કલરવ – રાજેન્દ્ર શુક્લ

૫ જુન, ૨૦૦૭ ના દિવસે ટહુકો પર મુકેલી આ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની ગઝલ, આજે એમના પોતાના અવાજમાં ફરી એકવાર… કવિની ગઝલ પઠનની આગવી શૈલી સાથે આ ગઝલના શબ્દોનો ભાવ વધુ ઉજાગર થઇને આપણા સુધી પહોંચે છે.

(ક્યાંક કંઇ ખૂલી રહ્યું…)

પઠન : રાજેન્દ્ર શુક્લ

.

————————
Posted on June 5, 2007
૨ જૂન ૨૦૦૭, અમદાવાદ મુકામે ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ સર્જક્ – કવિવર રાજેન્દ્ર શુક્લને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન (રણજિતરામ સુવર્ણચંદ્રક) પ્રદાન કરવામાં આવ્યું એ ઉપક્રમે એમની એક રચના માણીએ. (કવિના સમગ્ર ગઝલ સંગ્રહ ‘ગઝલસંહિતા’માંથી સાભાર)

આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે,
કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે!

હાથ હોવાથી જ કંઇ ક્યાં કશું પકડાય છે?
શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે!

આંખ મીંચીને હવે જોઉં તો દેખાય છે,
ક્યાંક કંઇ ખૂલી રહ્યું, કયાંક કંઇ બિડાય છે!

જે ઝળકતું હોય છે તારકોનાં મૌનમાં,
એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે!

શબ્દને અર્થો હતાં, ઓગળી કલરવ થયાં,
મન, ઝરણ, પંખી બધું ક્યાં જુદું પરખાય છે!

૨૩-૨૪ મે, ૧૯૭૭

15 replies on “કલરવ – રાજેન્દ્ર શુક્લ”

 1. sneh says:

  ખરેખર બહુ જ ગમ્યુ!

 2. ભાષાના મોભ ગણી શકાય એવા માતબર ગજાના કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લને આ બહુમાન આટલું મોડું મળે એ ખરેખર તો આપણી ભાષાની જ કમનસીબી છે… મને લાગે છે કે આ પંક્તિઓ આવા જ કોઈ પ્રસંગને ખાતર લખાઈ હશે-

  આ અહીં પહોંચ્યાં પછી એટલું સમજાય છે,
  કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે!

 3. mansi shah says:

  આવુ જ કંઈક શ્રી રાજેન્દ્ર શુક્લ દ્વારા જ લખેલ કંઈક યાદ આવે છેઃ
  મનને સમજાવો નહી એ સમજતુ જ હોય છે,
  આ સમજ અણસમજ એ ખુદ જ સરજતુ હોય છે
  છે ને કલકોલાહલે સાવ મુંગુ મૂઢ સમ, એકલું પડતા જ તો કેવુ ગરજતુ હોય છે.
  ઓગળે એ ઓગળે એ મૌન થી ઝળહળ થતું એ જ તો મોતી સમુ પાછું નીપજતુ હોય છે
  આખુ યાદ નથી..પણ કદાચ આવુ જ કંઈક છે.

 4. P Shah says:

  આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે,
  કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે!

  તદ્દન સાચી વાત !

 5. રાજેન્દ્ર શુક્લનું કાવ્ય પઠન અન્ય કવિઓના કાવ્ય પઠનથી સાવ નિરાળું છે… કવિને પૂછીએ તો કવિ કારણ આપે કે હું કવિતા વાંચતી વખતે એ કવિતા જે તે સમયે લખી હોય છે, સમયના એ જ અંતરાલમાં પુનઃ પ્રવેશ કરું છું અને કાવ્યસર્જનના ભાવને સાંગોપાંગ અનુભવતા અનુભવતા કાવ્યપાઠ કરું છું…

  રા.શુ.ને સાંભળીએ ત્યારે આ દાવો યથાર્થ લાગે…

 6. ashalata says:

  સરસ—-

 7. Swar says:

  Very soothing voice and the one that gives peace of mind. Jayshreeben, great job. This is amazing how you bring all Gujarati lovers together.

  રાજેન્દ્ર શુલ્કએ આવુ પણ કાઈ લખ્યુ છે.

  રંગ એનો અને રંગ માં રાતી ગઝલ
  સાંવરાને સંગ મધમાતી ગઝલ
  નમ્ર નજરાણે સ્મરું જન સર્વને
  જેણે જેણે ચાહી ગુજરાતી ગઝલ

  બીજી એક ખુબજ સુન્દર રચના આલ્બમ શબ્દ ના સ્વરાભિષેક માથી.

  http://swaralay.blogspot.com/2009/08/samay-dhasi-jaiye.html

 8. Dr. Dinesh O. Shah says:

  I had the pleasure of meeting Rajendra Shukla three times and listen to his poems from him. I am impressed with the freshness of this gazal as it describes the compass of his life, his guiding philosophy based on whatever little I know about his maverik way of thinking! Refreshing and really novel thoughts blended in this gazal.

  Dinesh O. Shah, Ph.D.

 9. Kamlesh says:

  હાથ હોવાથી જ કંઇ ક્યાં કશું પકડાય છે?
  શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે!

  આંખ મીંચીને હવે જોઉં તો દેખાય છે,
  ….વાહ……ખૂબ સરસ….

 10. M.D.Gandhi, U.S.A. says:

  સરસ રચના છે.

 11. BB says:

  How beautifully the poet has said . It is so deep.

 12. Hardik Dave says:

  Nice Poem by Poet Rajendra Shukla

 13. Maheshchandra Naik says:

  સરસ ગઝલપઠનને માણવા મળ્યુ, આપનો આભાર અને કવિશ્રીને અભિનદન, એવોર્ડ માટે……..

 14. indravadansinh says:

  ishvar no avikshr swikarti aa kruti kharekhar addbhut

 15. Thakkar Brinda says:

  હુ પણ કહેવા માગુ કે આ કવિ ને અત્યારે જોતા ખુબજ વેદના થઇ હતી. 19 january- 2013 ના રોજ્ એમને જોઇ ને એવુ થયુ કે ક્દાચ ડુબતા સુરજ ની વેદના શુ હોઇ શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *