ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં – -‘સૈફ’ પાલનપુરી

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

khushboo

.

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !

27 replies on “ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં – -‘સૈફ’ પાલનપુરી”

 1. મિહિર જાડેજા says:

  “સૈફ” સાહેબની મને ગમતી ગઝલોમાંની આ ગઝલ છે. આમ તો ગઝલના લગભગ બધા શેર મને ગમે છે, પણ આ શેર અતિપ્રિય છે.

  જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
  બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

  ખબર નો’તી કે આ ગઝલ કોઈએ સ્વરબધ્ધ પણ કરી છે. એમાં પણ જો પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ ગઝલ સાંભળવા મળે તો બીજુ શું જોઈએ?

 2. જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
  બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

  -આનાથી વધુ કંઈ જ ન લખ્યું હોત તોયે સૈફસાહેબ મહાકવિની પંગતમાં બિરાજી શક્યા હોત…

 3. sujata says:

  tahuko have dhadkan bani chukyo chhey…roz saware em thaaye jaldi tahuka ni mulakat karu kyaank dhabkar chuki na jawaye……

 4. Balkrishna K. Vyas says:

  Wow!!! Thanks a lot for placing my favourite Gazal and that too sung by the Great Purushottambhai!!

 5. keta joshi says:

  હુ તો આ તહુકો મેલ્વિને ખુબ રાજિ થૈ ગૈ..
  જય્શ્રેી. થન્ક્સ્..

 6. kintu says:

  thanks for providing such nice song and Gazal

 7. acharyaa says:

  વાહ ક્યા રચના છે.

 8. વાહ જયશ્રી બેન, ઘણાં દિવસ થી આ ગઝલ શોધતો હતો.. આખરે અહીં આવી ને શોધ પુરી થઈ. આ જ ગઝલ ઝાઝી.કોમ પર જુદ રાગ મા પુરુષોત્તમ સાહેબ ના અવાજમાં છે. એ પણ સાંભળી જોજો. .. આભાર…

  ભાવીન ગોહીલ
  અમદાવાદ

 9. jayesh upadhyaya says:

  શોભા જોષી ના અવાજ મા આ ગઝલ સાંભળી હતી શુ એ સંભળાવી શકો? આભાર

 10. parul zaveri says:

  my day is made!
  parul

 11. firdos says:

  જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
  બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં
  જીવનનુ નક્કર સત્ય…..

 12. firdos says:

  જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
  બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.
  જીવનનુ નક્કર સત્ય….

 13. Himanshu Desai says:

  Hi.
  Salam to Purushottam Upadhyayji… A superb gazal and Voice that God would be proud to listen..My respect is deepening…
  May we hear more and more of This wondwrful,unique and celestial voice..

 14. BHUPESH SHAH says:

  salam pursottambhai. myself & my wife deeply imprest a super gazaland voice,we are hear more and more, u are one of the best in gujarati gazal again salam

 15. GOMATI SHAH says:

  નમ્સ્તે ગુરુ અવા પુર્સોતમભાઇ,
  તમારુ સુગમ સગિત અમને ખુબજ પ્રિય અને સાભદવુ ગમેચે.

 16. […] ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં. (khushboo ma khilela phulo ha… […]

 17. manish shah says:

  fantastic collection and fantastic work. THANK YOU VERY MUCH. plz keep up the good work

 18. Jadavji Kanji Vora says:

  ખુબ ખુબ આભાર, જયશ્રીબેન.
  ઘણા લાંબા સમયથી આ ગઝલ શોધી રહ્યો હતો, ને તમે તો થોડાક કલાકોમાં જ મને એ મેળવી આપી. અને એ પણ શ્રી પુરુષોતમભાઈના સુરો સાથે !
  જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી…
  બહુ ઓછા પાના જોઇ શક્યો..બહુ અંગત અંગત નામ હતા…
  જીવનના સુર્યાસ્ત વખતનું સત્ય કેટલું ગહન છે !
  જયશ્રીબેન, ફરી એક વખત…ખુબ ખુબ આભાર !

 19. niyati says:

  આ ગઝલ અમને ભનણવામા હતી…
  આજે આ સામ્ભળવાની ખૂબ જ મજા આવી…..
  thank you sooo much..

 20. imdad momin says:

  હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
  કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં……REALY HEART TOUCHING LINE BRO

 21. Anadi says:

  Thanx for this beautiful site. one thing i would like to check, i m not able to fast forward or backward the song while playing it.

  so pl guide me regarding this.

  again thanks for this imvaluable gift…………

 22. Paresh says:

  સૈફ પાલનપુરિ નિ રચના – મને પ્રિત કરવાનો મોકો મલ્યો તો ને તારા ઓ ગનવાનિ આદત પદિ તિ.

  આ ગેીત ના શબ્દો મલશે?

 23. manilalmaroo says:

  kya batt hai saiffbhai ki gazhal aur pursottambhai ki aawaz sone me sugandh. manilal.m.maroo.

 24. Samir Dave says:

  superb!
  ખુશ્બુ મા ખિલેલા…

 25. PARESHKUMAR THAKKAR says:

  લખવા માટે શબ્દૉ નથિ , ફક્ત સુર સાથે આન્સુ વાહવ્યા અને હળવૉ થયૉ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *