માણસ નામની ધૂળ – નયન દેસાઈ

સ્વર – સંગીત : હરીશભાઇ સોની

This text will be replaced

આ પડછાયા, આ ભીંતો ને આ સૂરજ સૌ શંખ ફૂંકે છે
આ શ્વાસોના સમરાંગણમાં માણસ નામની ધૂળ ઊડે છે

આ દ્રશ્યો જે ચળકે છે તે વીંધે, કાપે, ઊંડે ઉતરે
કિકિયારી કરતા શબ્દોનું આંખોમાં આકાશ ખૂલે છે

બંને હાથની રેખા વચ્ચે પડછાયાને ઉભો રાખો
જોવાદો કે લાગણીઓના દર્પણ તડતડ કેમ ટૂટે છે

– નયન દેસાઈ

14 thoughts on “માણસ નામની ધૂળ – નયન દેસાઈ

 1. Harsukh H. Doshi

  Respected Jayshreeben_Amitbhai,
  You have mentioned Voice and music by Harishbhai Soni,but there is nothing where I can click on.

  Harsukh H. Doshi

  Reply
 2. d.k.rathod

  આપનો અભિપ્રાય જાણવો છે.
  લાગણીઓના દર્પણ તડ તડ કેમ તુટે છે.

  Reply
 3. નયના માંકડ્

  અવનવા ગીતો સાભળવા ની મજા આવે છે.મેલ ખોલતા જ ટહુકો શોધાઇ જાય છે.

  Reply
 4. pragnaju

  મઝાના સ્વર સંગીત
  બંને હાથની રેખા વચ્ચે પડછાયાને ઉભો રાખો
  જોવાદો કે લાગણીઓના દર્પણ તડતડ કેમ ટૂટે છે
  વાહ્

  Reply
 5. Harsukh H. Doshi

  Respected Jayshreeben & Amitbhai,
  I wonder whether it was my mistake or you have fixed up after comment from me.
  THANKS A LOT. To day I have heard the Gazal.

  Harsukh H. Doshi.

  Reply
 6. nandu

  બંને હાથની રેખા વચ્ચે પડછાયાને ઉભો રાખો
  જોવાદો કે લાગણીઓના દર્પણ તડતડ કેમ ટૂટે છે

  Reply
 7. kirit bhatt

  વાહ, સરસ. મારા ગુરુજી શ્રી હરીશભાઈ ની આ રચના પણ સરસ જ છે. તમારો આભાર બેન પણ હવે હું બીજી બે રચનાઓ અહીં જોવાની આશા રાખી શકું?

  Reply
 8. bansi parekh

  પ્રિય જય્શ્રેીબેન આ શુ કર્યુ? ગિતો સમ્ભ્ળાયચ્હે પણ વન્ચાતા નથિ. મારિ તો મઝા જ ઉડિ ગૈ. ઝન્ખા અક્સરો દેખાતા જ નથિ. ના ના આ ના ચાલે! ફરિ પાચ્હિ એજ સિસ્ટમ લાવો.તમે જો આવુ ચાલુ રાખ્શો તો મને નહિ ગમે. ગમે તે કારણ થિ તમે આ પધ્ધ્તિ દાખલ કરિ હોય પણ મારુ દિલ તુટિ ગયુ ચ્હે.એને પ્લિસ સાન્ધો. સમ્જ્યા બેન્! આભાર સહ આપનો બન્સિ પારેખ્ જય શ્રિ ક્રિશ્ન. ૦૫- ૨૬- ૧૦ સમય ૧૧.૩૫ મારિ અર્જિ સ્વિકારો જય્શ્રિ બેન્!

  Reply
 9. Jayshree Post author

  વ્હાલા બંસીબેન..
  ટહુકો પર કંઇ જ બદલાયું નથી..! બધા settings પહેલા હતા એવા જ છે.. અને મારા બંને computer પર પણ ટહુકો પહેલા હતો એવો જ દેખાઇ છે.

  કદાચ તમારા computer કે browser ના કોઇ setting બદલાયા હશે.  તમે બીજા કોઇ computer કે browser પર ટહુકો ખોલી જુઓ. જો તમને ફાવે તો મને તમારા computer માં ટહુકો કેવો દેખાઇ છે એની print screen મોકલો..!!

  મને જણાવજો કે ઉપરના સુચનોથી કંઇ ફેર પડ્યો કે નહીં.!

  આપની,
  જયશ્રી

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *