ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

મંદિર તારું વિશ્વ રૂપાળું - જયંતીલાલ આચાર્ય

Happy Children’s Day… સૌને બાળદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… સાથે ઘણી જ જાણીતી આ પ્રાર્થના.. માયા દિપકના સ્વરમાં..!

(…..  Photo: eHow.com)

* * * * *

સ્વર : માયા દિપક
સંગીત : કમલેશ ઝાલા

This text will be replaced

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે;
પળપળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે.

નહિ પૂજારી નહિ કોઇ દેવા, નહિં મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે.

વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરાં રે.

(આભાર : અમીઝરણું)

એક વર્ષ પહેલા : ટાઢું ટબુકલું (બાળવાર્તા)

બે વર્ષ પહેલા : બાળગીત - કૃષ્ણ દવે , મા, મને છત્રી લઇ આપ તું એવી….

ત્રણ વર્ષ પહેલા : અબોલડા - પ્રહલાદ પારેખ, H मनकुंतो मौला...

20 comments to મંદિર તારું વિશ્વ રૂપાળું - જયંતીલાલ આચાર્ય ‘પુંડરીક’

  1. Girish Parikh
    November 14th, 2009 at 5:50 am

    મધુર કંઠમાં ગવાએલું સુંદર, મોટાઓને પણ મઝા આવે એવું, બાલગીત.
    ૧૪ નવેમ્બર મારો જન્મદિન છે. અહિં મોડેસ્ટો, કેલિફોર્નિયામાં હજુ ૧૩મી તારીખ છે. આવતી કાલે ગીત ફરીથી સાંભળીશ.
    ગીત અને શબ્દો રજૂ કરવા બદલ અભિનંદન.
    –ગિરીશ પરીખ

  2. Bhavi
    November 14th, 2009 at 8:16 am

    ખુબ સુન્દર. નાન પન નિ યાદો તાજિ કરિ દિધિ. નૈરોબિ નિ નિશાદ મા રોજ ગાતા.

  3. Nilima Desai
    November 14th, 2009 at 10:44 am

    very nice!!!!!!!!
    Children’s day morning went in past school life of India.
    After long time heard this prayer.
    Feels like very close to God.
    Thank you very much Jayshree ben

    Nilima from Dubai, UAE

  4. Praful Thar
    November 14th, 2009 at 1:47 pm

    શ્રીમતી જયશ્રિબહેન
    આ સુંદર પ્રાર્થના.. માયા દિપકના સ્વરમાં સાંભળી ને આનંદ આવી ગયો.
    પ્રફુલ ઠાર

  5. Chandravadan Sheth
    November 14th, 2009 at 4:35 pm

    વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે;
    મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરાં રે.

    અમે જ્યારે ભણતા ત્યારે અમે આ પ્રમાણે ગાતા ઃ

    વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ સારા રે;
    મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળક તારા રે.

  6. RASHI
    November 14th, 2009 at 5:13 pm

    જીત કેરી દોડમાં ખોવાયું છે બાળપણ
    નિર્દોષતાને ટાટા કરી શેને આવ્યું શાણપણ?
    રાષ્ટ્રના ભવિષ્યની છે આ કેવી દશા!
    આખોંની મસ્ત ને શોધું છું ભોળપણ!

  7. Bhadresh
    November 14th, 2009 at 9:41 pm

    Hi!
    After hearing this Balgeet , I remember my school day. it’s a very nice balgeet . I live in London. I know Mayadeepak very well since she is coming in london . WE ALWAYS GO TO HER PROGRAMME IN LONDON. SHE SINGS VERY NICELY. REALY ,GOD HAS GIVEN HER NATURAL GIFT.

  8. M.D.Gandhi, U.S.A.
    November 14th, 2009 at 11:57 pm

    ૧૯૫૩માં જ્યારે શાળામાં, (G.T.High School, Mumbai) ભણતો હતો ત્યારે આ કવિતા ભણવાની હતી અને મોઢે કરવાની હતી. આજે તો ફક્ત પહેલી પંક્તિ જ યાદ છે કે “મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે”. આજે તમે તો આખી પ્રાર્થના-કવિતા રજુ કરી દીધી, બહુ આનંદ આવ્યો. આ મંદિર એટલે કે આ જગત બહુ સુંદર છે અને આ માટે આપણે ભગવાનનો ઉપકાર માનીએ કે તેણે આપણને પણ સુંદર બનાવ્યાં.

  9. Dr Faruque Ghanchi
    November 15th, 2009 at 3:32 am

    બહુ જ સરસ… શાળાના દિવસો ફરી તાજા થઇ ગયા… સરજનહારનું આખુ
    વિશ્વ એક દેવસ્થાન છે… ઉમદા સંદેશ, ભાવુક રજુઆત. … આભાર!

  10. Bina Doshi
    November 15th, 2009 at 9:18 am

    સરસ કવિતા માટે આભાર

  11. Dr. Dinesh O. Shah
    November 15th, 2009 at 10:05 am

    આ પ્રાર્થના વાઁચી ખુબ આનઁદ થયો. જયન્તિલાલ આચાર્ય મારા દસમા અગિયારમાઁ
    ધોરણમાઁ ગુજરાતિના શિક્ષક હતા, કપડવઁજના નવચેતન વિધ્યાલયમાઁ (૧૯૫૨-૧૯૫૫). તેઓ શન્તિનીકેતનના ગ્રેજ્યુએટ હતા. રવિન્દ્રનાથ ટાગોરે તેમના માટે એક રેકમેન્ડેશન પત્ર લખી આપેલો તેની કોપી હજુ મેઁ સાચવીને રાખી છે જે આચાર્ય સાહેબે મને ભેટ તરીકે આપેલી. આ પત્રમાઁ તેમણે જયતીલાલ આચર્યને શન્તિનિકેતન માઁ આગળ પડતા સ્કોલર ખીતિમોહન સેન સાથે સરખાવ્યા છે. He was a scholar, poet and a great inspiring teacher! દિનેશ ઓ. શાહ, નડિયાદ, ગુજરાત,
    ભારત.

  12. Ramesh M Patel
    November 15th, 2009 at 11:55 am

    Wonderful prayer song with nice voice. Heard after long time and remembered school days !!!
    Thank you …

  13. Upendra
    November 15th, 2009 at 11:56 am

    This song is amazing , we used to listen this during prayers in our school days .It re memorize our school days and this voice given by Mayadeepak is great…
    Thanks to you for uploading this…….

  14. Pancham Shukla
    November 15th, 2009 at 5:28 pm

    શાળાના દિવસોથી જાણીતી અને માનીતી પ્રાર્થના.

  15. ashalata
    November 15th, 2009 at 9:14 pm

    બહૂ જ સુન્દર——શાળાની યાદ આવી ગયી.

  16. Rekha Kothari
    November 16th, 2009 at 3:18 am

    brilliant

  17. amita Bhakta
    November 16th, 2009 at 8:51 pm

    This prayer maybe listed under children’s song but in my view it had profound message by poet for any age. I enjoyed this prayer couple of years ago in Maui sung to me by my masi and parents. Where every moutain tops looked like some ancient temple. Down below where the white frothy wave trashed against the black lava rock I could see Shiva’s abhishek. Everywhere I turned I could see our purnas coming alive and I am sure our rishis saw all this too and wrote our scriptures to us. When one sees and expeirences such beauty the creativity in him pushed him to create. I think man first made temple after such expeiernces to honor our maker, only he got lost and started to look for Almight inside the walls his own making of bricks and mortar!
    Thank you Jayshreeben, for such dedication and admirable service to all of us, keep up this wonderful work.

  18. Maheshchandra Naik
    November 17th, 2009 at 11:17 am

    બાળ -પ્રાથના જ સંભળાય છે ને!!!!!!!!!!શાળાજીવનની યાદો તાજી થઈ આવી, શ્રી જયશ્રીબેન આભાર……

  19. rita jhaveri
    November 17th, 2009 at 9:27 pm

    આભાર્! જીવનભારતિ સુરત મા ભણ્તા આ કવિતા ખુબ ગમતિ હતિ.
    આ કવિતા અમીતાબેનની જેમ મારા ફેમિલિની સાથે switzerland & hawaii માટૅ અને હિમાલય ની ચાર ધામ નિ જાત્રામા ગાઈ ત્થાતેની યથાતર્તા અનુભવી .
    it is timeless &
    thanks for reminding all words in proper order for this perfect prarthana..
    rita

  20. mahendra d. vala
    November 20th, 2009 at 2:11 am

    મારો ટેનિયો યાદ આવિ ગ્યો,તે પ્લે હોઉસે મા ગાતો હ્તો,

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>