ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

ઝીણા ઝરમર વરસે મેહ - ન્હાનાલાલ કવિ

સ્વર : નિશા ઉપાધ્યાય ; સંગીત : રિષભ Group

This text will be replaced


ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા;
હો! ભીંજે મારી ચૂંદલડી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો! ભીંજે મારી ચૂંદલડી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછાન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચન્દા!
હો! ભીંજે મારી ચૂંદલડી.

————-

રમેશ પુરોહિતના શબ્દોમાં આ કવિતાના આસ્વાદની એક ઝલક.

ગુજરાતી કવિતામાં ભાષાનું લાલિત્ય અને લાવણ્ય સદેહે મૂર્તિમંત થતું ફક્ત ન્હાનાલાલની કવિતામાં જોવા મળે છે.

ગીતની શરૂઆતમાં આષાઢી કે શ્રાવણની હેલીની વાત નથી. આ વાત છે ઝીણા ઝરમરિયા મેહની. ન્હાનાલાલની શબ્દસૂઝ અહીં કામે લાગે છે. ‘ઝીણા’ શબ્દથી સૂક્ષ્મતા પ્રત્યે ઇશારો છે. ઝરમર વરસાદમાં સાતત્યની વાત છે. ધીમે ધીમે એકધારા પડી રહેલા હળવાફૂલ વરસાદને ઝીણો ઝરમર વરસાદ કહી શકાય. મુશળધાર નથી અને સરવડાં પણ નથી. કાવ્યનાયિકા મુગ્ધા છે એ બતાવવા કૌમારના નેહની વાત કરાઇ છે. વાસ્તવમાં મુગ્ધા પોતે ભીતરથી પલળી રહી છે. ભીતરના ભીંજાવાની વાત પર આવરણ ઓઢાડીને કહે છે કે ભીંજે મ્હારી ચૂંદલડી. ભીંજાવાની વાત સહેતુક છે, કુંવારા સ્નેહની વાત છે.

( કવિ પરિચય )

6 comments to ઝીણા ઝરમર વરસે મેહ - ન્હાનાલાલ કવિ

  1. harshad jangla
    May 27th, 2007 at 6:09 pm

    અમારા ગુજરાતી શિક્ષક કવિ ન્હાનાલાલને પ્રથમ સ્થાન આપતા.

    પડછાન્દા એટલે શું?

  2. ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi « ગુજરાતી સારસ્વત પરિચય
    May 27th, 2007 at 10:47 pm

    [...] સાંભળો:  - અસત્યો માંહેથી   -  ઝીણા ઝરમર વરસે મેહ  -   [...]

  3. સુરેશ જાની
    May 28th, 2007 at 10:49 am

    પડછંદ એટલે પડઘો. કદાચ બીજો અર્થ - મહાકાય
    મયંક - ચંદ્ર

  4. Varsha Shah
    May 28th, 2007 at 7:36 pm

    ….ભીંજે મારા હૈયાની માળા;
    હો! ભીંજે મારી ચૂંદલડી……
    ૧૯૬૨ ની સાલમાં, પ્રકાશ હાઈસ્કૂલમાં પાંચમા કે છઠ્ઠા ધોરણમાં,
    સંગીતના વિષયમાં આ ગીત શીખી છું.
    આવું સુંદર ગીત આપવા માટે,
    આભાર

  5. વ્હાલા ‘વરસાદ’ને કવિતામાં ઢાળીયે… « સહિયારું સર્જન - પદ્ય
    June 20th, 2007 at 10:45 pm

    [...] ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મારી ચૂંદલડી : એવો નીતરે કૌમારનો નેહ, ભીંજે મારી ચૂંદલડી. [...]

  6. M.D.Gandhi, U.S.A.
    July 20th, 2009 at 10:33 pm

    મેં તો આજે આ ગીત વાંચ્યું. બહુ સરસ છે.

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>