સુણી મેં ફરી, તે જ કથા – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

આજે કવિ શ્રી સ્નેહરશિમની પુષ્યતિથિ. એમને આપણા સર્વ તરફથી શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ભક્તિરચના – નયન પંચોલી ના સ્વર – સંગીત સાથે..!!

કવિ પરિચય : (ગુજરાતી સાહિત્ય પરિષદ)

ઝીણાભાઈ રતનજી દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ (૧૬-૪-૧૯૦૩, ૬-૧-૧૯૯૧): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક. જન્મ વલસાડ જિલ્લાના ચીખલીમાં. ૧૯૨૦માં મેટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૨૬માં ત્યાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. ૧૯૨૬-૧૯૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક. ૧૯૩૨-૩૩માં બેએક વર્ષ જેલવાસ. ૧૯૩૪માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય. ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક. ૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ. ત્રણેકવાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ. ૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ૧૯૮૫નો નર્મદચન્દ્રક. ગુજરાતી કવિતામાં જાપાનીઝ કાવ્ય હાઈકુના પ્રણેતા.

પ્રમુખ કવિ, વાર્તાકાર, ચરિત્રકાર છે. સ્વાધીનતા, દેશભક્તિનો સૂર આરંભના કાવ્યોમાં પછી સૌન્દર્યાભિમુખ વલણ પ્રગટ થાય છે. જાપાની કાવ્યપ્રકાર હાઈકુને ગુજરાતીમાં સુપ્રતિષ્ઠિત કરી તેમણે ઐતિહાસિક પ્રદાન કર્યું છે. તેમની વાર્તાઓ વિશેષે ઊર્મિપ્રધાન અને જીવનમૂલ્યોને લક્ષ્ય કરનારી છે. ત્રણ ભાગમાં વિસ્તરેલી તેમની આત્મકથામાં તત્કાલીન રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓનું ચિત્ર ઉપસે છે.

સ્વર – સંગીત : નયન પંચોલી
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ‘સ્નેહરશ્મિ’

This text will be replaced

સુણી મેં ફરી, તે જ કથા, દિવ્ય કથા,
હો..આજ પધારે હરિ…(૨)

મૃદુ મંગળ તે વેણુ ધ્વનિ આવે ક્ષિતિજ તરી (૨)
કોટિક રવિ શી એની પ્રભા, નભે ભરી..
ઝીલો ઝીલો ઝીલો, ફરી ના આવે વેળા,
સન્મુખ આવે હરિ , આજ પધારે હરિ (૩)

અમૃત વર્ષા ચહુ દિશ હો, છલકે ઘટ ઘટમાં (૨)
આવી રમે હરિ માનવ ઉર દલમાં(૨)
વિકસિત માનવ ઉર-દલમાં,

પળ મંગલ મંજુલ આ ચાલી(૨)
ભરી લો ભરી જીવન આ પ્યાલી,
પીઓ, પીઓ, સુખદ સુહાગી, પ્યાલી રસની ભરી,
હો..આજ પધારે હરિ,
સુણી મેં ફરી, તેજ કથા, દિવ્ય કથા,
હો..આજ પધારે હરિ…(૨)

(આભારઃ શેઠ સી.એન. વિદ્યા વિહાર – પ્રાર્થનામંદિર)

8 replies on “સુણી મેં ફરી, તે જ કથા – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’”

 1. ગઈકાલે જ કવિશ્રીના સુપુત્ર સિદ્ધાર્થભાઈ સાથે વાત કરી. આ ભજન કવિશ્રીનું માનીતું હતું…

 2. Bhailal Solanki says:

  કેટલું સુન્દર ભજન !ફરી ફરી જાણે સાંભળ્યા જ કરીએ.

 3. Girish Parikh says:

  ઝીલો ઝીલો ઝીલો, ફરી ના આવે વેળા,
  સન્મુખ આવે હરિ , આજ પધારે હરિ

  ઉપરની પંક્તિઓ વાંચતાં આદિલનો આ શેર યાદ આવ્યોઃ

  જીવન મૃત્યુ જગત બ્રમ્હાંડની ચિંતા ન કર આદિલ
  પ્રથમ ખુદને પીછાણી લે ફરી આ ક્ષણ નહીં આવે.

  પૂજ્ય શ્રી સ્નેહરશ્મિનું વ્યાખ્યાન ૧૯૫૨-૧૯૫૩નાં વર્ષોમાં ગુજરાત કૉલેજમાં ભણતો હતો ત્યારે સાંભળેલું. (એમને વ્યાખ્યાન આપવા આમંત્રણ આપેલું.) હજુ મને સામે ઉભા રહીને બોલતા દેખાય છે પૂજ્ય શ્રી સ્નેહરશ્મિ!

 4. Ranjit Ved says:

  “આજ પાધારો હારિ” સુન્દર અનેભવ ભારિ ક્તિ કાવ્ય સામ્ભાલ્યુ..શ્રેી સ્નેહ રશ્મિ જિ ને ભવ ભારિ શ્રદ્દાન્જ્લેી..

 5. જયશ્રીબેન્,
  સુણી મેં ફરી, તે જ કથા – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ રચિત ભજન તેમજ સ્વર – સંગીત : નયન પંચોલીનું રાજસ્થાની ઢાળ આધતિત સાંભળવાનો અને માણવા મલ્યું ખુબ ખુબ આનંદ આવ્યો.
  આવા સુંદર ભજનોથી સવાર ખુબ જ ભક્તિમય બની જાય છે.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 6. આ ગિત કોનઇ પાસે ગવદઅવુ એવુ મને સ્વ્.શ્રેી ચ્હિપા સઅહેબે પુચ્હ્યુ ત્યઅરે મે શ્રેી અતુલ્ભઐનુ નામ કહ્યુ અને તેમને સહર્શ સ્વિકારિ લિધુ અતુલ્ભૈનિ પન ઇચ્હ્ા હાતિ કિન્તુ તેમનિ નદુરસ્ત તબિયત્ને કારને ગિત તેમનાથિ ગવઅયુ નહિ અન્ને શ્રેી નયન્વભૈ ભક્તિભવે ગાયુ

 7. bhavesh.raval says:

  નયનભાઇ નિ મેતોપાનેતર પહેરય પ્રિત નુ …….. રચના મુકશો.આભાર…..

 8. anil parikh-ghatkoper-senior citizen says:

  to day at 79 i feel proud to have had the opportunity of
  meeting and hearing snehrashmiji at our home in chikhli
  where my father sunderlal parikh who was school teacher in d e italia sarvajanik high school chikhli stayed.He used to visit as and when he was for a short visit to chikhli. Those days of courtsey and culture are missing from our life in GREAT BHARAT

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *