એક – વિપિન પરીખ

આ સામાન્ય માણસ
સાઠ કરોડમાંનો એક – હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુ વિનાનો.

બસકંડક્ટરથી ધ્રુજનારો, ટ્રેનમાં ભીંસાનારો,
ટૅક્સીડ્રાઇવરથી પણ હડધૂત થનારો.
બેન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો.

એક એક પૈસો ટેક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો.
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો.
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થરથરનારો.

ચોકી પર સંકોચાઈને ચૂપ બેસનારો, ગાયના જેવો –
ભોળો, મિનિસ્ટરોનાં લિસ્સાં લિસ્સાં ભાષણોને સાચ્ચાં માનનારો,
ને વળી તાળી પણ પાડનારો.
ચૂંટણી વખતે જોરજોરથી ‘જયહિન્દ’ બોલનારો.
બધું ભૂલી જનારો, ગળી જનારો,
કચડાયેલો,
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતો ઊઠનારો
હું પણ તેમાંનો જ –
એક

– વિપિન પરીખ

18 replies on “એક – વિપિન પરીખ”

  1. આપની રચના ગમી આ૫ના સંગ્રહનું નામ જણાવશો.

  2. Vipin Parikh reminded the movie WEDNESDAY. nice poem . but still I feel Indian are stronger than people of other countries.

  3. ભીરુતાનુ ભાન ભીતરની જાગ્રુતી લાવશે અને ત્યારે જ આપણામાનો પાર્થ જાગ્ શે.
    પાર્થ્ ને કહો ચડાવે બાણ , હવે તો યુદ્ધ એ જ કલ્યાણ – પોતાની સાથે અને દુનીયાની સામે.

  4. ઑહ્…!!વાહ વાહ્.! ખુબજ સથય્ચોત અને આપના દેશના સામાન્ય માનુશ્ય…જનતા આમજ જિવેચ્હે સાચિ વાત ચ્હે ભારત ના સામાન્ય માનવિનુ તદ્રુશ ચિત્ર રજુ કર્યુચ્હે…જરા અનુભવ તો થાય્….પચ્હિજ સામજાય્..કે …કેમ જિવાય ચ્હે!!??.”રામ બાન લાગ્યા હોય તે જાને…”.ખરેખર્….સાચુજ સાચુ ચ્હે…!

  5. A comman man or person should not move without his or her confidence. Be brave,This is our India !!!!!

  6. બહુજ સાચિ વાત કહિ … સામાન્ય શહેરિ સામાન્ય જ રહેવાનો…

  7. વિપિનભાઈએ આપણામાં વસેલા ભીરુ વ્યક્તીની ઓળખાણ આપણને કરાવી છે, હવે તેને આ જગતનો સામનો કરવાની શક્તી,હિંમત કોણ આપશે?

  8. No, I do not appreciate this kind of thinking. It is too negative a picture of an Indian. An Indian is far superior than the poet has portrayed.

  9. વિપિન પરીખ મારા ગમતા કવિ છે, આ સાથે એમની “હરિ તું શુ કરે” યાદ આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *