંડિવ છે, ગોફણ નથી..! કેવી ખુમારીવાળી વાત!

અને આવી સુંદર ગઝલ જ્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ સ્વર – સંગીત સાથે સામે આવે – તો કંઇ એક-બે વાર સાંભળવાથી ધરાવાય? વારંવાર સાંભળ્યે જ છુટકો.. બરાબર ને?

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
વાદ્યવૃંદ સંચાલન : આશિત દેસાઇ
આલ્બમ : અનુભૂતિ
(રાજેશભાઇ દેસાઇનો ખાસ આભાર – આ આલ્બમ માટે)

.

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી !

અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !

મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !

22 replies on “જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી ! – દેવદાસ ‘અમીર’”

 1. હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
  ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

  ઉત્તમ, અતિ ઉત્તમ.

 2. સુંદર ગઝલ… બધા જ શેર સુંદર થયા છે… આમાં થોડી વધુ મજા આવી:

  હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
  ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

  મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
  આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

  હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
  વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

  ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
  મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !

 3. ગઝલ બહુ જ સરસ, અમીરને ખુબ લ્હુબ અભિનંદન

 4. Meeta says:

  બહુ સરસ છે મને ખુબ ગમેી

 5. મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
  આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

  હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
  વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

  આ બે શેર ઘણા ગમ્યા…

 6. harry says:

  ncie gazal !!

 7. ashalata says:

  ગઝલ ખુબ જ સુન્દેર
  ાભિનન્દન્!

 8. Mehul says:

  જબ્બરદસ્ત!

  શરુઆત જ આટલી જાલીમ છે કે આગળ વાંચ્યા વગર છુટકો નથી!

  અફલાતુન રચના છે.

 9. Kamlesh says:

  Zaburdust……..

 10. pragna says:

  અતિ ઉત્તમ રચના . આ બે શેર બહુ ગમ્યા. કોણ કહે છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
  જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

  હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
  ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

 11. pragnaju says:

  સરસ ગઝલ
  કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
  જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !
  વાહ્

 12. raju dave says:

  ખુબ્સુરત અને અતિસુન્દેર. રાજુ.દવે

 13. Devendra Shah says:

  તમારી વાત સાચી ! ખુબ સુન્દર !! શબ્દો નથી જડતા ‘ અમીર !!!

 14. Pinki says:

  હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
  ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

  વાહ્…..!! સરસ શેર ……!!

 15. suril says:

  ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
  મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !……..
  simply superb…..
  awesome
  & this one tooooooo
  હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
  વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

 16. jigna says:

  jayshree,
  had kari tame to,,adhbhut geeto lavya chho..aavu collection to kyaye nathi jou..hu canada rahu chhu.ane gujrati geeto ni khub moti chahak chuu. pan tahuko.com ma je geeto manya , ama to pachi desh ma aavi gai avu lagu.aadhbhut.mane khaber noti ke aatla badha gujrati geeto na chahko chhe..badha ni comments vachi ne aanad thayo.

 17. Devendra Gadhavi says:

  Mane Gamto Sher

  હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
  વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

  ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
  મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી

 18. mahendra says:

  favase kaya kaya harifo ni harifai AMIR
  mari samrudhhi na kai ek-be karan nathi.bahuj satya vat 6 em koi na fave baki koi ne samarudh thava de ?

 19. mansukh vaja says:

  ખરેખર ખુબજ સુન્દર

 20. […] અધૂરા માનવીની એક ‘અમીરી’ ગઝલ.  જેમાં માનવ સ્વભાવનું ઝીણવટ અને જતનપૂર્વક નિરુપણ કરવામાં આવ્યું છે.  (ઑડિયો ) […]

 21. Sunil Chauhan says:

  અદ્…ભુત…!
  વાહ!..અમીર,પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઇ!
  “અનુભૂતિ” થયા વગર રહે નહિ કે આ ગઝલ
  “ઉત્તમ” અને “અમીર” થઈ ગઈ!

 22. NIMESH says:

  જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
  આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી !

  EXCELLENT

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *