મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી – અનિલ જોશી

ત્રણ વર્ષથી ટહુકો પર પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે ટહૂકતું આ અનિલ જોશીનું આ મારું ખૂબ જ ગમતું ગીત – આજે રાજેશભાઇના સ્વરમાં ફરી એકવાર… ગીત છે જ એવું સરસ કે જેટલીવાર સાંભળીએ એટલીવાર…. આહા… !!

સ્વર – રાજેશ મહેડુ
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય

.

—————————-
Posted on : April 24th, 2007

સૌપ્રથમ આ ગીત લગભગ ૯-૧૦ વર્ષ પહેલા સાંભળેલું. કોણ ગાયક અને કયા કવિનું આ ગીત છે એ જાણવાની પણ તે સમયે તો કોઇ ઉત્સુકતા ન હતી, કારણ કે આ શબ્દોનો મર્મ સમજવા જેટલી સમજ ન હતી.
પણ હવે જેટલી વાર આ ગીત સાંભળું, એટલું વધારે ગમે છે આ ગીત. અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ કલાકારનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? જાણે એક અલગ દુનિયામાં પહોંચી જવાય છે. થોડી હતાશા, અને સાથે જ થોડી ખુમારીનો અહેસાસ કરાવી જાય છે આ ગીત…..

સ્વર – સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

ડો.દર્શના ઝાલાના સુંદર અવાજમાં એમનાં આલબમનું આ ગીત સાંભળો….
સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:પુરુષોત્તમ ઉપાધ્યાય
આલબમ:તારાં નામમાં

.

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

————————————-

ફરમાઇશ કરનાર મિત્રો : મૌલિન, મિરાજ, વિક્રમ ભટ્ટ.

( આભાર : લયસ્તરો )

113 replies on “મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી – અનિલ જોશી”

  1. ખુબજ સુન્દર ગેીત્ ખુબજ સુન્દર શબ્દો બસ મને આ ગેીત ખુબજ ગમે ચે તમે મને આ ગેીત પોસ્ત કરિ આપો તો તમરો ખુબ ધન્યવદ્

  2. ક્ષમાયાચના સાથે , મારી કોમેન્ટ પહેલા ગીત માટે હતી.

    • દિપકભાઇ, પહેલા ગીત સાથે લખ્યું છે કેઃ

      ત્રણ વર્ષથી ટહુકો પર પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે ટહૂકતું આ અનિલ જોશીનું આ મારું ખૂબ જ ગમતું ગીત – આજે રાજેશભાઇના સ્વરમાં ફરી એકવાર…

      સ્વર – રાજેશ મહેડુ
      સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય

  3. પ્રસ્તુત સ્વર / અવાજ પુરુશોત્તમ ઉપાદ્યાય નો નથી …..!!!!આખુ કોળુ શાક મા ગયુ છે……!!!!

    • દિપકભાઇ, પહેલા ગીત સાથે લખ્યું છે કેઃ

      ત્રણ વર્ષથી ટહુકો પર પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે ટહૂકતું આ અનિલ જોશીનું આ મારું ખૂબ જ ગમતું ગીત – આજે રાજેશભાઇના સ્વરમાં ફરી એકવાર…

      સ્વર – રાજેશ મહેડુ
      સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય

  4. ખરેખર ખુબજ સુન્દર ગિત અને સુન્દર રજુઆત !!!!!!!!!!!!

  5. To Harshit…on his/her comment about not having any “leaves” in his/her “life” … Maan Ma, Hriday Ma, Karma Ma ane Magaj Ma Vasant Na Vayra na Vicharo Rakho, Pachhi thodi raah juo…pand-da ugi nikelshe, KHAREKHAR … darek vyakti ne pot-potani Pankharo Hoy J Chhe ne tame ekla nathi. All the best.

  6. Toooo Gooood! Jayshreeben, you have done invaluable service towards society! Thanks a lot!
    Just one request… if possible add more Bhajan so that elderly people can be benefited! I know few of them and they asked me to request!

  7. ખૂબ સુંદર ગીત,
    અનિલભાઈની બધી જ રચનાઓ ખૂબ સુંદર હોય છે જેમાંની આ રચના
    તો મારી ખૂબ પ્રિય રચના છે મારા અભ્યાસકાળ દરમિયાન મેં વાર્ષિક
    મહોત્સવમાં ગાયેલ તે સમય નજર સમક્ષ આવી ગયો.પુરુષોત્તમભાઈ
    દ્વારા સ્વરબદ્ધ થયેલ આ ગીત ખૂબ જ ગમ્યું અને ટહૂકાનો આભાર કે
    આવી સારી રચનાઓ શ્રોતાઓ માણી શકે છે.

  8. જયશ્રિ દિદિ, તમારો આભાર માનુ એટલુ ઓછુ છે. આ ગઝલ હુ જ્યરે સન્ગિત શિખ્તો હતો ત્યરે માર ગુરુજિ એ કન્થસ્થ કરવિ હતિ. આજે ૧૫ વરસ પચિ જ્યારે તમે અહિ રજુ કરિ ત્યારે મારુ બાલપણ આંખો સમક્ષ આવિ ગયુ. તમારો ખુબ ખુબ આભાર અને આવી જ રીતે સરસ ગીતો અમને સમ્ભળાવતા રહો એવી શુભેચછા..

    પાર્થિવ પાઠક
    Los Angeles

  9. This is one of the BEST representative poetry of modern Gujarati poetry. Had Anil Joshi written only THIS one poem, he would still have been considered a great one.
    As far as singing, Rajesh sang well. However,once we have listen to the legend himself ( Purushottam Upadhyay ), it becomes very tempting to compare. Nevertheless, this poetry sounds even better in a female voice of Hema Desai, or Nisha.

    Nevertheless, this is a treat!

  10. Himanshubhai,

    Listen the song..
    પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
    પાટો બંધાવા હાલી રે….
    વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
    જીવને ચઢી ગઈ ખાલી રે…

    https://tahuko.com/?p=1448

  11. Wow Jayshree…..

    Suuuuuuperb this gazal…. Quite meaningful if one is real GUJJU…
    Chalo.. Keep it up !!

    Warm Regards,
    RAJESH VYAS
    CHENNAI

  12. બહુ વર્ષો પહેલા અનિલભાઈનુ આ ગીત મે ક્લાસમા એક ગુજરાતી શિક્ષીકા તરિકે ભણાવ્યું છે અને અનિલભાઈના ગમતા ગીતો માનુ આ એક છે.
    “આંબાનુ સાવ ભલે લાકડું કહેવાઉ
    પણ મારામા ઝાડ હજી જાગે”
    ખુબ સરસ પંક્તિ અને આજે સ્વરાંકન મા સાંભળ્યા પછી એનો અર્થ વધુ સમજાયો. બસ આમજ સરસ ગીતો અને કવિતાનો રસથાળ પીરસતા રહેજો.

  13. હું પણ ક્યારનોય આ ગીત મારી વેબસાઈટ પર મુકવાનું વિચારી રહ્યો છું પણ કાંઈક નડે છે…

    માફ કરશો..

    રાજેશભાઈ…

  14. આ ગીત ઘણુ સુન્દર અને માર્મીક છે. થોડા દિવસો પહેલા જ યાદ કર્યુ હતુ. આહી Washington DC areaમા એક સાહિત્ય મહેફિલ હતી ત્યારે આપણા એક ગુજરતી કવિ જે DC સાથે સન્કળાયેલા છે અને ખુબ જવાબદારીની નોકરીમા છે તેમની સાથે વાત કરતા પુછયુ કે કામકાજ કેમ ચાલે છે તૉ ઉત્તર મળ્યો કે I don’t have hairs on my head to lose!

  15. સરસ રચના અને સુરોત્તમ પુરુષોત્તમના સ્વરમાં આનંદ આનંદ થઈ ગયો….આભાર……

  16. આભાર. અદભુત ગેીત.

    There is another very good song by Anil Joshi … one of the greatest poets of Gujarat … that was used in film/play “Paralysis” which was one of the best performances by Shri Upendrabhai Trivedi (and if I am not mistaken, Nikita Shah-Wadiya as his daughter). The lyrics are great in that … it says …
    “Pehla Varsad No Chhanto Mune Vagiyo Ne, Pato Bandhav-vaane Haali” …

    Jayrsheeben-Amitbhai – request is, if you can find it, can you please put it on this site.

    Thank you very much – Khoob Khoob Aabhar for what you are doing.

    Lots of regards.

    Himanshu

  17. દુન્યવી મોહમાયાના સકંજામાંથી ઉપર ઊઠેલા નિષ્કામ સાધુડાને તો સુખ અને દુઃખ સમાન હોય છે. વસંતનો વાયરો કે પાનખરનો પવન એનું શું બગાડી શકે ? ઋણાનુબંધની ડાળીઓ પર હવે કોઈ કર્મની કીડીઓનો ભાર તેને સહેવો નથી પછી એને શેંનો ભો ભલા ?

  18. ખુબજ સુંદર પણ પુ,ઊ.ના અવાજમા સાંભળવાની મજા જુદી છે.

  19. Thanks u very much for posting such a wonderful & Meaning full Song which i think touch every corner of the life & all humankind.

    I whole heatedly Salute the Lyric & Singer of this Song. I love this very much & never forget this song till my Life The End.

  20. અતિ સુન્દર
    ર્હદય ને સ્પર્શ થઇ જાય તેવુ આ સુન્દર ગીત છે અતિ સુન્દર.પ્રેમની કોઈ ભાષા હોય તો આ ર્હદય ની ભાષા હોય શકે.Thank you very much.it is to heart related song.it is some pain and some saying words.if any people has real heart then who feel to this song.i heartly thank you very much.mehul

  21. i like this song very much. i want to listen this song also in asha bhonsle’s voice. if it is possible plz do it for me.

  22. my most favorite song man…..at last I find it today after 14 years as I heard it when i was in std.4 ahmedabad by y class teacher Amitsir.
    Splendidddddddddddd….Kudos
    Mane pankhrni bik na batavo

  23. આજે જ આ ગીતની પેરોડી સાંભળી.

    મારી કોઈ બાટલીને ઢાંકણા નથી,
    મને ઓપનરની બીક ના બતાવો.

  24. this gazal is too good.. i love its all words.. when i heard that time i feel m involve in it… really i like it very much … plz give me some site name which i can download this one ….

  25. ન નોત રેઅદ ગુજ્રતિ બુત લોવે થિસ સોન્ગન યોઉ સ્ેમ્દ થે લ્ય્રિસ ઇન રોમન સ્રિપ્ત્?
    થન્ક યોઉ
    સતિશ્િ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *