‘વ્હાલ વાવી જોઈએ’ : ગૌરાંગભાઈ ઠાકરનો બીજો કાવ્યસંગ્રહ

રવિવારે નવમી મે નાં રોજ આપણા પ્રિય કવિ શ્રીગારાંગભાઈ ઠાકરનાં બીજા કાવ્યસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું. અને લયસ્તરો પર ખાસ ઇ-મોચન પણ કરવામાં આવ્યું છે 🙂 પહેલા કાવ્યસંગ્રહનું નામ તો લગભગ બધાને ખબર જ છે – ‘મારા હિસ્સાનો સૂરજ ‘. એમના આ બીજા કાવ્યસંગ્રહનું નામ એમણે રાખ્યું છે – ‘વ્હાલ વાવી જોઈએ ‘ ! મિત્રો, એમનું આ નામ તમને થોડું જાણીતું લાગ્યું ને? કારણ કે કદાચ તમને આ શિર્ષકવાળી એમની એક ગઝલ એમના ગઝલ-પઠન સાથે યાદ આવી ગઈ હશે, જે આપણે અહીં ગયા વર્ષે માણી ચૂક્યા છીએ… 🙂 : વ્હાલ વાવી જોઈએ

તો એમના આ નવા કાવ્યસંગ્રહમાંની બીજી બે ગઝલોની થોડી ઝલક આપણે એમનાં જ અવાજમાં માણીએ… જે આપણે આમ તો આગળ અહીં અને લયસ્તરો પર અપ્રગટ ગઝલો તરીકે માણી જ ચૂક્યા છીએ.

book-cover-gaurang-thakar-2ndbook

(કાવ્યસંગ્રહનું મુખ્યપૃષ્ઠ…)

સ્વર : ગૌરાંગ ઠાકર

*

મારું સઘળું એ ધ્યાન એ લઇ બેઠા
જાણે ઇશ્વરનું સ્થાન લઇ બેઠા
ને માત્ર સરમાનુ એમણે દીધું
ને અમે ત્યાં મકાન લઇ બેઠા

*

ટોચની આ કલ્પના ક્યાં તળ વગર
શક્યતા ક્યાં વૃક્ષની કુંપળ વગર
છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર

*

શબ્ક ક્યારેક તીર લાગે છે,
કોઇ વેળા લકીર લાગે છે

કોઇ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે

જેને વૈભવ મળે છે અંદરથી,
બહારથી એ ફકીર લાગે છે

*

મને સ્હેજ મારાથી અળગો કરી દઉં
તને પામવાનો હું રસ્તો કરી દઉં

નદી ક્યાંક મંઝિલથી ભટકી પડે ના
હું પર્વતની નીચે જ દરિયો કરી દઉં

*

બીજા થોડા શેર એમના અવાજમાં સાંભળો ‘ગાગરમાં સાગર’ પર

પ્રિય ગૌરાંગભાઈને એમનાં આ બીજા કાવ્યસંગ્રહ માટે આપણા સૌના તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…

19 replies on “‘વ્હાલ વાવી જોઈએ’ : ગૌરાંગભાઈ ઠાકરનો બીજો કાવ્યસંગ્રહ”

 1. ગૌરાંગ ભાઈ લખે ને કહેવું પડે…!

 2. સુન્દર..
  મારુ સઘળુ ધ્યાન એ લૈ બેઠા..સરસ

 3. ARTI MEHTA says:

  વાહ !! ખુબજ સુંદર .કોઈ કારણ વગર મળે ત્યારે.. જાત મારિ અમિર લાગે છે..વાહ લાગણિ ને સુંદર વાચા આપિ

 4. Jadavji Kanji Vora says:

  સુંદર ગઝલ. આભાર !

 5. મીત says:

  એકે એક પાના પર એકે એક શેર અદભુત છે..૬૦ રુપીયાની કિંમતનો એમનો આ સંગ્રહ અદભુત છે. ગૌરાંગ ભાઈ ની વ્હલની વાવણીમાં મદદ કરીએ..!
  -મીત
  સૂરત

 6. અભિનંદન, ગૌરાંગભાઈ!
  આ વિમોચનને ઇ-મોચન બનાવવા બદલ આભાર!!

 7. તમામ શુભેચ્છક મિત્રોનો ને ટહુકો ડોટ કોમનો આભાર….

  • Rekha shukla(Chicago) says:

   મુઠો અમારા વ્હાલ નો સામેલ કરી લેજો,ચપટી મજા ખોબો ભરીને દેતા જજો
   ફુટતી રહે કુંપણ કુણી કવિતાઓ ની ને કાવ્યસંગ્રહનો ઘેઘુર વડલો દેતો જજો
   તે શુભેચ્છા સહ શિકાગોથી રેખા શુક્લની અપેક્ષા તમારા કાવ્યસંગ્રહની છે..કઈ રીતે વધુ વાંચવા મળશે..??

 8. કવિમિત્ર શ્રી ગૌરાંગભાઈને એમના બીજા ગઝલ સંગ્રહ-વ્હાલ વાવી જોઇએ- માટે ખૂબ-ખૂબ અભિનંદન.
  એમની ગઝલોમાં એક “ક્લાસ” જોયો છે જે, એમની કસાયેલી કલમનો સશક્ત પરિચય કરાવે છે.
  ગૌરાંગભાઈને વિનંતિ કરીએ કે તમારા આ વ્હાલ વાવવાનાં અભિયાનમાં ખોબો ભરીને અમારૂં ય વહાલ સામેલ ગણજો…..બંધુ!

 9. pragnaju says:

  ગૌરાંગના જ અવાજમા માણવાની મઝા કાંઈ ઔર
  ાભિનંદન

 10. Ranjitved says:

  VIMOCHAN NI MAZA MAANI HAVE VAACHA NI MAANISHUN..!!ABHINANDAN..GAURANGBHAI AABHAAR JAYSHREEKRSHNA.

 11. sunil revar says:

  ખૂબ-ખૂબ અભિનંદન ગૌરાંગભાઈ.

 12. Sandhya Bhatt says:

  ગૌરાંગભાઈના શબ્દો અને અવાજ -બંને ગમ્યા.

 13. nilam doshi says:

  અભિનઁદન ગૌરાઁગભાઇ..તમારા જ અવાજમાં રચન સાંભળવાની મજા આવી ગઇ.

 14. Shanta says:

  ગણુજ સુનદર લાગ્યુ.

 15. Bhumi says:

  છાપ સિકકાની…છળ વગર. અને નદી કયાક…દરીયો કરી દવ. એ પંકિતઓ ખુબ જ સરસ છે. વાહ શુ વિચાર છે!

 16. chavda piyush says:

  vah rajuaat kabile dad

 17. bhupatsinh sarvaiya says:

  અભિનન્દન ગૌરવભાઈ

 18. raksha shukla says:

  વાહ,સુંદર! અભિનંદન. કેમ છો,ગૌરાંગભાઈ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *