સહારો નહિ, મને તો જોઇએ સત્કાર – બરકત વિરાણી ‘બેફામ’


સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી,
હું પડછાયો દીવાલોનો નહીં માંગુ કોઇ ઘરથી.

ઊડે એનેય પાડે છે શિકારી લોક પથ્થરથી,
ધરા તો શું, અહીં ખાલી નથી આકાશ ઠોકરથી.

નથી હોતો કિનારો ક્યાંય દુનિયાનાં દુ:ખો માટે,
તૂફાનો કોઇ દી પણ થઇ શક્યાં નહિ મુક્ત સાગરથી.

બૂરા કરતાં વધારે હોય છે મર્યાદા સારાને,
કરે છે કામ જે શયતાન, નહિ થાશે તે ઇશ્વરથી.

શરાબીની તરસ કુદરતથી બુઝાતી નથી, નહિ તો –
ઘટાઓ તો ભરેલી હોય છે વર્ષાની ઝરમરથી.

કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ !
સરોવરમાં રહી મુખ ઊંચુ રાખે છે સરોવરથી.

ઘણાં અવતાર છે એવા નથી જાતાં જે પાણીમાં,
ઘણાં જળબિન્દુ મોતી થઇને નીકળે છે સમંદરથી.

ચણી દીવાલ દુનિયાએ તો આપે દ્વાર દઇ દીધાં,
નહીં તો હું જુદો ન્હોતો કદીયે આપના ઘરથી.

વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.

અસર છે એટલી ‘બેફામ’ આ નૂતન જમાનાની,
પુરાણો પ્રેમ પણ કરવો પડ્યો મારે નવેસરથી.

12 replies on “સહારો નહિ, મને તો જોઇએ સત્કાર – બરકત વિરાણી ‘બેફામ’”

 1. Harshad Jangla says:

  પુરાણો પ્રેમ પણ કરવો પડ્યો….
  સરસ ગઝલ
  આભાર

 2. કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ !
  સરોવરમાં રહી મુખ ઊંચુ રાખે છે સરોવરથી.

  – યાદગાર શેર…

 3. કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ !
  સરોવરમાં રહી મુખ ઊંચુ રાખે છે સરોવરથી.

  અરે વિવેકભાઈ તમને પણ આ શેર ગમી ગયો… સાચેજ યાદગાર શેર છે…

 4. Sangnya says:

  વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
  મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.
  બહુ સરસ મને આ ઘણુ ગમ્યુ
  Nice

 5. Shah Pravin says:

  ……..ધરા તો શું, અહીં ખાલી નથી આકાશ ઠોકરથી.
  અતિ સુંદર!
  આભાર

 6. akash says:

  ખરેખર અદભુત !

 7. Zankhana says:

  …વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
  મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી…

  very ture!!!!

 8. Ramata Jogi... says:

  સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી,
  હું પડછાયો દીવાલોનો નહીં માંગુ કોઇ ઘરથી.

  “કમળ”ની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ !
  સરોવરમાં રહી મુખ ઊંચુ રાખે છે સરોવરથી.

  ચણી દીવાલ દુનિયાએ તો આપે દ્વાર દઇ દીધાં,
  નહીં તો હું જુદો ન્હોતો કદીયે આપના ઘરથી.

  વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
  મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.

  અસર છે એટલી ‘બેફામ’ આ નૂતન જમાનાની,
  પુરાણો પ્રેમ પણ કરવો પડ્યો મારે નવેસરથી.
  =========================

  ઘણી વાર પ્રેમ એ માત્ર યાદ બની રહિ જાય છે,
  યાદની યાદ રહે છે અને પ્રેમ ભુલાઇ જાય છે….

 9. jainendra says:

  વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
  મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.

  ચાહત નો પુરાવો!!!!!!!????

 10. kaushik mehta says:

  ચહત ને ક્યરેય પુરવનિ જરુર ક્ય હોય ચ્હે?

 11. Nishant says:

  બેફામ નો કોઇ સામેી નથેી. દરેક ગઝલ માં એવા એવા શેર છે કે વારં વારં વાંચવા નું મન થાય.

 12. Piyush says:

  Wah befam sab wah ……….
  khub saras…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *