ચાલ વસંતમાં ગુલમહોર થઈએ – અમિત ત્રિવેદી

સ્વર – નિશા પારઘી
સંગીત – નયનેશ જાની


(ચાલ…..ગુલમહોર થઈએ…….. Photo: Flowers of India)

This text will be replaced

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની સાંજે મોર થઈએ

જો રિસામણાં હોય કદીક તો
માયા આખી હાલક ડોલક

કરી મનામણાં મોરના ટહુકે,
આપણ બેઉ મલ્લક મલ્લક
આપણ બેઉ અલ્લડ જોડી ,
સાત સૂરે હલ્લક હલ્લક

આપણ બન્ને અડખે પડખે
ચાલ મોસમ છલકાવી દઈએ
આંખથી વરસી મબલખ અમી
એક બીજાના દર્પણ થઈએ

ઝીણી ઝીણી શરણાઈ વાગે
બેઉ હૈંયા થન્નક થન્નક

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ
ટહુકા ભીની સાંજે મોર થઈએ

12 replies on “ચાલ વસંતમાં ગુલમહોર થઈએ – અમિત ત્રિવેદી”

 1. નિશા એ ગિત ‘ચાલ ‘નો શબ્દ બહુ સરસ રિતે ઉપાડ્યો ….ગિત ખુબ સુન્દર રિતે ગવાયુ…મને બહુ ગમ્યુ…!!!!

 2. Rajesh Vyas says:

  Wow Jayshree
  Classic it is !!!
  Rajesh Vyas
  Chennai

 3. ALPESH BHAKTA says:

  અતુલના ગુલમહોરના ઝાડની યાદ આવી ગઈ. ખુબજ સુન્દર.

 4. સુંદર રચના…

 5. Smita Parekh says:

  વાહ્!!! હૈયું થન્નક થન્નક થૈ ઉઠયું.
  સરસ ગીત.

 6. Maheshchandra Naik says:

  વસંતના વાયરાનો અનુભવ કરાવવા માટે આપનો આભાર અને શબ્દાંકન સ્વરાંકન અને સંગીતકારને ખુબ અભિનદન……….

 7. dr haren oza says:

  અમિત ભાઈ,
  સુન્દર રચના ને ચાર ચાન્દ લગાવ્યા ગાયકે અને ઓર્કેસ્ટ્રા એ.
  ખુબ ખુબ અભિનન્દન.

 8. Dikro _ Maulik Vyas says:

  દાદા, ખુબ સરસ રચના કરે…
  દિકરો, યાદ કર્યા કરે…
  ચાલુ મોસમે વરસ્યા…

  – મૌલિક વ્યાસ

 9. Neela Varma says:

  vasnt ane gulmhor?sundar saujy. bhina bhina thai gaya sambhli ne….

 10. jeetendra says:

  vasanti sanje vasanti git sambhli ne sacche ja vasant na rasta paar gulmorh bani khili gaya…khub khub sundar, ane abhar amitbhai

 11. Saarthak says:

  નીશા, આટલો મધુર અવાજ… એક સુંદર કવિતા ને અવાજ આપી ને મૂર્તિમંત કરી દિધી.
  Could almost feel the VASANT NA VAAYRA.. Congrats to Kavi & Singer, both.
  – Saarthak, Gandhinagar 🙂

 12. Mahavir says:

  સરસ ગુલમહોર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *