નવું નવું ગુજરાત – કૃષ્ણ દવે

આજે માણીએ કવિ શ્રી કૃષ્ણ દવેની કલમે લખાયેલ આ સ્વર્ણિમ ગુજરાત સ્પેશિયલ ગીત…

નવી સવારે નવું કિરણ લઇ આવ્યુ નવલી વાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત
નવા જ સંકલ્પોને લઇને પ્રગટ્યું નવું પ્રભાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

નવી જ માટી, મૂળ નવા ને મ્હેક નવી પણ માંગે
અંદર લીલ્લુછમ સૂતેલુ હોય બધુ એ જાગે
જેમ સમયને આદર દઇને વૃક્ષ પર્ણને ત્યારે
એમ જુના જે હોય વીચારો પોતે ખરવા લાગે

હરીયાળી પાથરતા ફરતા વહે નર્મદા માત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

નવી પાંખ છે, નવા ઉમંગો, નવું નવું મલકાતા
નવા દિવસ છે ભલે હવે એ નવી રીતે ઉજવાતા
જે મારગ પર ડર લાગે છે સૌ ને જાતા જાતા
એ મારગ નીકળી પડવાનુ ગીતો ગાતા ગાતા

નવી દિશામાં નવા જ સાહસ માટે જગવિખ્યાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

નવો સમય છે નવું જોશ લઇ મળવા સૌને આવે
અંધારાના ઘરઘરમાં જઇને દીપક પ્રગટાવે
નવા નવા સપનાઓ શોધી નવા જ ક્યારે વાવે
તેજ તરસતી એ આંખોમાં સૂરજ આંજી લાવે

નવ આકાશે નવું જ ચમકી નવી જ પાડે ભાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

અમારૂ મનગમતુ ગુજરાત, અમારૂ થનગનતું ગુજરાત.
અમારૂ ઝળહળતુ ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.

– કૃષ્ણ દવે

16 replies on “નવું નવું ગુજરાત – કૃષ્ણ દવે”

 1. ગુજરાત માટે લખેલુ મસ્ત મજાનુ કાવ્ય.
  નવુ ગુજરાત,નવુ જોશ,નવો ઉમન્ગ,નવા સપના,નવુ આકાશ.
  અન્ધારા માં થી અજવાળા તરફ જતા રસ્તાઓ,
  સરસ..

 2. Manav says:

  સરસ છે,…

 3. ગુજરાત વિશે જેટલું સાંભળિયે, સંતોષ થતો જ નથી. વધુને વધુ માણવાની ઇચ્છા થાય છે. આ પણ ગીત સરસ છે.

 4. Sarla Santwani says:

  આનંદ અને ઉત્સાહ પ્રેરે તેવું સરસ ગીત. પંક્તિ-૭માં ત્યારેને બદલે ‘ત્યાગે’ હોય તો ઉચિત અર્થ બને.

 5. સુંદર કાવ્ય!

 6. ખુબ જ ગમ્યુ
  PINAKIN RAMANLAL NATVARLAL MAHARAJA

 7. Bakul Joshi says:

  જય જય ગર્ વિ ગુજરાત્

 8. krushna dave says:

  પક્તિ ૭ મા ત્યાગે તેમ જ વાચવુ
  કૃષ્ણ દવે

 9. સરસ છે – અમિત ત્રિવેદી

 10. BP SHAH says:

  IF WE HAVE YOUR PERMISSION, WE INTEND TO SHARE THIS WITH OUR DEVOTEES.

  -BP SHAH, SECRETARY GENERAL
  INDIA HOUSE OF WORSHIP
  WASHINGTON DC

 11. pragnaju says:

  સુંદર રચના
  નવો સમય છે નવું જોશ લઇ મળવા સૌને આવે
  અંધારાના ઘરઘરમાં જઇને દીપક પ્રગટાવે
  નવા નવા સપનાઓ શોધી નવા જ ક્યારે વાવે
  તેજ તરસતી એ આંખોમાં સૂરજ આંજી લાવે
  સરસ

 12. Ullas Oza says:

  ગુજરાત માટે જેટલુ કહિયે તેટલુ ઓછુ છે.
  સુન્દર રચના.
  ઉલ્લાસ

 13. ANIL RUPANI says:

  very good

 14. shalin sir says:

  બધુ જ નવુ તો યે આપનુ પોતાનુ……

 15. Nitin Raval says:

  WE GUJARATEES ARE FOREVER,THERE IS NOTHING LIKE “NAVU”, WHAT THE HELL, WHO IS THIS GUY? This seems to be some KHANDHIYA of GHANCHI, i.e. your Narendra Modi.And by the way,the IDENTITY of GUJARAT is not by these NINCOMPOOP,(see the word in Webster’s),so called Gujaraatees,IT IS BY BRAVE HEART PEOPLE OF,(forget it, it becomes a very long list),SAURASHTRA.”WE”,i.e.
  “Su-Rashtra” people accepted and adopted the ULTIMATE of this Universe,SHREE KRISHNA.
  We don’t need these “Vevlaa veda” of New Gujaraat.

 16. BADHIYA KRUSHBHAI,AA GEET NI VAAT JENE SAMJATI NATHI.. A’E GAME TE HOY GUJARATI NATHI-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *