વારતા – પ્રાણજીવન મહેતા

(દાદાજી અને પૌત્રની વાતચીતો….)

હવે અંધારું ઊતર્યું, વારતાનો દીવો એક પ્રગટાવો; દાદાજી,
આંધળાં રાજા ને રાણીના બાડા કુંવરને પટમાં લાવો; દાદાજી.

ભૂતિયા મહેલમાં કુંવરની આસપાસ, અજવાળું બાંધતું જાળાં; દાદાજી,
કુંવરીને જોઈ એ પોતાને પૂછતો, પડછાયા કેમ કાળા ? દાદાજી,
પ્રશ્રો પહેરીને કેમ આગળ જવાશો, કુંવરને સમજાવો; દાદાજી.

ભાંગેલું વહાળ તેમાં ભરાતી રેતી, કેટલે દૂર છે જાવાનું ? દાદાજી,
ટચૂકડો દરિયો ને હલેતાં તૂટ્-ફૂટ, કૂંવરનું હવે શું થાવાનું ? દાદાજી,
પ્રશ્રોને આરપાર વીંધે એવું, તીરકામઠું કુંવરને અપાવો; દાદાજી.

ગાઢ એક જંગલ ને જંગલમાં ભરેલી અંધારું ધોર એક વાવ; દાદાજી,
પાણીમાં જુએ તો પોતે ને, પડછાયો રમતા પકડદાવ; દાદાજી,
કુંવરને માણસ પરખાય જરી એટલું અજવાળું પથરાવો; દાદાજી.

આંધળા રાજા ને રાણીના બાડા કુંવરને પટમાં લાવો; દાદાજી,
હવે અંધારું ઊતર્યું, વારતાનો દીવો એક પ્રગટાવો; દાદાજી.

17 replies on “વારતા – પ્રાણજીવન મહેતા”

  1. શ્રી જયશ્રીબેન,

    “દાદાજી” વિષે ને નીચેની પંક્તિ મને યાદ છે પણ આખું ગીત યાદ નથી આવતું. જો આપને કે આ વાંચનાર કોઈ ને પણ એ ગીત યાદ હોય તો મારી મેઈલ આય ડી પર જણાવશો.

    “આમારા એ દાદા વિપુલ વડ ના ઝુંડ સરીખા ………….. ”

    આપ ના જવાબ ને રાહ માં ,,,,,, આભાર

    સસ્નેહ
    શૈલેશ જાની

  2. Shri Himanshu Gandhi,

    We need, what BAPS says : we must keep alive our BHASHA, BHUSHA, BHOJAN and BHAJAN.

    2. They are actually doing a great service to Indian community, within and outside India. If you have any connection, please try to have a report on BAPS activity in the USA. I have witnessed the same.

    3. To implement the same at my level, I have learnt typing in Gujarati. With little more practice, I’ll write/ type in Gujarati.

  3. આંધળા રાજા ને રાણીના બાડા કુંવરને પટમાં લાવો; દાદાજી,
    હવે અંધારું ઊતર્યું, વારતાનો દીવો એક પ્રગટાવો; દાદાજી.

    હાલની સાંપ્રત જરુરિયાત

  4. ખુબ સરસ કાવ્ય.
    વાર્તા કરતા દાદાજી અને
    વારતા સાંભળતા બાળકો ની આખી પેઢી હવે કયાંક ખોવાઈ ગઈ છે.
    વાર્તાઍ ઊભી કરેલી સૃષટીની કલ્પના કરતા કરતા બાળક ક્યારે એની
    પાંખોથી ઊડાન ભરવા લાગે એ સમઝ
    પણ નહોતી પડતી T.V.ના ફાયદા છે પણ એણે બાળકોની કલ્પનાશકિતી રુંધી છે.
    કુવરને……માણસ
    ખુબ સરસ પંકતિ.

  5. we are running gujarati medium school in tardeo road,haji ali, mumbai area sicne last 60 years. i am hon. secretary of the school. we are having approx. 550 students,which take SSC board education almost free of charge.
    There were aprox 48 guj.medium scholl in Mumbay, now hardly 4 of them remain.
    I have a question,if we will not learn our mother tongue-GUJARATI then i will be difficult for future generation to raed and write Gujarati. I request all parents to take Gujarati as a subject.

  6. કોને હતિ એવિ ખબર છે જિન્દગિ એવિ સફર
    pls put this song or full lyrics

    thanks and Regards
    jignesh patel

  7. Our Dear Jayshreeben & Team:

    The selection is very fine and

    Dadajee is called upon to perform

    diverse duties by his grandchild!An

    unusual Spring Forward.A new motif

    added to otherwise mundane poems

    for children.

    Relished the composition by Pranjiva

    -n Mehta.Thank you.

    Vallabhdas Raichura from Maryland.

    March 14,2010.

  8. કુંવરને માણસ પરખાય જરી એટલું અજવાળું પથરાવો; દાદાજી….

    મહેતા સાહેબનું એક સુંદર ગીત !

    પોસ્ટ કરવા માટે આભાર !

  9. પ્રાણજીવન મહેતાનું વિશિષ્ટ ગીત માણવું ગમ્યું!
    સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *