લગ્નગીત ૩ : આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!    :-)

This text will be replaced

આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
મસ્તીમાં સૌ છે ગુલતાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

વરના કાકા ને વરના મામા
પહેરીને ઉભા જરકસીજામા
જોવા ઉમટ્યું લોક તમામ, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

વરની મા તો લાગે સધ્ધર
વાજા વાગે ને ચાલે અધ્ધર
સૌને આપે એ બહુમાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

ઢોલ નગારાને ત્રાંસા વાગે
સંગે શરણાઇના સૂર ગાજે
ભલે પધાર્યા આજ મહેમાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

ધૂશળ મૂશળ —–
સાસુજીએ પોંખ્યા જમાઇ,
નાક તાણી કહે રાખજો ભાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

11 thoughts on “લગ્નગીત ૩ : આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા

 1. વિવેક ટેલર

  વાહ.. સુંદર ગીત… લચકદાર લય અને વાંચવાનું ચાલ્યા કર્યા પછી અટકી ન શકાય એવા લપસણા શબ્દો…

  મજા આવી…

  Reply
 2. જય પટેલ

  વરની મા તો લાગે સધ્ધર
  વાજા વાગે ને ચાલે અધ્ધર.

  લગ્નના દિવસે
  The Most Proud Mother in the World..!!

  આવી કલ્પના અને શબ્દોની ગૂંથણી આજના કવિરાજો કરી શકે ?

  Reply
 3. BB

  ખુબજ સુન્દર લગ્ન ગિત અને સુન્દર ગાયકિ અને તાલ. ખુબજ ગમ્યુ.

  Reply
 4. Vijay Bhatt( Los Angeles)

  Jayshree ben,

  I really like the idea of parva of – LAGNA GEETO.
  Please do not forget to put Anil Joshi’s KANYAA VIDAAY

  સમી સાન્જનો ઢોલ ઢબુકતો….જાન ઉઘ્લ્તી મ્હાલે…..

  Reply
 5. Maheshchandra Naik

  ગીત સાંભળવાની સાથે જાનમા જવાનુ મન થઈ ગયુ, એટલે લગ્ન મોસમ આવતા દેશમા જવા માટે ઈચ્છા થઈ જાય, પ્રસન્ગોની મઝા તો વતનમા જ આવેને, ખરુને????

  Reply
 6. 'M.D.Gandhi, U.S.A.

  બહુ સુંદર લગ્નગીત છે પણ વરરાજાને તો આમાનું કાંઈ સંભળાતું નહીં હોય, તેની દૃષ્ટિ તો “અર્જુનના” લક્ષની જેમ એકજ જગ્યાએ જોતી હશે. સરસ ગીત છે.

  Reply
 7. vkvora, Atheist, Rationalist

  વાડીઓ અને પ્રોફેશનલ ગાયકોને કારણે હવે ઘોંઘાટ વધ્યો છે. એમને ૫૦ ડેસીબલ કે ૯૦ ડેસીબલથી વધારે તો નહીંજ નીયમ શીખવો પડશે. માઈક કે સંગીત વગર બહેનો ઉંચા કે નીચા સ્વરે જે ગાય એની મઝા ઓર હોય છે.

  Reply
 8. DIPEEKA

  મારે આ ગીત ડાઉનલોડ કરવુ છે. ક્યાથી કરી શકુ કોઇ ની પાસે હોય તો મને આપોને બીજા પણ લગ્ન ગીતો હોય તો પણ આપજો 

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *