માણેકચોકમાં – આદિલ મન્સૂરી

અમદાવાદનું ઘણું જ જાણીતું સ્થળ.. માણેકચોક..! એના વિષે અમદાવાદના જ ગઝલકાર સ્વ. શ્રી આદિલ મન્સૂરીએ લખેલી ગઝલ – એમના પોતાના અવાજમાં.

(માણેકચોકમાં………….. )

* * * * *

ગઝલ પઠન : આદિલ મન્સૂરી

.

દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં
બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં

સપનાંઓ નંદવાય છે માણેકચોકમાં
ને ઊર્મિઓ ઘવાય છે માણેકચોકમાં

પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને
રેશમનો સ્પર્શ થાય છે માણેકચોકમાં

ખિસ્સામાં કંઈ ન હોય તો વળજો ન એ તરફ
લાખોના સોદા થાય છે માણેકચોકમાં

જોવા મળ્યા આ શહેરમાં એવા ય લોક જે
જીવન વટાવી ખાય છે માણેકચોકમાં

એ બાજુ જાવ તો તમે સંભાળજો જરા
સોનું સતત કસાય છે માણેકચોકમાં

નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી
વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં

અત્યંત ખાનગી હશે જે વાત એ વિશે
જાહેર સભા ભરાય છે માણેકચોકમાં

કિલ્લાના કાંગરાઓથી ઊતરે છે જ્યારે સાંજ
રાત્રી જવાન થાય છે માણેકચોકમાં

રંગીન પાલવોમાં પવન મહેક પાથરે
એ વિસ્તરી છવાય છે માણેકચોકમાં

ઊઘડે ભલે ને રોજ દુકાનો નવી નવી
કબરોય પણ ચણાય છે માણેકચોકમાં

13 replies on “માણેકચોકમાં – આદિલ મન્સૂરી”

 1. Maheshchandra Naik says:

  માણેકચોકની જાહોજલાલીનો સરસ પરીચય જાણવા મળ્યો…….આભાર

 2. M.D.Gandhi, U.S.A. says:

  ” નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી
  વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં”
  પણ, અમદાવાદી એમ મફતમાં વેચાય જાય ખરો?!!!!!કદાચ બહારનો માણસ હશે!!!!!!!!
  શું સરસ અદભુત અવલોકન-આલેખન કર્યું છે માણેકચોકનું?
  મજાનું ગમે એવું ગીત છે.

 3. Purshottam says:

  Good Morning to every one , specially Jayshriben,

  Manek chowk, word and sentences are well utilised.

  We all are not bouthred about future.

  Lets hope for u turn soon.

  I love Gujarati but have no keyboard practice.

  My regards to all connected with this.

  PBP.

 4. Anupama - Dubai says:

  thx a lot, this song reminded me of my childhood, my grandparents used to sing for me, thx once again!!

 5. Pinki says:

  ગઈકાલે રાત્રે જ વરસો બાદ આ મજા માણી.. !
  અને આજે આ ગઝલ..ફરી માણવાની ઓર મજા… !!

 6. Rajesh Vyas says:

  Hi Jayshree !!!

  Manek Chowk nu kharekhar satya jaanva malyu !!!!
  Gr8 ADIL MANSURI…

  Regards
  RAJESH VYAS
  CHENNAI

 7. bhagvat trivedi says:

  the photograph is of three gates and not of manekchowk. change it if yoiu get a photograph of manekchowk

 8. Rasik says:

  NEED TO ADD MORE;-MANEK VERAY GAYA MANEK CHWOK MA

 9. sagar gandhi says:

  hmm… amazing gazal..specially i miss the food stalls of manekchowk at night.. despratelly waiting to visit the loved streets of ahmedabad.

 10. […] એક લહાવો છે. દાખલા તરીકેઃ ક્લીક કરોઃ http://tahuko.com/?p=7144).   પ્રદુષણથી જેમ ગંગા મેલી થાય છે એમ […]

 11. shah madhusudan says:

  ગઝલ સામ્ભલવાનિ મઝા પઙિ , અને માનેકચોક નિ યાદ આવિ.

 12. Gita c kansara says:

  માનેકચોક્મા ફર વાનિ મજાજ ઓર હોય અનુભવેજ સમજાય્ ખરુને……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *