દૂધને માટે રોતા બાળક – શૂન્ય પાલનપુરી

‘શૂન્ય પાલનપુરી’ ને એમની પૂણ્યતિથિ નિમિત્તે આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી…!

સ્વર સંગીત – મનહર ઉધાસ
આલ્બમ: અરમાન

(દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો….Photo : Operation Shanti)

This text will be replaced

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક

ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત
સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત
તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં
ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … દૂધને માટે રોતાં બાળક

હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે
મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર
મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … દૂધને માટે રોતાં બાળક

તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક

ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની
ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં

– શૂન્ય પાલનપુરી

શબ્દો માટે આભાર – મીતિક્ષા.કોમ

23 thoughts on “દૂધને માટે રોતા બાળક – શૂન્ય પાલનપુરી

 1. Chandrakant Lodhavia

  જયશ્રીબેન,
  દૂધને માટે રોતા બાળક – શૂન્ય પાલનપુરી By અમિત, on March 17th, 2010 in ગઝલ , ટહુકો , મનહર ઉધાસ , શૂન્ય પાલનપુરી. ગરીબ કુટુંબમાં બાળકનું જનમવું એ ખરેખર માબાપ માટે કપરી સ્થિતિ છે. ગરીબીથી થાકેલ બાપ બાળકને સંબોઘી પોતાના મનને હળવું કરવા પોતે પોતાની આપવિતિ શબ્દોમાં ઢાળવા મગ્ન થઈ આ વ્યથા માટે પોતે નહીં પણ આ સમાજ રચના જવાબદાર છે કહી મન મનાવે છે. કવિએ ગરીબ માબાપની વ્યથા નો વાસ્તવિક ખ્યાલ આપેલ છે. કવિએ હાર માનીને બાળકને કહી પણ દીધું કે આપણી ગરીબી તો વારસાગત છે.
  હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે
  મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે
  આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે
  મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
  વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

  Reply
 2. BHARAT DABHI

  mari vat to alag chhe balak janmu tema balk no so vank vank oto tena nashib no ke jena karne te aa ghar ma janmu vank tena mabap no ke jene balak ne janmy aapyo

  Reply
 3. અભિવ્યક્તિ

  તદ્દન પ્રસંગોચિત રચના છે. આજે જ છાપામા વાંચ્યુ કે ભારતના એક ‘દલિત’ મુખ્યમંત્રીને ૧૫કરોડની ચલણી નોટોનો હાર તેમના ચમચાઓ એ અર્પણ કર્યો. અને બીજી કરૂર વાસ્તવિકતા એ છે કે ભુખમરાથી તેમના જ પ્રદેશમા અનેક બાળકો પૉડાય છે. વિધીની આ વક્રતાનું તો શું કહેવુ????????

  Reply
 4. RAJESH VYAS

  I’am speechlesss yaar Jayshree !!!!!!!!! Aaaaaaah..
  Truth of Life..
  Keep it up & god bless every child on this earth..
  Rajsh Vyas
  Chennai

  Reply
 5. shanker

  Child crying for milk is the hard fact of our lives. Do we call this luck and therefore blame God or call it economy messed up by related interests and blame the politicians?
  Well done ‘Tahuko” for bringing this gem of a poem to public domain.
  Shanker,Kenya.

  Reply
 6. Arpana Gandhi

  નરી વાસ્તવિકતા છે આ કાવ્યમાં.
  આવી રીતે વાસ્તવની ધરતી પર
  ઊતારતા રહેશો તો સમતોલ જળવાઈ
  રહેશે. આ કાવ્ય મૂકવા બદલ આભાર.

  Reply
 7. જયેન્દ્ર ઠાકર

  શૂન્ય પાલનપુરીની આ ગઝલ શાન્ભળીને થોડી વાર માટે મન પણ શૂન્ય થઇ ગયુ. પણ આ ગરીબીનૅ સ્વીકારી ન લેતા ભગવાન પર ભરોસો રાખી ઉદ્યમ કરવો આવશ્યક છે.

  Reply
 8. nitin desai

  દરેક જન્મ લેતુ બાલક એક સન્દેશો ઇશ્વર નો લાવે ચ્હે કે તેને માનવતા માથિ વિસવાશ હજુ ગુમાવ્યો નથિ
  કેતલુ સત્ય ચ્હ્રે?

  Reply
 9. Chandrahas Shah

  મ્ન ને ગમ્યુ કારન
  The reason 90 percent are immersed in it. It comes from eyes and goes to heart.

  C.Shah

  Reply
 10. pragnaju

  ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
  ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં

  ખાસ કરીને ગુજરાત માટે અતિશયોક્તિ લાગે છે
  વિશ્વમા વધુમા વધુ ભંડારા અહીં ચાલે છે

  Reply
 11. PATEL POPATBHAI

  માનનીય જયશ્રીબહેન

  સરસ કાર્ય, આભાર
  શૂન્ય પાલનપુરી ને એમની પૂણ્યતિથિ નિમિત્તે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

  એમની ગઝલ- સાહિત્ય રચનાનો જવાબ નથી.ગઝલ-ગીત સંગીત ખૂબજ ક્રર્ણ પ્રિય રહ્યું.

  ઉપરોક્ત ચિત્ર અને આટલી સુંદર ગઝલ સહિત્ય રચનાનો મેળ નથી, સરસ પાથરણા!! ઉભેલ અને સુતેલ બાળક દેખાવે તંદુરસ્ત લાગે છે, રવાન્ડા,ઈથોપીયા વગેરે આફરીકન દેશોની સરખમણીએ .

  આ મારું પોતાનું મંતવ્ય છે.

  પૂ સ્વ.શૂન્ય પાલનપુરી ને શ્રધ્ધાંજલી, હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

  Reply
 12. ishwar v.vadodaria

  જૈયશ્રઈ બહેન તમે તો ગઝબ કરિ દિધો બહેન ગુજરતિ ના પ્રેમિયોને તો તમે રસ્તર્બોર કરિ દિધઆ તમઆરિ લગ્નિ નો ધબ્કઆર તો અમે અમારા દિલ્મા ધબુરિ દિધો ચ્હે .અને હવે તો એન નગરા વાગિ ગિય ચ્હે. ખુબ ખુબ અભિનન્દન
  ઇશ્વર વદોદરિયા

  Reply
 13. sheetal odedra from U.K.

  what should I say Jayshreeben !!!Just I would say is I always can see my own daughter in each child. I feel like crying after listening this ghazal. I can’t see or read or listen anything about children which is painful for them. That thing really upsets me. People just appreciated the movie titled as ‘ The Slumdog Millionaire’ but I just watched it for few minutes and I would like to say I hate this movie because it shows how children are abused which gives more encouragement to child abusing. I pray to God I dont want anything just and just make all the children happy and keep them happy forever. Always make them smile , never cry.

  Reply
 14. Sudha Shah

  No child should sleep without milk anywhere in the world.

  Shri Palanpuri and Shri Manahar Udhas have done wonderful job.

  Reply
 15. ડી.કે.રાઠોડ

  ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
  ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં
  આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની
  ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
  આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
  ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં

  શુન્‍ય પાલનપુરીની અદભુત કવિતા. સામાજીક વ્‍ય્‍વસ્‍થાનો ઢાંચો બદલાય અને મહેનત કરનારને યોગ્‍ય અને વ્‍યાજબી મળતર મળે મતલબ કે લુંટ અને શોષણ સમાપ્‍ત થાય તો દરેક બાળકને દુધ મળે અને સોનેરી સ્‍વપ્‍ન સાકાર થાય.

  Reply
 16. harshad brahmbhatt

  નરી વાસ્તવિકતા છે આ કાવ્યમાં.
  આવી રીતે વાસ્તવની ધરતી પર
  ઊતારતા રહેશો તો સમતોલ જળવાઈ
  રહેશે. આ કાવ્ય મૂકવા બદલ આભાર.

  Reply
 17. keval mandaliya

  કયા જન્મ લેવો એ થોડુ કાઈ બાળક ના હાથની વાત કહેવાય ?

  Reply
 18. bharatibhatt

  whenever i m going to take the in shop and i m paying for that,really i m feeling very bad about the cost of one litter milk.no any lower middle class mother can buy a liter of milk for the very young baby.middle class can give ocassionally.if they provide them milk they can maintain their daily livelyhood cost. this is the real fact.before listening this song(before fifteendays this thought caught me and i expressed that .)before forty years unicef andworld health organisation did this job and amul dairy has took the challange and started distribution systeam to provide milk to the poorer family.it was milk powder milk.it was really nice attitude of the govt.

  Reply
 19. Chirag Prajapati

  To provide milk to poor families will not solve the real problem. Although it is a nice attitude to give charity but in such charities there is a problem of equality which will always present.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *