…કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા – ભગવતીકુમાર શર્મા

આ ગતિથી દ્રષ્ટિના દીવાઓ ધૂંધળા થઇ ગયા;
હું સ્કૂટર, રસ્તો- અને ચહેરાઓ ઝાંખા થઇ ગયા.

લક્સની ફિલ્મી મહેંક, ગીઝર ને શાવર બાથ આ;
નવસો ને નવ્વાણું નદીકાંઠા પરાયા થઇ ગયા.

સિક્સ ચેનલ સ્ટીરિયોફોનિક અવાજો છે અહીં;
કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા.

બારીઓમાંથી સ્કાયસ્કેપર રોજ આવે ખરેખર;
સૂર્યના સોનેરી અશ્વો સાવ ભૂરા થઇ ગયા.

વૃક્ષ છોડીને વસાવ્યા પંખીઓએ એરિયલ;
લીલાં લીલાં પાંદડા તરડાઇ પીળા થઇ ગયા.

આજ હું માણસ, પછી હું શખ્સ ને મરહૂમ પણ;
મારા પડછાયા પળેપળ કેમ ટૂંકા થઇ ગયાં?

અંજલિ અર્પું પ્રથમ સંવત્સરીએ હું મને;
કે મગર કાગળના દરિયામાં વિહરતા થઇ ગયા !

– ભગવતીકુમાર શર્મા

11 replies on “…કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા – ભગવતીકુમાર શર્મા”

  1. જેસલ તોરલ ના ઉતમ ભજન તથા ગિત રજુ ન કરિ શકો ? “જેસલ કરિ લે વિચાર …..”, પાપ તારુ પરકાશ જાદેજા …..”, વગેરે.

  2. It is not a Gazal nor it is a poem, it is a deep feelings of a poet which is ” ANTAR VYATHA ” of a poet it has deep meaning for and a lesson for each and every one in present life style. Many many regards to poet.
    Harsukh H. Doshi.

  3. ખુબજ સુંદર કાવ્ય. એકદમ સચોટ અને સ્પષ્ટ વાત જીવન વિષેની

  4. છે ટહુકો કોયલ નો મારા મોબાયલ મા પાણ દોડિ જાવ છુ હું મારા બગિચા મા કે રખે ટહુકિ હશે ક્યાક આસપાસ મા…..

  5. વરવી વાસ્તવિકતાની વ્યથા વ્યક્ત કરતુ કાવ્ય.
    ઘણુ ગમ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *