માણેકચોકમાં – આદિલ મન્સૂરી

અમદાવાદનું ઘણું જ જાણીતું સ્થળ.. માણેકચોક..! એના વિષે અમદાવાદના જ ગઝલકાર સ્વ. શ્રી આદિલ મન્સૂરીએ લખેલી ગઝલ – એમના પોતાના અવાજમાં.

(માણેકચોકમાં………….. )

* * * * *

ગઝલ પઠન : આદિલ મન્સૂરી

.

દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં
બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં

સપનાંઓ નંદવાય છે માણેકચોકમાં
ને ઊર્મિઓ ઘવાય છે માણેકચોકમાં

પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને
રેશમનો સ્પર્શ થાય છે માણેકચોકમાં

ખિસ્સામાં કંઈ ન હોય તો વળજો ન એ તરફ
લાખોના સોદા થાય છે માણેકચોકમાં

જોવા મળ્યા આ શહેરમાં એવા ય લોક જે
જીવન વટાવી ખાય છે માણેકચોકમાં

એ બાજુ જાવ તો તમે સંભાળજો જરા
સોનું સતત કસાય છે માણેકચોકમાં

નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી
વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં

અત્યંત ખાનગી હશે જે વાત એ વિશે
જાહેર સભા ભરાય છે માણેકચોકમાં

કિલ્લાના કાંગરાઓથી ઊતરે છે જ્યારે સાંજ
રાત્રી જવાન થાય છે માણેકચોકમાં

રંગીન પાલવોમાં પવન મહેક પાથરે
એ વિસ્તરી છવાય છે માણેકચોકમાં

ઊઘડે ભલે ને રોજ દુકાનો નવી નવી
કબરોય પણ ચણાય છે માણેકચોકમાં

13 replies on “માણેકચોકમાં – આદિલ મન્સૂરી”

  1. માનેકચોક્મા ફર વાનિ મજાજ ઓર હોય અનુભવેજ સમજાય્ ખરુને……

  2. ગઝલ સામ્ભલવાનિ મઝા પઙિ , અને માનેકચોક નિ યાદ આવિ.

  3. hmm… amazing gazal..specially i miss the food stalls of manekchowk at night.. despratelly waiting to visit the loved streets of ahmedabad.

  4. the photograph is of three gates and not of manekchowk. change it if yoiu get a photograph of manekchowk

  5. Hi Jayshree !!!

    Manek Chowk nu kharekhar satya jaanva malyu !!!!
    Gr8 ADIL MANSURI…

    Regards
    RAJESH VYAS
    CHENNAI

  6. ગઈકાલે રાત્રે જ વરસો બાદ આ મજા માણી.. !
    અને આજે આ ગઝલ..ફરી માણવાની ઓર મજા… !!

  7. thx a lot, this song reminded me of my childhood, my grandparents used to sing for me, thx once again!!

  8. Good Morning to every one , specially Jayshriben,

    Manek chowk, word and sentences are well utilised.

    We all are not bouthred about future.

    Lets hope for u turn soon.

    I love Gujarati but have no keyboard practice.

    My regards to all connected with this.

    PBP.

  9. ” નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી
    વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં”
    પણ, અમદાવાદી એમ મફતમાં વેચાય જાય ખરો?!!!!!કદાચ બહારનો માણસ હશે!!!!!!!!
    શું સરસ અદભુત અવલોકન-આલેખન કર્યું છે માણેકચોકનું?
    મજાનું ગમે એવું ગીત છે.

  10. માણેકચોકની જાહોજલાલીનો સરસ પરીચય જાણવા મળ્યો…….આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *