આવો અમારા ભત્રીજા ઈશાનની બીજી વરસગાંઠ ઊજવતા આજે સાંભળીએ એક બાળગીત શીંગોડા શીંગોડા….
સ્વર - અંજના દવે
સંગીત - ઉદયન ભટ્ટ
બાળગીત આલ્બમ - આંગણામાં નાચે મોર
શીંગોડા શીંગોડા
અમને આપો થોડા
એક પછી એક આવો
નહિતર પડી જશો મોડા
મોડા મોડા મોડા
એક શીંગોડું એવું મારું
આખો દિવસ રડતું
કજિયા કરતું એં એં કરતું
કહો એ તમને ગમતું ?
ના ના ના !
શીંગોડા શીંગોડા….
એક શીંગોડું એવું મારું
આખો દિવસ લડતું
બટકાં ભરતું ચિંટીયા ભરતું
કહો એ તમને ગમતું ?
ના ભાઈ ના !
શીંગોડા શીંગોડા…
એક શીંગોડું એવું મારું
આખો દિવસ હસતું
ભલે ને દુખ હોય કે
કહો એ તમને ગમતું ?
હા ભાઈ હા ! હા હા હા !
શીંગોડા શીંગોડા….
(શબ્દો માટે આભાર - માવજીભાઈ.કોમ)




March 13th, 2010 at 9:42 am
ખુબ જ સરસ છે.
“શીંગોડા શીંગોડા
અમને આપો થોડા
એક પછી એક આવો
નહિતર પડી જશો મોડા
મોડા મોડા મોડા”
શૈશવ ની યાદ આવી ગઇ…
Happy Happy Happy Birthday
to Your Cute Nephew
“માનવ”
March 13th, 2010 at 10:57 am
અરે યાર, આવો જુલમ તે કૈં થતો હશે? શિંગોડા ખાવાનું કેટલું બધું મન થઈ ગ્યું….
March 13th, 2010 at 10:59 am
ભત્રીજાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
March 13th, 2010 at 11:23 am
જસયશ્રીબેન,
શીંગોડા શીંગોડા, .By Jayshree, on March 13th, 2010 in અંજના દવે , ઉદયન ભટ્ટ , ટહુકો , બાળગીત. બાળગીત સુંદર છે..સ્વર પણ મઘુર છે. સાથે સંગીત પણ સુરીલું ને કર્ણપ્રિય રહ્યું. અભિનંદન.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
March 13th, 2010 at 12:34 pm
વાહ… મજાનું બાળગીત…
ઈશાનને જન્મદિવસની વધાઈઓ…
March 13th, 2010 at 3:52 pm
balpan no shingoda vechva valo yad avi gayo !
March 13th, 2010 at 8:24 pm
its raining today. like to eat garam shingoda any way very Happy Birthday to Isan
March 13th, 2010 at 11:36 pm
Dear Jayshreeben
This song first time heard. Nice. Happy Birth Day to Ishan
Sheela
March 14th, 2010 at 8:28 pm
My Dear Ishanbhai;
Thank you for providing us nice and
fresh Sinodas here in America!All from
my family wish you many and wonderful
returns of this day.All the best to you.
Vallabhdas Raichura from Maryland
March 14.2010
March 20th, 2010 at 6:34 pm
શીંગોડા શીંગોડા
અમને આપો થોડા
એક પછી એક આવો
નહિતર પડી જશો મોડા
મોડા મોડા મોડા
અમારા બાબેનના તળાવના શીંગોડા યાદ આવી ગયા
કહે છે હવે તો ત્યા નવા જમાનાની હવા લાગી છે!