ઋણાનુબંધ પાછો નીકળ્યો – ધૂની માંડલિયા

ગઝલ પઠન – ધૂની માંડલિયા

માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.

હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

આશરો કેવળ નદીને જે હતો,
એક દરિયો એય ખારો નીકળ્યો.

થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો

આગીયાઓ ઉજળા છેકે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.

– ધૂની માંડલિયા

11 replies on “ઋણાનુબંધ પાછો નીકળ્યો – ધૂની માંડલિયા”

 1. ધૂનિ ભાઈને સાંભળીને લાગ્યું કે સાક્ષાત મારા પરમ મિત્ર હરદ્વાર ગૌસ્વામી બોલી રહ્યા હોય

 2. Hasit Hemani says:

  આશરો કેવળ નદીને . . . કડી બહુ ગમી. બાકી બધીને વધારે મઠારવાની જરુરત લાગી. હસીત હેમાણી

 3. સુન્દર રચના..
  ખુબ જ ગમી.
  અભીનન્દન.

 4. Daxay Rawal says:

  સરસ ગઝલ.

 5. Riyaz says:

  ખુબ સુન્દર ,અભિનન્દન ……

 6. શ્રી ધૂની માંડલીયાજીની સશક્ત કલમની સુંવાળી માવજતભરી ગઝલ અને સુંદર પઠન.
  સાંજ પડવા છતાં પરત નહીં ફરેલા પંખીને શોધવા માળો નીકળે… એ કલ્પન બહુ ગમ્યું.
  -અભિનંદન.

 7. R.M. says:

  River and ocean part is new version of thinking. Sad but true……….

 8. R.Mehta says:

  RIVER AND OCEAN PART IS SAD BUT TRUE……….

 9. Vijay Selarka says:

  અતિ સુન્દર,….ખુબજ સરસ રિતે અને બહુજ સરલ ભાશામા જિવન નો અર્થ સમ્જાવિ દિધો.

 10. Darshan Zaveri says:

  very good..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *