આવે મેહુલિયો! – અવિનાશ વ્યાસ

સ્વરકારઃ ક્ષેમુભાઈ દિવેટીયા

ગાયકઃ શ્રુતિવૃંદ

.

કાનમાં પવન કહીને ચાલ્યો- કે હે આવે મેહુલિયો!
ધીખરતી ધરતીને માથે ભીનો ભીનો વીંઝણલો ઢાળ્યો.

દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યાઃ મસ્ત મેહુલિયો આયો રે!
બજે આભે નિશાન ડંકો, એને પવન નાંખતો પંખો;
થયો ધરતીનો પાવન મનખો, આજ ઘર આવે એનો બંકો.
દળ વાદળનાં મોતી વેરતાં, ગગન મલ્હાર ગવાયો રે!

લીલી લીલી ધરતી મન મલકંતી તરુવર ચઢીને બોલે,
ખળખળખળ ખળખળખળ સરિતા ને ઝરણાં સરવરિયા પણ ડોલે.
વસુંધરાનો પાલવ લ્હેરે, તરસ્યાનો જામ ભરાયો રે!

….કાનમાં પવન કહીને ચાલ્યો- કે હે આવે મેહુલિયો!…….

ધોધમાર વસાદ પડી રહ્યો હોય અને ધરતી એનું ખોબેખોબે રસપાન કરી રહી હોય ત્યારે એ દ્રશ્ય આંખ સામે આવે કે જાણે માતાએ હમણાં જ જન્મેલા બાળકને ખોળે લીધું છે અને એના સ્તનમાંથી આપોઆપ જ દૂધની સેરો નીકળી રહી છે! માતાના દૂધમાંથી મળતા સંસ્કાર, પોષણ અને હૂંફ બળકનું જીવનપર્યંતનું ભાથું બની રહે છે એમ વરસાદ પણ ધરતીને જાણે આખા વર્ષનું પોષણ પૂરું પાડે છે. ભગવાને વરસાદ આપીને પોતાના લાડલા દીકરા માણસને કેટકેટલું આપી દીધું છે!! પાણી જ જીવન છે, અને સંસ્કૃતમાં પાણીને “જીવન” પણ કહે છે.

વરસાદ પડતાં જ મન બાળક બની જાય છે અને આપણે મોગરાના ફૂલ પર પડેલાં ટીપાં પી જઈએ છીએ, કાગળની હોડી બનાવી એમાં કીડી ને મંકોડાને મૂકી હોડીને તરતી મૂકી દઈએ છીએ. વરસાદ પડતાં જ મન પ્રેમી બની જાય છે અને વરને સાદ પાડીને બોલાવી Hero Hondaને આપણા romantic ઉન્માદોની kick મારી મકાઈ ખાવા નીકળી પડીએ છીએ. વરસાદ પડે અને મન મીરાંબાઈ બની જાય અને કહે કે “હું તો વ્હાલાના વરસાદે જ ભીંજાવું”, અન્યથી તો કોરી ને કોરી!

પાણીનું મહત્વ કોણ જાણે? એક તો છે દરિયાની માછલી કે જે સતત પાણીમાં જ મસ્ત છે, પાણીથી જ એનું જીવન છે. બીજું આ આકાશ કે જે પાણીના વાદળથી ભરેલું અને ખીલેલું લાગે છે. ઝાડ કે જે પાણીથી મ્હોરી ઊઠે છે. નદી કે જે પાણીથી ધસમસતી તરુણી બને છે. આપણા જીવનમાં પણ કોઈ પાણી બનીને આવ્યું હશે કે જેનાથી આપણે જીવીએ છીએ, જીવન ભરેલું છે, ખીલેલું છે, મઘમઘતું છે- એ “કોઈ”ને યાદ કરી કૃતજ્ઞ થવાના દિવસો એટલે આ વરસાદી મોસમ!

પ્રસ્તુત ગીતમાં વરસાદનું ખૂબ સરસ વર્ણન કરેલું છે. છાનું રે છપનું કાંઈ થાય નહી અને ઝાંઝર કે હાથની બંગડી જેમ ચાડી ખાય તેમ મેહુલિયો આવી રહ્યો છે અને ધરતી એના મિલને ઉત્સુક છે એ વાતની ચાડી આપણા કાનમાં પવન કરી જાય છે. અને પછી તો વરસાદ પણ નક્કી કરે છે કે જબ પ્યાર કિયા તો ડરના ક્યા અને ચોરી છૂપીથી નહી પણ દખ્ખણના ઢોલ વગાડતો આવી પહોંચે છે…….અને હવે તો ભરાયો છે એટલે વસુંધરાનો પાલવ પણ લ્હેરે છે! ખૂબ સુંદર શબ્દો અને સ્વરનિયોજનનુ શ્રુતિવૃંદે ગાયેલું આ ગીત અંતમાં અચાનક ધીમું પડી જાય છે ત્યારે પ્રશ્ન થાય કે આનંદ અને ઉત્સવના આ ધરતી-વરસાદના મિલનના વાતાવરણમાં આ ગંભીરતા શાની?? અહીં જ તો સ્વરકાર ક્ષેમુભાઈએ કમાલ કરી છે- ધીમું પડી જતું ગીત આપણને જાણે કવિ કાન્તના ચક્રવાક મિથુન કાવ્યની એ પંક્તિઓ યાદ કરાવી જાય છેઃ “પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી” મિલનના સંતોષ અને કાંઈક મળ્યું છે એના વિચારોમાં મગ્ન ધરતી પાસું ફેરવીને જુએ છે તો એનો મેહુલિયો તો છે નહી!! ત્યાં જ જાણે પેલો પવન ફરીથી એના કાનમાં કહેતો હોય છે કે “કે હે આવે મેહુલિયો……આવતા શ્રાવણમાં!” અને એ મિલન પછીની જુદાઈ જાણે ધરતીથી જીરવાતી ના હોય એના સંકેત રૂપે ગીત પણ ધીમું થઈ જાય છે! પણ એક વાતની મોટી ખુશી  ધરતી પાસે છે કે ધરતી હવે એકલી નથી, એનો પાલવ હવે લહેરાઈ રહ્યો છે, અને આશ્વાસન છે કે આવતા શ્રાવણમાં વરસાદ આવશે જ!

38 replies on “આવે મેહુલિયો! – અવિનાશ વ્યાસ”

 1. harshad jangla says:

  સુંદર કાવ્ય અને એટલું જ સુંદર કાવ્ય વર્ણન
  આભાર

 2. Kumi Pandya says:

  જયશ્રી – આજે તો ઘણી મજા પડી – તારુ વર્ણન તો ફરી ફરી વાંચ્યું. આ કવિતાના લેખક કોણ છે?

 3. Jayshree says:

  આ વર્ણન મેં નથી લખ્યું. પણ લખનાર મિત્રને પોતાનું નામ નથી આપવું, એટલે મેં એમનું નામ લખવાનું ટાળ્યું.

 4. jay says:

  ગીત અને વર્ણન — બંને ખુબ સરસ. વાંચવાની મજા આવી.. મુંબઈનો વરસાદી ‘ઉન્માદ’ યાદ આવી ગયો..વરલી સી-ફેસ પર ઉછળતાં મોજાં– ખડકો સાથે અથડાઈને પાછાં ફેકાતાં..
  જુઓ વરલી સી-ફેસ પર ઉછળતાં મોજાની એક છબી http://www.tribuneindia.com/2005/20050725/nat2.jpg

 5. Dharti says:

  Tame tahukya ne aabh mane ochu padyu.tahukare ek ek futi pankho ne have aakhu gagan maru hele chadyu…………….aa sunder geet ane tenu atyanat bhaavmay varnan vaachi ne maru man pankhi gagan ma unche unche udi rahyu che.Su kahu aa lagani ni vaat.mara gamta varsaad ni vaat.kadach bhagwan ja samji sakse.bahu ja saras varnan che.

 6. ANKIT TREVADIA says:

  thanks thanks thanks thansk
  wht more can i say to u for putting up this song on here
  i still remember those wonderful days
  i am a kuchhi basically and about 3-4 yrs back we held for the first time festival for kucchi new year on AHSHDHI BEEJ and i m also a professional garba player
  that time we decided to preform a whole theme on WATER to welcome the work of narmada canal in kucch.
  and that time we selected this song and i liked it so much from that time.
  i still remember the whole choreography n atmosphere that time
  thanks a million for gettin it all back to me
  cheers
  ANKIT TREVADIA

 7. Chandsuraj says:

  લેખકના શબદચિત્રની વર્ણાત્મક વર્ષાએ મેહુલિયાને પણ ભીંજવી દીધો!
  ભલે વરસે ગીતોનો પણ વરસાદ!

 8. RASHI SONSAKIA says:

  Very very very nice song.The song is very nice and the photo of the bird is nice too ! I listened this song first time but i liked it very much.Thanks Jayshree auntie for keeping this melodious song on tahuko.

 9. Pravin Shah says:

  ખૂબ જ સુંદર ગીત!
  ગીત સાંભળતા લાગે છે જાણે વાદળ ગર્જી રહ્યા છે, વીજળી ચમકે છે, અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
  ગીત બંધ કરે કેટલીયે પળો વીતી ગઈ, હજીય કાનમાં દખ્ખણના ઢોલ વાગી રહ્યા છે.
  ગગન મલ્હાર ગાય ત્યારે લીલી ધરતી, સરિતા, ઝરણા, સરવરિયા ડોલવા લાગે, અને ત્યારે માનવ મન ઝૂમી ના ઊઠે તો જ નવાઈ!
  ગીત પછીના વિવેચનના ઝાપટા ખરેખર ભીંજવી ગયા! અભિનંદન!
  ગીતની હેલી કરવામાં જે જે માનવ વાદળો એ ભાગ લીધો તે સૌને અભિનંદન!
  આભાર, ‘ટહુકા’ના સર્વેસર્વાનો!

 10. ડો. જગદીપ ઉપાધ્યાય says:

  મેહુલો આવે ત્યારે માધવ યાદ આવે કે પછી આપણી પ્રિય વ્યક્તિ…. વરસાદની મોસમમાં પોતાની પ્રિય વ્યક્તિ સાથે એક જ છ્ત્રીતળે ચાલતાં ચાલતાં વરસાદ તો ખરો પણ એક્મેકથી ભીંજાવાની મજા ઓર જ છે….
  આ અનુસંધાનમાં આ સાથે મારાં સ્વ. પિતાશ્રી રવિ ઉપાધ્યાયની બે રચનાઓની લીંક આપું છું. આપ સહુ એ મન મૂકી માણશો
  (1) મેહુલો આવે ને….. http://ravi-upadhyaya.blogspot.com/2007/04/blog-post_7543.html
  (2) નેહ અને મેહ ……..
  http://ravi-upadhyaya.blogspot.com/2007/05/blog-post_7730.html

 11. વાહ, બાળપણનો વરસાદ યાદ આવી ગયો…એકદમ હ્રદયની નજીક છે આ ગીત…

 12. […] June 21, 2007 Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા. trackback બે દિવસ પહેલાંજ એક ટહુકો સંભળાયોત્યારે જ મને ય ખબર પડી કે ગ્રીષ્માનાં ત્રાસમાંથી સૌને છોડાવવા માટે દેશમાં ક્યાંક ક્યાંક હવે મેહુલીયો મહેરબાન થવા માંડ્યો છે… આમ તો આજ સુધી વરસાદ પર, વરસાદના ઉન્માદ પર, અને વરસાદમાં યાદ આવતા વ્હાલમ પર કેટલાય ગીતો, ગઝલો લખાયા છે, અને લખાતા રહેશે… વરસાદની મૌસમ છે જ એવી, કે કવિતા લખવાનું મન થઇ જાય. ભલે એ ઝીણો ઝરમર વરસાદ હોય, કે પછી સાંબેલાધાર… (આ મુશળધાર વરસાદમાં સાંબેલું ક્યાંથી આવ્યું? તમને ખબર હોય તો કહેજો હોં જરા !! ) […]

 13. paulomi says:

  i m first time coming , in this bloge , pun hu bije var chhokes aavish . karan ke mare pan kaik lakhavu che. thank u

 14. Rishit says:

  ખુબ સુંદર ગીતના શબ્દો, Best composition
  Thaks Gauranguncle to compose this song.

 15. […] કાનમાં પવન કહીને ચાલ્યો- કે હે આવે મેહુલિયો રે! ધીખરતી ધરતીને માથે ભીનો ભીનો વીંઝણલો ઢાળ્યો. દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યાઃ મસ્ત મેહુલિયો આયો રે ! […]

 16. Ashwin Rana says:

  Respected Jayshree Bahen,

  Do not know whare to start complimenting you. You have been doing excellent work for Musical World, specially for Gujarati Shrawako. Y’day on Nov. 2, 2007, first time acciendently I found the link of Tahuko and I have forwarded to more than 10 friends of mine to take pleasure of this Gujarati Sangeet Treasure. Dil thi hu Gujrati Sangeet no chahak rahyo chhu, varsho pachi gujarati sangeet no khajano sampadyo chhe.

  I have also requested another song of Shruti Vrind ” Shunyata Ma Pankhar Khariti rahi ” I would be very greatful to listen it on this tirthdham.

  Finally, on bahalf of all true lover of gujarati sangeet,

  Param Kripalu Prabhu tamari badhi mano kamna puna kare evi prarthana.

  Its funny to read Gujarati message in English, but to type in Gujarati is bit difficult. But having a confidence that our heatiest wishes must have been echoed in your heart as well.

  Ashwin Rana
  Toronto, Canada

 17. Shivani Popat says:

  this is the song which i love to listen since my childhood…today only I found this site and I listen to this song 6-7 times in a row…I would heartly request the person, who is maintaining the site, i guess, the name is Jayashreeben, to upload the whole songs, if possible…please do that…or else provide some source from which I can listen to whole songs…this request is for all songs uploaded in the site and gradually going to be uploaded on the site…but I wud definitely like to say that a GREATwork is done by creating such a site and also maintaining it…

 18. Shivani Popat says:

  બીજી requestસ્ છે, ” સાગર નુ સંગીત…મહા સાગર નુ સંગીત.. ” અને (ષૃતિવૃંદ/Shruti Vrund) ” ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ, બોલે નહી બરાબર…(Shri Purushottam Upadhyay) ” આ ગીત ની ફરમાઈશ ઘણી જગ્યા એ જોઈ…પણ જો બન્ને ગીતો તમે અહી મુકી શકો, તો ઘણો આભાર. આમ પણ આ site ઘણી જ valuable છે.ઘણો આભાર…

  • JP patel 9624477277 Whatsapp me says:

   સાગર નુ સંગીત મહાસાગર નુ સંગીત ઔદિઓ વેર્સિઓન મ ચે સોન્ગ

 19. Swati Juthani says:

  This song is not heard fully. It goes up to first transza – antra and then stops
  Rest of song is not heard.

 20. Swati says:

  Jayshreeben- u r really doing great job for promoting Guj music and songs
  Ave mehuliyo is really good song and from where we can get it? What is the name of the album or movie?
  If possible can you give us name of the album/ movie for dham dhamk dham sambalu song also.

  Bunch of thanks

 21. Asmita says:

  Hi Jayshree, Has this song been removed for some reason? I miss it greatly. I have listened to it more than any other song on Tahuko. Hope all’s well.

 22. Raman Gandhi says:

  Very nice…Jayashree you are doing great job in putting Gujarati songs and poems for our heritage!
  Many thnaks!!

 23. Jyoti says:

  Very nice music. Keep adding Shruti group songs. Many thanks!!

 24. Devang Kharod says:

  Jayashreeben ,
  This is the season in India..but i can image the picture by this song …while listening in Saudi Arabia..
  Aa composition ma corus khub impressive effect ape chhe…thanks… we like all the SHRUTI songs since our childhood…
  i repeat Shivani Popat Farmiash…for SAGAR NU SANGIT & DWARE UBHO PAWAN…of SHRUTI VRIND…
  Thanks…

  JAY SANGITMAY GUJART..

  Devang Kharod

 25. priti jagirdar says:

  hi jayshri,
  I was desperately looking for this song as in school we had done dance on this song and is always my favorite lyrics and music.thanks so much.thanks for your extra ordinary efforts.

 26. rajeshree trivedi says:

  ઘણા સમયથી આ ગીત સાઁભળવાની ઇચ્છા પૂરી થૈ.

 27. Sejal Laljibhai Shah says:

  Hi Jayshree

  Very Brilliant Wordings of the Song, Amazing Music and Excellent varous tunes of singing and your description, Wow !

 28. Had heard this song on LP in seventies. It can be rated as One of the all time great songs of any languages I have heard so far. So many variations in music, sweetest words & above all sung in the best manner. Great music, greatest creation of all time.

 29. Suresh padshala says:

  ખુબ જ સુન્દર કાવ્ય

 30. DHARMESH PANDYA says:

  આવ્યો રે મેહુલિયો સાચએ જ વેલાસર આવિ પુગ્યો. શ્રુશતિ માત્ર નાના મોતા તમામ જિવો ને જિવન જિવવા જાને નવો પ્રાન વાયુ મલ્યો.

 31. rohitthakor says:

  મને આ ગિત ખુબ્ ગમે ચ્હે

 32. rohitthakor says:

  when i was in college my uncle Mr. Natubhai Brahmbhatt i says him with love natukaka. he was asinger of this song at that time kaka heared us this song at that time there was not so sorces like today. thanx to ‘TAHUKO’

 33. BHARAT SONI says:

  Thanks a alot for this song.
  I have been searhing for this song for so many years. And I got it. This is ultimate song in all respect!!

  This site has given me so many such songs which we used to listen on radio-Akashwani Ahmedabad-Vadodara.

  Please let us know from which album we can have particular song so that we can buy that album. Also we would like to buy video album of Respected Purshottam Upadhyay.

 34. chirag thakar says:

  avinash ji e lakhelu geet varsad na divso nu man ma chitra upsaavi jaay 6e….ane sangitbaddh kari ne gavayelu geet eni sundarta ma gano j vadharo kare 6e…avinash ji ne sallllam

 35. K Shah says:

  I heard this song in live performance at least 25 years ago in Tagore hall, Ahmedabad in presence of Shri Avinashji and Gaurangji Vyas in my school function. Since then it is close to my heart. Thanks for posting. I listen this plenty of time on Tahuko.

 36. Sejal Shah says:

  I have heard this song many times. Now I find it trunked from the end, after Lili Lili Dharti…Please upload the complete song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *