દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે
અહીં છે એવો સરંજામ નથી મળવાનો
તુટ્યો ફૂટ્યો ત્યાં કોઇ જામ નથી મળવાનો
લાખ જન્નત તું દેશે મને મારા ખુદા
મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો
સ્વર : પંકજ ઉધાસ
આલ્બમ : રજુઆત
માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
એજ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી.
એજ ધરતી એજ સાગર એજ આકાશી કલા
એજ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી.
રૂપનું રંગીન ગૌરવ પ્રેમના લાચાર હાલ
એજ છે(લાગી શરત) આદમથી શેખાદમ સુધી.
મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી.
ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી.
બુધ્ધિની દીપક ના સામે ઘોર આંધારા બધે
એએક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી.
બુધ્ધિ થાકી જાયતો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરીલત આદમથી શેખાદમ સુધી.
મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી.
જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યા છે એક મત આદમથી શેખાદમ સુધી.
કોઈના ખોળે ઢળી છે કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્ન રત આદમથી શેખાદમ સુધી.
રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
’શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.




August 4th, 2007 at 10:16 pm
રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
’શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.
-શેખાદમની બધી જ રચનાઓ ગમે એવી છે. પણ આ રચના વિશે તો ખુદ શેખાદમને પણ પક્ષપાત હશે જ, જે રીતે મને છે…
August 5th, 2007 at 10:22 pm
મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી.
ખુબ જ સુંદર.. આ રચના અગાઉ નો’તી સાંભળી…આભાર…
August 5th, 2007 at 10:25 pm
મુહબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા
અને જે હોય છે તે એટલા સદ્દ્ર્ર નથી હોતા
મળે છે કોઈ એક જ પ્રેમીને સાચી લગન દિલની
બધાએ ઝેર પીનારાઓ ક શ્ઁક્રર નથી હોતા
ગ્રેટામ આબુવાલા
August 8th, 2007 at 4:22 am
ખરેખર ખુબ સરસ ચે.
March 13th, 2008 at 12:31 am
Could not listen this Gazal
Thanks
June 20th, 2008 at 12:49 am
ગિત સામ્ભલિ નો શક્યા
શશિકન્ત પારેખ્
June 20th, 2008 at 12:52 am
unable to listen this gazal
July 3rd, 2008 at 4:40 am
It is not working
July 31st, 2008 at 10:37 am
[...] “માનવીને આ જગત, આદમથી શેખાદમ સુધી એ જ દોરંગી લડત, આદમથી શેખાદમ સુધી.” - # સાંભળો અને માણો [...]
July 31st, 2008 at 10:52 pm
ખુબ જ પ્રયત્નો કર્યા પણ સાંભળી શક્યો નથી તો ગીતને ફરી ગુંજતું કરવા વિનંતી.
ભાવિનનાં યથાઘટિત
July 31st, 2008 at 11:04 pm
Error fixed.
Enjoy the song.
Thank you.
August 3rd, 2008 at 1:24 am
I can not download your Gujarati fonts on some but can read others.
Is there one particular variety which will let me read all the Gujarati writings on your e-mail?
November 11th, 2008 at 3:18 am
…ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી….How true!!!
Beautifully sung by Pankaj Udhas..Really enjouyed it…
March 10th, 2009 at 4:14 pm
Holi Hay, Jayshreeben,Kya khoob Holi Fool,
HaHaHa
March 17th, 2009 at 5:55 am
This is really amazing…..it reminds me of everything which I enjoyed in Sydney, Australia…with my llife long friends….Kaiyum Baloch, Nayan Patel, Riten Patel, Shafiq Ahmed Sheikh, Anishbhai, Jonathan, Rajesh Ayer, Mihir Desai,
April 24th, 2009 at 4:42 pm
I like Gujarati gazals, Songs & sugam sangeet, but ungortunately CDs are not available nor i can copy from on line. I shall begrateful if u will let me know from where i can get CDs.
thanks.
August 4th, 2009 at 7:23 am
In order to retain the importance of Gujarati Language and gujarati Culture, you are doing a fantastic social services by publishing Gujarati songs and Ghazals.Please provide the address from where I can download or buy the CD’s. Thanks.
August 6th, 2009 at 11:52 am
Shekhadam abuwala has written such an eternal poem!! I didn’t pay enough attention to the poem earlier on, but Pankaj Udhas’s singing brought me closer to the meaning of this spiritual ghazal!! Such a powerful shayar and equally accomplished singer!!
August 6th, 2009 at 5:25 pm
શેખાદમ સાહેબ નુ નામ પદે ને આદમ અને ઈવ ના કાલ થી જાને ગઝલ લખાતી આવતી હોય તેમ લાગે. આ અદ નો આદમી માનવી ની ‘માહી ‘જોઈ શકતો હતો. ને તે રસ ને કાગલ પર ઊતારી લાવવાની તેમની MASTARY હતી. તેમના વગર કદાચ નુ સાહિત્ય સ્વરુપ કદાચ અધુરુ રહેત.
January 30th, 2010 at 5:31 pm
શબ્દ રચના બહુજ સુન્દર ચ્હે !! આ ખરેખર કુદરતિ બક્શિશ ચ્હે !!!
April 10th, 2010 at 4:24 pm
રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
’શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.
May 12th, 2010 at 2:43 pm
શ્રિ શેખાદમ આબુવાલા જિ નિ કોઇપન રચના વિશે વાત કરિ શકુ અટલો સક્ષમ્ હુ નથિ.
પરન્તુ તેમનિ કોઇ પન ગઝ્લ્ વાચુ કે સભળ તો મારા હદય ના દરેક તાલ મા એક ઝન ઝ્નાટિ.પસાર થૈ જાય તેવુ લાગે.
જયન્ત