નૈયા ઝૂકાવી મેં તો

ગુજરાતી શાળાઓમાં ગવાતું આ સુંદર પ્રાર્થના…..


(નૈયા ઝૂકાવી મેં તો…..દિવો મારો….)

સ્વર – ?
સંગીત – ?

સ્વર – આશિત દેસાઇ, હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના

સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના
ઝાંખો ઝાંખો દીવો….

પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના
ઝાંખો ઝાંખો દીવો….

શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના
ઝાંખો ઝાંખો દીવો….

26 replies on “નૈયા ઝૂકાવી મેં તો”

  1. Drusti evi srusti. Why do we judge someone’s action as selfish. I really like this poem/prayer. I love to listen this poem frequently. But, I can never agree that the world is only selfish and jealous. Yes, there are some; not everyone. And do not forget principle of Quantum Mechanics, “Observer is a part of system being observed.” We can never really judge anyone or anything in completly impartial fashion.

  2. ખૂબ સુન્દર ગીત. અમે શાળા મા ગાતા હતા ઍ દિવસો યાદ આવી ગયા.

  3. This is one of the best poems during school days. Whenever this poem was played, it used to bring a big smile on my face and the day used to be fantastic

    Thanks a lot to tahuko.com & Jayshree for this wonderful poem.

  4. શ્રદ્ધા જ્યારે નિશ્ફળ જાય છે, કામના ત્યારે જાગી જાય છે.

  5. I am listening & cherishing two beautiful versions on the head-phones…..
    It carries you away to some different Divine land
    ……of Anubhuti…..

    ઠન્ક્સ અ મિલ્લિઓન ફોર થિસ વોન્દેર્ફુલ પ્રેયર્……

    આટલી સરસ પ્રાર્થના બ્લોગ પર મુકવા બદલ હ્રદયપુર્વક આભાર……..

  6. “મન ને મંદિર જોજે અંધકાર થાય ના” બહુ અસરકારક વાત કરી.
    મારા એક કાવ્ય “નૈયા” ની પંક્તિઓ યાદ આવી ગઈ.
    ” જીવન એક નાવ, ઝઝુમે સંસાર સાગરે
    ઝુઠી એ માયા ને ઝુઠા એ બંધન,
    એકલો આવે જીવ ને જાય એકલો,
    ઝાલે જો હાથ પ્રભુ, પાર ઉતરે નૈયા.”

  7. ખુબ જ સુન્દર પ્રાર્થના.
    સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
    કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
    તનનો તંબુરો જોજે બેસુરો થાય ના

    શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
    નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
    મનને મંદીર જોજે અંધકાર થાય ના
    ખુબ જ અસર કારક શબ્દો.

  8. બહુ મધુર ભજન,ટહુકો રોજ જ સંભળાવા લાગ્યો તેથી દિવસ બહુ સરસ જાય છે.

  9. શાળાના પ્રાર્થના હોલમા બેસીને સામ્ભલવાનો અનેરો અનુભવ થયો. હા, પણ ત્યારે સામ્ભ્લતા,હવે પુરો ભાવાર્થ સમજાય .શાળા એ આપણુ કેવુ મજાનુ ઘડતર કર્યુ છે તે પણ સમ્જાય હવે.

  10. This is one of the best poems during school days. Whenever this poem was played, it used to bring a big smile on my face and the day used to be fantastic

    Thanks a lot to tahuko.com & Jayshree for this wonderful poem.

  11. શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
    નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે…
    બધા ને Happy Valentine’s Day..!!

  12. આપણા વીચાર, વર્તન ની વાસ્તવિકતા, પ્રગટ કરતુ સુન્દર ભજન.
    જે પ્રાથમીક શાળામા,સાચી સમઝ વીના અમે પણ ગાતા.
    ‘રાગ દેષ આજે ઘટ ઘટ ઘુટાતા, જો જે જીવનમા ઝેર પ્રસરાયેના”

  13. શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
    નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
    મનને મંદીર જોજે અંધકાર થાય ના
    ખૂબ જ સુંદર.

  14. મનને મંદીર જોજે અંધકાર થાય ના……
    Thank you Jayshreeben for putting this prayer

  15. Maree pase ghana varsho thee prarthana pothee nee casset chhe jema aa bhajan chhe.nana balako dwara gavayeloo aa geet bahu j saras chhe.thanks.

  16. bau meaningful che.. asarkarak pan che.. school ni prarthanao mota thaya pachi jarur thi sambhdvi joie.. kem ke sache toh tyare j jarur pade che prarthana ni ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *